આજનું રાશિફળ (05-10-2023): આ રાશિના લોકોને આજે થશે ધનલાભ: કેવો રહેશે મેષથી મીન રાશિના જાતકોનો આજનો દિવસ
મેષ: આજનો દિવસ તમારા માટે દુવિધાભર્યો રહેશે. તમે વાણી પર સંયમ રાખજો નહીં તો મૂશ્કેલી થઇ શકે છે. જો તમે કોઇ યાત્રાની તૈયારી કરી રહ્યાં છો તો વાહન સાચવીને ચલાવજો. નહીં તો અકસ્માતની શક્યતા છે. તમારે આજે કામ પૂરા કરવા માટે ખૂબ મહેનત કરવી પડશે. તો જ તે પૂરા થશે. પરિવારના કોઇ સભ્ય સાથે આજે તમને બોલાચાલી અને મનદુ:ખ થઇ શકે છે.
વૃષભ: આજનો દિવસ તમારા માટે કંઇક ખાસ કરી બતાવવાનો છે. વેપારીઓએ વિરોધીઓની ચાલ સમજવાની જરુર છે. જો જીવનસાથીના આરોગ્યને લઇને કોઇ સમસ્યા છે તો તેને નજરઅંદાજ ના કરતાં. લેવડ-દેવડમાં સતર્કતા રાખજો. તમારી વાત લોકો સામે મૂકજો. આજે તમને મનગમતુ કામ મળતાં ખૂશીનો પાર નહીં. જો સંતાને કોઇ સ્પર્ધામાં ભાગ લીધો છે તો આજે તેને સફળતા મળશે.
મિથુન: આજનો દિવસ તમારા માટે મધ્યમ રીતે ફળદાયી નિવડશે. જો તમે તમારી આર્થિક સ્થિતીને કારણે ચિંતીત છો તો આજે એ ચિંતા દૂર થશે. તમારો કોઇ જૂનો મિત્ર તમને મળવા આવી શકે છે. વેપારીઓએ કોઇ પણ મોટો નિર્ણય લેતા પહેલાં દસ વાર વીચારી લેવું. જો તમારી પ્રગતીના માર્ગમાં કોઇ બાધા આવી રહી છે તો એ આજે દૂર થશે. રાજનિતીમાં કાર્યરત લોકો તેમના સારા કામોથી ઓળખાશે. તેમનું જનસમર્થન વધશે. પ્રોપર્ટી ડિલીંગનું કામ કરી રહેલ વ્યક્તીની આજે કોઇ મોટી ડિલ ફાઇનલ થશે.
કર્ક: આજનો દિવસ તમારા માટે સુખમય રહેશે. તમે તમારા પરિવારના સભ્યોને પિકનીક પર લઇ જવાનો પ્લાન કરશો.તમારે તમારા સંતાનની બાબતે કોઇ નિર્ણય લેવો પડશે જે માટે તમે પરિવારના વરિષ્ઠ સદસ્યો સાથે વાત જરુર કરજો. વેપારીઓની કોઇ મોટી ડિલ ફાઇનલ કરવાનો મોકો મળશે, પણ સમજી વિચારીને નિર્ણય લેવો તમારા માટે ફાયદાકારક રહેશે.
સિંહ: આજનો દિવસ વાણી અને વર્તનમાં મીઠાશ રાખજો. તમે કેટલાંક કિસ્સામાં પોતાની જાતને કમજોર માનશો. જોકે આ કારણે તમારા વિરોધીઓ તમારા પર હાવી થઇ શકે છે. વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસમાં આવતી તકલીફો અંગે તેમના શિક્ષક સાથે વાત કરવી પડશે. જો તમે કોઇ સમસ્યાને કારણે ચિંતિત છો તો એ સમસ્યા આજે દૂર થશે. આજે મિત્રોનો સહકાર મળશે. કોઇ પણ નવું મકાન કે દુકાન ખરીદવાનું સપનું પૂરું થઇ શકે છે.
કન્યા: આજનો દિવસ સાવધાની રાખજો. જીવનસાથી સાથે કોઇ વાતને લઇને ઝગડો થાય તો તમારા માટે ચૂપ રહેવું હિતાવહ છે. નહીં તો વિવાદ વણસી શકે છે. ઉતાવળે અને ભાવુક થઇ ને કોઇ પણ નિર્ણય ના લેતા, નહીં તો મૂશ્કેલી વધી શકે છે. આજે તમને કોઇ વિશેષ વ્યક્તીને મળવાનો મોકો મળશે. જો તમે કોઇની પાસે પૈસા લીધા હશે તો એ આજે તમારી પાસે પાછા માંગશે. લોહીના સંબધોની તમે આજે કાળજી રાખશો. જો તમે કોઇ પ્રવાસે જઇ રહ્યાં છો તો તમારા કિંમતી સામાનની ખાસ કાળજી લેજો.
તુલા: આજનો દિવસ ચિંતાજનક રહેશે. સંતાનના લગ્નને લઇને તમે ચિંતિત રહેશો. તમારે વિપરીત પરિસ્થિતીમાં પણ ધીરજ રાખવી પડશે. કાર્યક્ષેત્રે જો કોઇ વાદ-વિવાદ ઊભો થાય કો તમે વાતાવરણ સામાન્ય કરવામાં સફળ રહેશો. જો તમારું કોઇ જૂનું લેણું બાકી હોય તો આજે એ તમને મળી શકે છે. શેર માર્કેટમાં રોકાણ કરનારાઓ માટે આજનો દિવસ ઉત્તમ છે. પિતાજીના આરોગ્ય બાબતે નિષ્કાળજી ના દાખવશો.
વૃશ્ચિક: આજનો દિવસ સામાજીક ક્ષેત્રમાં કામ કરનારાઓ માટે સારો રહેશે. તમારી સંપત્તીમાં વધારો થશે. તમે કોઇ નવી પ્રોપર્ટી ખરીદી શકો છો. જો તમારા કોઇ મિત્ર સાથે તમારો ઝગડો ચાલી રહ્યો છે તો તે પણ આજે દૂર થશે. કાર્યક્ષેત્રે તમારા કેટલાંક સહકર્મીઓ તમારા બનતા કામોમાં રોડા નાંખવાનો પ્રયત્ન કરશે. તમે જે કામમાં હાથ નાંખશો તમને એ કામમાં સફળતા જરુર મળશે. જો તમે કોઇ કાયદાકીય વિષયમાં ઢીલ દાખવી રહ્યાં છો તો તમને એમાં કોઇ નૂકસાન થવાની શક્યતાઓ છે.
ધનુ: આજનો દિવસ તમારા માટે નિરાશાજનક સૂચના લઇને આવશે. વેપારીઓને મોટો ફાયદો થઇ શકે છે. જેમાં તમે સારું રોકાણ કરશો. બિઝનેસમાં પાર્ટનર સાથે મળીને નવી એપોઇન્ટમેન્ટ કરી શકશો. સોલો ટ્રાવેલીંગની યોજના બનાવશો. જીવનસાથીનો સહકાર અને સાનિધ્ય મળી રહેશે. તમે આજે કોઇ કામ પૂરું ન થવાને કારણે ચિંતીત રહેશો.
મકર: આજનો દિવસ ચિંતાયુક્ત રહશે. તમારે આરોગ્યને લગતી સમસ્યાઓને નડર અંદાજ ન કરવી જોઇએ. જીવનસાથીની કારકીર્દીને લઇને તમે ચિંતિત રહેશો. કોઇની વાતમાં ન આવતા નહીં તો એ તમારી સાથે દગો કરી શકે છે. પરિવારમાં તમારા વિરોધીઓ તમારી પર હાવી થવાનો પ્રયત્ન કરશે. વેપારીઓ કોઇ નૂકસાનને કારણે ચિંતિત રહેશે. કોઇ પણ પાસેથી ઉધારીથી બચજો.
કુંભ: આજનો દિવસ તમારા માટે મિશ્ર રુપે ફળદાયક રહેશે. સામાજીક ક્ષેત્રમાં કાર્યરત લોકોને આજે કોઇ સન્માન પ્રાપ્ત થશે. વેપારીઓ તેમના વેપારના ગ્રોથને જોઇને ખૂશ થશે. તમને આજે તમારા પરિવારજનોને તમારા મનની વાત કહેવાનો મોકો મળશે. તમે જૂના રિતી-રિવાજ છોડીને કંઇક નવું અપનાવશો. સંતાનની સંગતી તરફ ખાસ ધ્યાન આપજો. નહીં તો એ કોઇ ખોટી સંગતમાં પડી શકે છે.
મીન: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેશે. પરિવારજનો પાસેથી ઉધાર લેવાનું ટાળજો નહીં તો તમારા પારિવારીક સંબંધો બગડી શકે છે. જો તમે કોઇ નવું કામ શરુ કરવાનું વિચારી રહ્યાં છો તો તેમા તમારા માતા-પિતાની સલાહ જરુર લેજો. જીવનસાથીના આરોગ્યને લઇને તમે થોડા ચિંતીત રહેશો. વેપારીઓ જો કોઇ સમસ્યાને કારણે ચિંતીત છે તો એ ચિંતા આજે દૂર થશે.