ગુજરાતમાં માત્ર આટલા ટકા લોકો જ નેટ બેંકિંગનો કરે છે ઉપયોગ, રિસર્ચમાં થયો ચોંકાવનારો ખુલાસો
અમદાવાદઃ ગુજરાતીઓની ગણના વેપારી અને નાણાનો સદઉપયોગ કરતા લોકો તરીકે થાય છે. પરંતુ એક સરકારી રિપોર્ટ પ્રમાણે, રાજ્યના માત્ર 30 ટકા લોકો જ નેટ બેંકિગનો ઉપયોગ કરે છે. એન્યુઅલ મોડ્યુલર સર્વે (જુલાઈ 2022 થી જૂન 2023)માં જાણવા મળ્યું કે, 15 વર્ષથી મોટા 50 ટકા ગુજરાતીઓ માહિતી માટે ઓનલાઇન સર્ચ કરે છે, જ્યારે 43 ટકા ઇમેલ અને માત્ર 29.7 ટકા લોકો ઇન્ટરનેટથી બેંકિંગ ટ્રાન્ઝેક્શન કરે છે. જ્યારે 19.3 ટકા લોકો તમામ ઉપયોગ માટે ઇન્ટરનેટ વાપરે છે.
નેશનલ સેમ્પલ સર્વેના ઓફિસમાં શું વાત આવી સામે
નેશનલ સેમ્પલ સર્વે ઓફિસનો જુલાઈ 2022 થી જૂન 2023નો રિપોર્ટ ચાલુ મહિને બહાર પાડવામાં આવ્યો હતો. જેમાં ગુજરાત ઈન્ટરનેટ બેંકિંગથી થતા ટ્રાન્ઝેક્શનમાં તળિયના 10 પૈકીના એક રાજ્યમાં છે. ગુજરાત દેશના 36 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં છેલ્લેથી 9માં ક્રમે છે. ઓડિશા, ઝારખંડ, આસામ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, મેઘાલય અને ત્રિપુરા પણ ઓનલાઇન બેંકિંગ મામલે તેની સાથે છે.
જ્યારે માહિતી માટે ઈન્ટરનેટનો ઉપયોગ કરવા મામલે ગુજરાતીઓ ઘણા પાછળ છે. એનએસએસઓ રિપોર્ટ મુજબ, 15 વર્ષથી મોટા 50.5 ટકા ગુજરાતી માહિતી એકત્ર કરવા માટે ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે. ચંદીગઢ, ઉત્તર પ્રદેશ, મેઘાલય આ મામલે ગુજરાતથી પણ પાછળ છે.
આ પણ વાંચો :ગુજરાતી માછીમારનું Pakistanની જેલમાં થયું મોત, પાર્થિવ દેહ વતન લવાયો
ઈમેલ, માહિતી સર્ચિંગમાં પણ પાછળ
ઈન્ટરનેટનો બહુવિધ ઉપયોગ જેમકે માહિતી એક્ત્રીકરણ, ઈમેલ અને ઓનલાઇન બેન્કિંગ પણ ગુજરાત તળિયેથી 10ના રાજ્યોમાં સામેલ છે. આ મામલે મધ્ય પ્રદેશ, આસામ, ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, મેઘાલય અને ત્રિપુરા પણ ગુજરાતની સાથે જ છે.