ધર્મતેજસ્પેશિયલ ફિચર્સ

રામ રાખે તેને કોણ ચાખે? ઈશ્વરે ઈન્સાન જાત પરથી હજુ વિશ્વાસ ગુમાવ્યો નથી

આચમન -અનવર વલિયાણી

જઈ રહેલી ક્ષણેક્ષણ અદ્ભુત છે, તેને માણવી જોઈએ, તેનો સદોપયોગ કરવો જોઈએ. તે ફરી આવવાની નથી, તે એક ચમત્કાર જ છે અને ચમત્કારની કૉપી કરી ક્ષણને પાછી લાવી કે સુધારી કે માણી શકાતી નથી.

જેઓ સમયની ક્ષણેક્ષણનો સદોપયોગ કોઈક ઉમદા હેતુ, – ધ્યેય, મિશન, ઘડતર માટે કરે છે તેઓના જીવનમાં દૈવીતત્ત્વો આકસ્મિકરૂપે ઊભાં રહે છે, ઉપર લઈ જવામાં, બચાવવામાં, સફળતા અપાવવામાં ઉમદા ભાગ ભજવે છે તેને આપણે ચમત્કાર, ગેબી મદદ કહીએ છીએ અને

  • અવતારો * પયગંબરો – સંદેશવાહકો, * સંતો – મહાત્માઓ,
  • સંશોધકો – વૈજ્ઞાનિકો તથા * ગાંધીજી, મધરટેરેસા, * નરસૈયા, કબીરજી જેવા અસંખ્ય મહાનતા પામેલાઓના જીવનમાં આપણે તે જોઈ શકીએ છીએ.
  • આજે પણ અવાજ-ધ્વનિ, ફોટો, રેડિયો, મોબાઈલ, ટેલિવીઝન વગેરે અવકાશ અને વીજળી દ્વારા પ્રસારિત કરીએ છીએ શું તે ચમત્કાર નથી?
  • તારના ગૂંચવાડાને ગોળગોળ ફેરવીએ તો તેમાં
    ક્યાંકથી આવતી, ઉત્પન્ન થતી વીજળીની શક્તિએ ચમત્કાર
    નથી?
  • કુદરતી કોપ કે ‘માનવઅકસ્માતો’ દરમિયાન હજારો
    દબાઈ મરે અને જીવીં ન શકે તેવાં કુમળાં બાળકો બચી
    જાય છે!
  • ગુરુત્વાકર્ષણ * ધરતીકંપો, * સુનામી વગેરે જેવા પ્રકોપો તથા પ્રેમ શું છે?
  • મધમાખી નામનું નાનકડું ઊડતું મધ બનાવવાનું મશીન ચમત્કાર નથી?
  • તે કોના માટે આટલી મહેનત-પરિશ્રમ કરે છે?
  • ગ્રીષ્મ ઋતુ – ગરમીની સિઝનમાં પાકતાં લગભગ ફળો રસ-પાણીવાળાં હોય છે તે હકીકત શું સૂચવે છે?
  • નિંદ્રા ચમત્કાર નથી?
  • આજે પણ અવકાશમાં
  • સૂર્ય, * તારા,
  • ગ્રહો અને તેમના ચંદ્રો અધ્ધર ફરે છે
  • આજે પણ વાડી-બાગ-બગીચાની માટીમાંથી જુદા જુદા
  • રંગો, * સુગંધો * સ્વાદ ધરાવતા છોડો,
  • વૃક્ષો અને તેમાં થતાં સ્વાદિષ્ટ ફળો ઊગે છે અને તે પણ જેને આપણે બી કહીએ છીએ તેવી નાનકડી ચીપ્સમાંથી અને તે ચીપ્સમાં વૃક્ષ કે છોડની સુગંધ, કલર, ઊંચાઈ અને ઉંમરનો પૂરો નકશો લખેલો હોય છે!

બોધ:
‘ચમત્કાર ત્યાં નમસ્કાર’એ કહેવત પ્રચલિત છે અને હવાલદારો ગુનેગારને અને ગુનોહ ન કરનારાને પણ ‘ચમત્કાર’ દેખાડી ગુનો કબૂલ કરાવતા હોય છે!

  • જેઓ નોટ, સોનું બમણું-ડબલ કરી શકે છે,
  • ગ્રહોની દશા-દિશા ફેરવી શકે છે તેવા જાદુઈ ગુરુઓની તથા રાજકીય નેતાઓની વાત જ જુદી છે. તેઓ આજે પણ ચમત્કાર કરે છે, જીવતાને વોટિંગ લિસ્ટમાં મરેલા અને મરેલાને જીવતા કરી શકે છે!
  • સાધુ-સંતો-શાહો-મહાત્માઓને મન ચમત્કારો તો કણેકણમાં છે, અને
  • લાલચુ-આળસુ અને અજ્ઞાનીને મન જાદુ-ટોણા, સ્ટોન, કૂઈ અને સૂઈ વગેરેમાં છે.
  • આજે પણ સપનામાં, પરીકથામાં, કાર્ટૂન ફિલ્મોમાં ચમત્કારો બને છે.

કવિશ્રી મિશ્કીનની એક કડી:
બધે સતત કોઈ રમતું લાગે,
બધી રમત કોઈ રમતું લાગે.

સનાતન સત્ય:
દુ:ખ અને અશાંતિ માત્ર ખોટી રીતે વિચારવાથી જ અનુભવાય છે, એટલે જે સ્થિતિમાં ઈશ્ર્વર, અલ્લાહ, ગોડ રાખે તેને હસતા મોએ કબૂલ રાખો.

  • જ્યાં સુધી કુદરતનાં તમામ પાસાં નિયમિત રહ્યાં છે ત્યાં સુધી માનવીએ હતાશ થવાની શી જરૂર છે?
  • ઈશ્વર મહાન છે – સર્વ શક્તિમાન છે અને આજે પણ ચમત્કાર થાય છે. રામ રાખે તેને ભલા કોણ ચાખે? તેણે હજુ ઈન્સાન જાત પરથી હજુ વિશ્ર્વાસ ગુમાવ્યો નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button