આમચી મુંબઈટોપ ન્યૂઝમહારાષ્ટ્ર

BKCથી આરે કોલોની ફક્ત 30 મિનિટમાં! PM મોદી કરશે મેટ્રો-3નું ઉદ્ઘાટન

મુંબઈ: શહેરના અત્યંત મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ અને જાહેર પરિવહન ક્ષેત્રમાં ક્રાંતિ તરીકે જોવામાં આવતા મુંબઈ મેટ્રો-3 પ્રોજેક્ટનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવનાર છે. મેટ્રોની આ એક્વા લાઇનનો પહેલા તબક્કાનો આંશિક હિસ્સો વડા પ્રધાન મોદીના હસ્તે આ મહિને ખુલ્લો મૂકવામાં આવશે, જે આરે કોલોનીથી બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ(બીકેસી) સુધી શરૂ કરવામાં આવશે.

પહેલા તબક્કામાં દસ સ્ટેશનોનો સમાવેશ થશે. આ મેટ્રો થવાના કારણે મુંબઈના ટ્રાફિકનો ભાર હળવો થશે અને પ્રવાસીઓને જાહેર પરિવહનની મોટી સુવિધા મળશે. ઉલ્લેખનીય છે કે આ આખો પ્રોજેક્ટ 33.5 કિલોમીટરનો છે જે શહેરના દક્ષિણ, મધ્ય અને પશ્ર્ચિમ મુંબઈને આવરી લેશે અને તેમાં કુલ 27 સ્ટેશનોનો સમાવેશ થાય છે.
ખાસ કરીને પશ્ર્ચિમના ઉપનગરોમાં ટ્રાફિકની સમસ્યા આ પ્રોજેક્ટના કારણે હળવી થશે અને શહેરના વેપારી કેન્દ્રો તરીકે જાણીતા સ્થળો તેમ જ ઇન્ટરનેશનલ ઍરપોર્ટને પણ જોડશે.

આ પણ વાંચો: તમે મેટ્રો-3 શરૂ થવાની રાહ જોઈ રહ્યા છો…તો પહેલા આ વાંચી લો


આ આખી મેટ્રો લાઇન શરૂ થયા બાદ તે નરીમન પોઇન્ટ, મુંબઈ સેન્ટ્રલ, વરલી, દાદર સહિત મુંબઈ ઇન્ટરનેશનલ ઍરપોર્ટ જેવા સ્થળોને જોડશે. આનાથી પ્રવાસનો સમય પણ ઘટશે અને સાંતાક્રુઝ અને ઘાટકોપર જેવા સ્થળોએ ઊભી થતી ટ્રાફિકની સમસ્યામાંથી પણ પ્રવાસીઓને છૂટકારો મળશે.

મહારાષ્ટ્રની મુલાકાતે આવનારા વડા પ્રધાન મોદી 56,000 કરોડ રૂપિયાના વિવિધ પ્રોજેક્ટનું અનાવરણ કરશે એ દરમિયાન આ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન પણ તેમના હસ્તે કરાશે. ઉલ્લેખનીય છે કે આમુંબઈની પહેલી જ અંડરગ્રાઉન્ડ મેટ્રોલાઇન હશે અને ઓક્ટોબરમાં શરૂ થનારી આ સેવાના કારણે બીકેસીથી આરે કોલોનીનુ ંઅંતર ફક્ત ત્રીસ મિનિટમાં જ કાપી શકાશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button