ઇન્ટરનેશનલ

અમેરિકામાં ‘હેલેન’ વાવાઝોડાએ મચાવી તબાહી: દક્ષિણ-પૂર્વ ક્ષેત્રોમાં 64 લોકોના મોત…

પેરી: અમેરિકાના દક્ષિણ પૂર્વ ક્ષેત્રમાં ‘હેલેન’ તોફાને ભારે તબાહી મચાવી છે. તોફાન હેલેનના કારણે અમેરિકાના દક્ષિણ-પૂર્વીય વિસ્તારોમાં ભારે વરસાદ અને જોરદાર વાવાઝોડું જોવા મળ્યું છે. શનિવારે સંબંધિત ઘટનાઓમાં ઓછામાં ઓછા 64 લોકોના મોત થયા હતા. ઘણા લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. વાવાઝોડું ‘હેલેન’એ આ વિસ્તારમાં તબાહી મચાવી છે. અનેક જગ્યાએ મકાનો, દુકાનો, ઈમારતો, વૃક્ષો અને થાંભલાઓ ધરાશાયી થઈ ગયા હતા.

ભારે વરસાદના કારણે લોકો હજુ પણ રસ્તા વચ્ચે ફસાયેલા છે અને લાખો લોકો વીજળી વિના અંધારામાં રહેવા મજબૂર પડ્યું હતું. ફ્લોરિડાના સ્ટીનહૈચીની રહેવાસી જનાલેયા ઈંગ્લેન્ડે જણાવ્યું હતું કે, “મે અગાઉ આટલા બધા લોકોને બેઘર બનતા ક્યારેય જોયા નથી જે હું અત્યારે જોઈ રહ્યો છું.”

ફ્લોરિડાના બિગ બેન્ડ ગામમાં ગુરુવારે મોડી રાત્રે હેલેન વાવાઝોડું ત્રાટક્યું હતું. દરમિયાન 225 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. આ પછી તોફાન જ્યોર્જિયા તરફ આગળ વધ્યું હતું. વાવાઝોડા ‘હેલેન’ના કારણે કેરોલિના અને ટેનેસીમાં મૂશળધાર વરસાદ વરસ્યો હતો.

પૂરને કારણે પશ્ચિમ ઉત્તર કેરોલિનાના ભાગોમાં 40 રસ્તાઓ પર ટ્રાફિકજામ થયો હતો. નેશનલ હરિકેન સેન્ટરે કહ્યું કે વાવાઝોડા ‘હેલેન’ હવે પોસ્ટ-ટ્રોપિકલ સાયક્લોન બની ગયું છે. તે શનિવાર અને રવિવારે ટેનેસી પહોંચવાની ધારણા છે.

વાવાઝોડા હેલેનના કારણે ફ્લોરિડા, જ્યોર્જિયા, નોર્થ કેરોલિના અને વર્જિનિયામાં લોકોના મોત થયા છે, જ્યારે દક્ષિણ કેરોલિનામાં ઓછામાં ઓછા 25 લોકોના મોત થયા છે.

એટલાન્ટામાં 48 કલાકમાં 11.12 ઇંચ (28.24 સેન્ટિમીટર) વરસાદ પડ્યો છે. રાષ્ટ્રપતિ જો બાઇડને શનિવારે જણાવ્યું હતું કે વાવાઝોડાના કારણે ભારે વિનાશ વેરાયો છે. તેમણે રાજ્યોને મદદ મોકલવાનું વચન આપ્યું છે. તેમણે ઉત્તર કેરોલિના માટે ઇમરજન્સીની જાહેરાતને પણ મંજૂરી આપી હતી. અસરગ્રસ્ત વ્યક્તિઓ માટે ફેડરલ ભંડોળની પણ જાહેરાત કરી હતી.

મૂડીઝ એનાલિટિક્સે કહ્યું કે વાવાઝોડાના કારણે 15 બિલિયનથી 26 બિલિયન ડોલરની સંપત્તિને નુકસાન થયાની સંભાવના છે. અમેરિકામાં આ વાવાઝોડાથી 95 બિલિયનથી 110 બિલિયન ડોલરની વચ્ચે નુકસાન થયાનો અંદાજ છે.

Show More

Related Articles

Back to top button
વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ