ટેસ્ટના વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચવા ભારતને હવે શું જરૂરી છે?
બેન્ગલૂરુ: ન્યૂ ઝીલૅન્ડ સામે ભારતીય ટીમ રવિવારે ત્રણ મૅચવાળી સિરીઝની પ્રથમ ટેસ્ટમાં આઠ વિકેટે હારી ગઈ એમ છતાં ટેસ્ટના વર્લ્ડ કપ (વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ)ની ફાઇનલમાં પહોંચવાનો ભારતીય ટીમને હજી ઘણો મોકો છે. ભારતે હવે ચાર ટેસ્ટ જીતવી પડે અને બીજી બે ટેસ્ટ ડ્રૉમાં જશે તો પણ ચાલશે.
આ પણ વાંચો : ઋષભ પંત ન્યુઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટમાં રમતો જોવા મળશે? કેપ્ટન રોહિતે આપ્યા આવા સંકેત
વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (ડબ્લ્યૂટીસી)ના પૉઇન્ટ્સ-ટેબલમાં ભારતીય ટીમ રવિવારે હારી જવા છતાં હજી પણ 68.06 પૉઇન્ટ પર્સન્ટેજ સાથે મોખરે છે. ઑસ્ટ્રેલિયા (62.5) બીજા નંબરે અને શ્રીલંકા (55.56) ત્રીજા નંબરે છે. 38.89 પૉઇન્ટ ધરાવનાર સાઉથ આફ્રિકા પણ ફાઇનલ માટેની હરીફાઈમાં છે.
આ પણ વાંચો : New Zealandની મહિલાઓ T20ની નવી વર્લ્ડ ચેમ્પિયન: કેપ્ટન ડિવાઈને જીત્યા પછી કેમ ખાસ ભારતનું નામ લીધું?
ટેસ્ટના વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચવા ભારતની ખાસ કરીને ઑસ્ટ્રેલિયા, શ્રીલંકા અને સાઉથ આફ્રિકા સાથે હરીફાઈ છે.
ભારતે હવે ફાઇનલ માટે સ્થાન બુક કરતાં પહેલાં કુલ સાત ટેસ્ટ રમવાની છે. ન્યૂ ઝીલૅન્ડ સામેની બે ટેસ્ટ રમાયા બાદ ભારતીયો પાંચ ટેસ્ટ રમવા ઑસ્ટ્રેલિયા જશે.
આ પણ વાંચો : ન્યૂ ઝીલૅન્ડના ક્રિકેટરોને ભારતમાં આટલી ટેસ્ટ બાદ જીતવા મળ્યું…
આ સાત ટેસ્ટમાંથી ભારત જો ચાર ટેસ્ટ જીતશે અને બે ટેસ્ટ ડ્રૉમાં જશે તો પણ ફાઇનલમાં સ્થાન ફિક્સ કરાવી શકશે.