ટોપ ન્યૂઝમનોરંજન

છ વર્ષ બાદ ફરીથી જોવા મળશે ‘CID’,આ દિવસે રિલીઝ થશે પ્રોમો

21 વર્ષ સુધી ટીવી જગત પર એકચક્રી રાજ કરનારી સિરિયલ CID ફરી એક વાર ચર્ચામાં આવી છે. તમે જો CID ટીવી સિરિયલના ચાહક હો, તો આ સમાચાર તમારા માટે જ છે. અમે તમને ગુડ ન્યુઝ આપવા જઇ રહ્યા છીએ. તમારી આ માનિતી સિરિયલ ફરીથી કમબેક કરવા જઇ રહી છે. હા, તમે સાચુ જ વાંચ્યું છે. આ સિરિયલ ફરી એકવાર ટીવી પર પરત ફરી રહી છે. CIDની પહેલી ઝલક હાલમાં જ જાહેર કરવામાં આવી છે, જેને જોયા બાદ ચાહકોની ખુશીની કોઈ સીમા નથી રહી. આ ઉપરાંત પ્રોમોની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે.

| Also Read: બચ્ચન પરિવાર શું કરવા માગે છે! હવે મુંબઇના આ વિસ્તારમાં…


ટીવીનો ફેમસ શો CID ટૂંક સમયમાં 6 વર્ષ પછી ફરીવાર ટચૂકડે પડદે આવી રહ્યો છે. આ શો પહેલા કરતા વધુ શાનદાર બનવા જઈ રહ્યો છે. આ વખતે પણ તમને શોમાં ઘણા જૂના ચહેરા જોવા મળશે. CIDની પહેલી ઝલક હાલમાં જ જાહેર કરવામાં આવી હતી, જે થોડી જ વારમાં ઇન્ટરનેટ પર વાયરલ થઈ ગઈ હતી. આ ટીઝર એસીપી પ્રદ્યુમન એટલે કે શિવાજી સાટમથી શરૂ થાય છે. તેઓ હંમેશની જેમ પોતાના ધમાકેદાર અંદાજમાં જોવા મળી રહ્યા છે.


ભારે વરસાદ અને ચારેબાજુ આગમાં સળગતા વાહનો વચ્ચે ACP પ્રદ્યુમન છત્રી પકડીને જોવા મળે છે. ટીઝરમાં ઇન્સ્પેક્ટર દયા પણ જોવા મળે છે. પ્રોમોની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે. CIDનો પ્રોમો 26 ઓક્ટોબરે રિલીઝ થશે. આ શોની ઝલકથી લોકોનો ઉત્સાહ ઘણો વધી ગયો છે.

| Also Read: શું શાહરુખ ખાનની લોકપ્રિયતાનો લાભ મળશે દૂરદર્શનને? 27 વર્ષ જૂની સિરિયલનું રી-બ્રૉડકાસ્ટ!

CIDના રિલીઝના સમાચારથી ચાહકો ખૂબ જ ખુશ છે. CIDના પ્રોમોએ ફરીથી દર્શકોને જૂના શોની યાદ અપાવી છે. યુઝર્સ આના પર કોમેન્ટ કરીને પોતાની ખુશી વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે. કમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું હતું કે, ‘અમને આશા પણ નહોતી કે આ શો ફરી આવશે.’ બીજાએ કમેન્ટ કરીને લખ્યું છે કે, ‘બાળપણની જૂની યાદો તાજી થશે.’ એકે લખ્યું છે કે, ‘મારા બાળપણનો ઓલ ટાઈમ ફેવરિટ શો.’ વળી બીજા એકે લખ્યું હતું કે, ‘વાહ, અમે આ શોની જ રાહ જોઈ રહ્યા હતા.’ કેટલાક ચાહકોએ કહ્યું છે કે, આ બ્લોકબસ્ટર શો હશે.

Back to top button
ધનતેરસના દિવસે લઈ આવો છોડના પાંચ પાંદડા, આર્થિક તંગી થશે દૂર… ઘર ખરીદવા માટે ભારતમાં સૌથી વધુ પોસાય તેવા શહેરોની યાદી ભારતના ચેમ્પિયન કેપ્ટન સાથે હંમેશા થાય છે આવું પ્રેમભર્યો સ્પર્શ કરી શકે છે આ ચમત્કાર

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker