મનોરંજન

ગુમ થયો Bigg Boss 16નો વિનર, ફેન્સને થઈ ચિંતા…

સલમાન ખાનનો રિયાલિટી ટીવી શો બિગ બોસ-16થી ચર્ચામાં આવેલા રેપર એમસી સ્ટેનના ફેનને ચિંતા કરાવે એવા સમાચાર સામે આવી રહ્યા છે.

રેપર ગુમ છે અને એને શોધવા માટે મુંબઈથી લઈને નાસિક, સૂરત સુધી તેના મિસિંગ થવાના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. ફેન્સ આ પોસ્ટર જોઈને ચોંકી ઉઠ્યા છે અને સકુશળ-મંગળ હોય એવી પ્રાર્થના કરી રહ્યા છે. ચાલો જોઈએ શું છે આખો મામલો વિસ્તારથી – મળી રહેલી માહિતી પ્રમાણે એમસી સ્ટેને છેલ્લાં ત્રણ અઠવાડિયાથી સોશિયલ મીડિયા પર કોઈ પોસ્ટ નથી કરી. ફેન્સ એમસી સ્ટેનના મિસિંગ પોસ્ટર જોઈને ચોંકી ઉઠ્યા છે. અહીંયા તમારી જાણ માટે કે થોડાક દિવસ પહેલાં એમસી સ્ટેનનું તેની ગર્લફ્રેન્ડ બુબા સાથે બ્રેક અપ થઈ ગયું હતું અને ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને તે પોતાનું દુઃખ ફેન્સ સાથે શેર કર્યા હતા.

મુંબઈ સહિત નાસિક અને સૂરત સુધી રેપર મિસિંગ હોવાના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. જોકે, કેટલાક લોકોને એવું લાગી રહ્યું છે કે આ એક પીઆર સ્ટન્ટ હશે, કારણ કે પોસ્ટરમાં એમસી સ્ટેનની ભાળ મળે તો કોનો સંપર્ક કરવો એ વિશેની માહિતી આપવામાં આવી નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે એમસી સ્ટેને બિગ બોસ-16 જિત્યો હતો. ઈન્સ્ટાગ્રામ પર 10.9 મિલિયન ફોલોઅર્સ છે, પણ તે કોઈને પણ ફોલો કરતો નથી.

એમસી સ્ટેને છેલ્લે બીજી સપ્ટેમ્બર, 2024ના છેલ્લે પોસ્ટ કરી હતી અને આ તેના કોઈ કોન્સર્ટનો વીડિયો હતો. 25 રેપર પુણેનો રહેવાસી છે અને હાલમાં ગર્લફ્રેન્ડ બૂબા સાથે તેનું બ્રેકઅપ થઈ ગયું હતું. જેની જાણ સ્ટેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આપી હતી. બ્રેકઅપ બાદથી જ એમસી સ્ટેન દુઃખી રહેવા લાગ્યો હતો.

2020માં આવેલું તેનું ગીત તડીપાર ખૂબ જ હિટ થયું હતું અને તેને ટેટુ કરાવવાનો ખૂબ જ શોખ છે. આજે રેપરની નેટવર્થ કરોડોની છે અને તેની પાસે 1.5 કરોડની કાર લેન્ડ રોવર ડિફેન્ડર છે અને તેના ગળામાં જોવા મળતું હિન્દી (HINDI) નેકલેસ પણ ખૂબ જ ચર્ચામાં રહ્યું છે. આ સિવાય તેની પાસે 60 કેરેટ ડાયમંડથી બનાવવામાં આવેલો રૂપિયાનો લોગો પણ છે. રેપરે 12 વર્ષની ઉંમરથી કવ્વાલી ગાવાનું શરૂ કર્યું હતું અને 8મા ધોરણમાં હતો ત્યારે પહેલું રેપ લખ્યું હતું.

Also Read –

Show More

Related Articles

Back to top button
વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ