મરણ નોંધ

જૈન મરણ

ભરતચંદ્ર ચીમનલાલ શાહ (ઉં. વ. ૮૯) ગામ પાદરા હાલ મુંબઇ તે સ્વ. જયાબેન શાહના પતિ. ભાવાંગભાઇ, કૌશિકભાઇ, અને હિમાદ્રીબેનના પિતા. શીતલબેન, જલ્પાબેન અને વ્રજેશના સસરા. ધારીલ-જાનકી, પ્રિયલ-નિરવ, દિગ્વી-રાહુલ અને પ્રમીનના દાદા. યશ્વીના નાના. બુધવાર, તા. ૨૫-૯-૨૪ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર
બંધ છે.

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
જોરાવરનગર નિવાસી હાલ સાયન વિક્રમભાઈ ભાયલાલ ગોપાલજી શાહ (ઉં. વ. ૭૮) તા. ૨૫-૯-૨૪ના બુધવારના અરિહંતશરણ પામ્યા છે. તેઓ રેખાબેનના પતિ. ચિરાગ-સેજલ, રૂપલ-આલોકના પિતાશ્રી. લક્ષ્મીચંદભાઈ, રમણીકભાઈ, જયંતિભાઈ, રસિકભાઈ, લલિતભાઈ, સરોજબેન અને પુષ્પાબેનના ભાઈ. ધૈર્ય અને દિશાંત (દાદા), આરૂષ અને આકાંક્ષા (નાના) ઈશ્ર્વરલાલ જેઠાલાલ પારેખ (મૂળી નિવાસી)ના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
પાલિતાણા નિવાસી હાલ મુલુંડ સુરજબેન શાંતિલાલ શાહના સુપુત્ર પરેશભાઇના ધર્મપત્ની અ. સૌ. રૂપલબેન (ઉં. વ. ૪૯)તા. ૨૬-૯-૨૪ના ગુરુવારના અરિહંતશરણ પામેલ છે. તે ધાર્મિક, મોક્ષિતના માતુશ્રી. કિશોરભાઇ, ભરતભાઇ, ભાવનાબેન કમલેશકુમાર શાહના ભાઇના પત્ની. નયનાબેન, ચેતનાબેનના દેરાણી. ઇન્દિરાબેન ભૂપેન્દ્રભાઇ સલોત, કંથારિયા (પચ્છેગામ) નિવાસી હાલ ઘાટકોપરના દીકરી. પ્રાર્થનાસભા તા. ૨૮-૯-૨૪ના શનિવાર સવારના ૧૦થી ૧૨. ઠે. સારસ્વત વાડી, ઝવેર રોડ, મુલુંડ (વેસ્ટ).

પોરબંદર દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
અરૂણાબેન અડોદરા (ઉં. વ.૮૬) તે સ્વ. ભાલચંદ્ર કેશવલાલ અડોદરાના ધર્મપત્ની. શ્રીકાંત, અશ્ર્વીનના માતુશ્રી. હીના તથા કિરણના સાસુમા. ધ્રુવ તથા ધનંજયના દાદીમા. કરિશ્મા તથા જયતીના વડસાસુ. તા. ૨૪-૯-૨૪ના મંગળવારના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.

સંબંધિત લેખો

દશા શ્રીમાળી સ્થા. જૈન
ગઢડાસ્વામીના નિવાસી હાલ ઘાટકોપર સ્વ. લહેરીબેન કાળીદાસ કામદારના પુત્ર સ્વ. હિંમતલાલ કાળીદાસ કામદાર (ઉં.વ. ૯૩) તા. ૨૪-૯-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે પ્રભાબેનના પતિ. ભરતભાઈ, હિતેશભાઈ, નીલેશભાઈ, સંગીતાબેન ઘેલાણીના પિતાશ્રી. નીતાબેન, દિપાલીબેન, હીનાબેન, અતુલકુમાર ઘેલાણીના સસરા. સ્વ. બાબુલાલ, સ્વ. મનસુખલાલ, સ્વ. લાભુબેન, સ્વ. કાંતાબેન, સ્વ. મંજુલાબેન, સ્વ. હીરાબેનના ભાઈ. સાસરી પક્ષે વ્રજલાલ વીરચંદ બેનાણીના જમાઈ. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૨૮-૯-૨૪, શનિવારના ૧૦.૩૦ થી ૧૨. સ્થળ: પરમ કેશવ બાગ, નવરોજી લેન, કામાલેન, ઘાટકોપર વેસ્ટ.

વાગડ વિ. ઓ. જૈન
ગામ આધોઈના સ્વ. પરમાબેન (ઉં.વ. ૮૩) સોમવાર, તા. ૨૩-૯-૨૪ના અવસાન પામેલ છે. તે સ્વ. પુરાબેન રૂપશીના પુત્રવધૂ. વેલજી રૂપશીના ધર્મપત્ની. સ્વ. વિનોદ, હંસા, ઉષા, સુરેશ, મુકેશ, જયેશના માતુશ્રી. સ્વ. વસનજી, વિનોદ, ભારતી, ચંદ્રિકા, રીનાના સાસુ. હેલી, રોહિત, નીરવ, કાવ્ય, માહીના દાદીમા. સ્વ. ગંગાબેન વિશા પચાણ નિસરના પુત્રી. પ્રાર્થનાસભા તા. ૨૭-૯-૨૪, શુક્રવારના ૩ થી ૪.૩૦. પ્રા. સ્થળ: માનવ સેવા સંઘ, સાયન. ઠે. ૭૦૧, આરાધ્ય સીંગનેચર, ગાંધી માર્કેટની સામે, સાયન.

ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
અગિયાળી નિવાસી હાલ મુલુન્ડ સ્વ. મૂળચંદ નાનચંદ શાહના પુત્ર હિંમતલાલ મુલચંદ શાહ (ઉં.વ. ૭૮) ગુરુવાર, તા. ૨૬-૯-૨૪ના અરિહંતશરણ પામ્યા છે. તે સ્વ. શારદાબેનના પતિ. રૂપા, નિલેશના પિતા. ધ્રુતી, પ્રશાંતકુમારના સસરા. અમુલખભાઈ, સુરેશભાઈ, વિનુભાઈ, સ્વ. પ્રભાબેન, સ્વ. કાંતાબેનના ભાઈ. બાંભણિયાવાળા સ્વ. ત્રિભોવનદાસ છગનલાલ દોશીના જમાઈ. બેસરાણ: શુક્રવાર, તા. ૨૭-૯-૨૪ના ૬ થી ૮. સ્થળ: હિંમતલાલ મુળચંદ શેઠ ૩૦૫, સિલ્વર કોર્ટ, દેવીદયાલ રોડ, બી. પી. એસ. કમ્પાઉન્ડ, દેવીદયાલ બસ ડેપોની બાજુમાં, મુલુન્ડ વે.

સ્થાનકવાસી જૈન
સાવરકુંડલા નિવાસી હાલ મીરા રોડ સ્વ. જયંતીલાલ માણેકચંદ બીલખીયાના પુત્ર ચંદ્રકાંતભાઇ (બબાભાઈ) બીલખીયા (ઉં.વ. ૮૦) ૨૩/૯/૨૪ના અરિહંતશરણ પામેલ છે. પ્રતિકભાઇ, સૌ. નિરાલી આકાશકુમાર ઝાટકીયાના પિતાશ્રી. સૌ. ચાંદનીના સસરા. સ્વ. ગુણવંતરાય બિલખીયા, સ્વ. ચંપકભાઈ બિલખીયા, સ્વ. શશીકાંતભાઇ બિલખીયા, સ્વ. કુસુમબેન મહેતા, શ્રીમતી અનસૂયાબેન બાવિશા, શ્રીમતી કોકિલાબેન સંઘરાજકા, અ.સો. રંજનબેન દેસાઈના ભાઈ. ભાવનગર નિવાસી સ્વ. ખાન્તિલાલ રતિલાલ શાહના જમાઈ. પ્રાર્થનાસભા તા. ૨૬/૯/૨૪ને ગુરૂવાર ૧૦ થી ૧૨. રાધાકૃષ્ણ બેન્કવેટ હોલ, કાસા ડેલા હોટલ પાછળ, અસ્મિતા સુપર માર્કેટ સામે, પૂનમ સાગર રોડ, મીરા રોડ.

ઝાલાવાડી સ્થા જૈન
લીંબડી નિવાસી હાલ બોરીવલીના સ્વ. શાંતાબેન મણિલાલ રતિલાલ શાહના પુત્ર ચંદ્રકાન્તભાઈ શાહ (ઉં.વ. ૭૫) તે મનીષાબેનના પતિ. હેમલ તથા કુશલના પિતા. સ્વ. પ્રમોદભાઈ, નીલાબેન રજનીકાંત શેઠ, સોનલબેન નરેન્દ્રભાઈ શાહના ભાઈ. સાસરાપક્ષે સ્વ. ઇન્દુબેન મનમંથભાઈ હરગોવિંદદાસ સંઘવી ધ્રાંગધ્રાના જમાઈ. ૨૩/૯/૨૪ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ઠે. બી ૫૦૩, શ્રીજી ટાવર, ડૉ. જરીવાલા લેબોરેટરી સામે, મંડપેશ્ર્વર રોડ, બોરીવલી વેસ્ટ.

કચ્છી વિશા ઓશવાળ જૈન
વાંકીના જીતેન્દ્ર ટોકરશી (બાબુભાઈ) છેડા (ઉં.વ. ૫૫) તા. ૨૪-૯-૨૪ના અવસાન પામેલ છે. પ્રભાવતીબેન ટોકરશી મેઘજી છેડાના સુપુત્ર. કવિતાના પતિ. મૈત્રી, વિવેકના પિતા. જયેશ, રેખા, બીનાના ભાઈ. રંજનબેન કુંવરજી વસનજી મામણીયાના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. ઘરે આવવાની તસ્દી લેવી નહીં. નિવાસ: માતુશ્રી પ્રભાવતીબેન ટોકરશી છેડા : ૧૦૧, ત્રિ-સંધ્યા, દાદા સાહેબ ફાલકે રોડ, દાદર (ઈસ્ટ).

લુણીના ધીરજ રામજી ગલીયા (ઉં.વ. ૬૭) તા. ૨૫-૯ના દેહ પરિવર્તન કરેલ છે. મણીબાઈ રામજીના પુત્ર. વર્ષાના પતિ. ચેતન, ડો. શીતલના પિતા. વસનજી, ભરત, લક્ષ્મી, ચંદન, સ્નેહાના ભાઈ. ઝવેરના દેર. ટુંડા ગંગાબાઈ કેશવજી રાયશીના જમાઈ. પ્રા. શ્રી. વ. સ્થા. જૈન શ્રા. સં. સં. કરસન લધુ નીસર હોલ, દાદર (વે), ટા. ૨થી ૩.૩૦.

ચીઆસરના કલાવંતીબેન મોહનલાલ ગડા (ઉં.વ. ૬૪) તા. ૨૫/૯/૨૪ના અવસાન પામેલ છે. પાનબાઈ વેરશીના પુત્રવધૂ. મંજલ રે. ભાણબાઈ પાસુના સુપુત્રી. મોહનલાલ વેરશીના ધર્મપત્ની. શિરીલ, વિવેક, કલ્પાના માતુશ્રી. મંજલ રે. ના કાંતીલાલ, લક્ષ્મીચંદ, પ્રેમજી, ધિરજ, ખારૂઆના પુષ્પાબેન ભાણજીના બેન. પ્રા. શ્રી વ.સ્થા.સં.સં કરસન લધુ નિસર હોલ. ટાઈમ : ૪ થી ૫.૩૦.

ગોધરાના કીર્તિકુમાર હંસરાજ વિસરીયા (ઉં.વ. ૮૨) તા. ૨૫-૯-૨૪ના અવસાન પામેલ છે. ભાણબાઇના પુત્ર. રસિકાબેનના પતિ. દેવાંગ, ડો. પલ્લવીના પિતા. વિશનજી, દેવકુંવર, ગુણવંતીના ભાઇ. કોડાયના ભચીબેન ડો. મોરારજી શાહના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. દેવાંગ વિસરીયા, બી-૬૦૧, ગૌરવ ગીત, ગૌરવ ગાર્ડન કોમ્પલેક્ષ, બંદર પખાળી રોડ, ચારકોપ, કાંદિવલી (વે).

દેવપુરના હેમરાજ ગણશી મોતા (ઉં.વ. ૮૫) તા. ૨૫-૯ના અવસાન પામેલ છે. દેવાબાઇ ગણશી મેઘજીના પુત્ર. લક્ષ્મીબેનના પતિ. નિતિન, રસીલાના પિતાશ્રી. નાનજી, નાગજી, નેણશી, ખેરાજ, શેરડીના હિરબાઇ વિસનજીના ભાઇ. કોટડા રોહાના દેવકાબેન મુરજી શામજી વિસરીયાના જમાઇ. પ્રા. પી.પી. ચેમ્બર, કે.ડી.એમ.સી. ઓફિસની બાજુમાં, ૩જે માળે, ડોંબિવલી (ઇ), સમય : ૩ થી ૪.૩૦.

છસરા હાલે વડોદરાના શશીકાંત ગંગર (ઉં.વ. ૬૯) તા. ૨૪-૯ના અવસાન પામેલ છે. માતુશ્રી મેઘબાઇ/મઠાંબાઇ નેણશી મેઘરાજ ગંગરના સુપુત્ર. પિતાતુલ્ય શાંતીલાલ, વિમળા, ભાનુ, કાંતી, અશોકના ભાઇ. ભોરારાના હાંસબાઇ દામજી મુરજીના દોહીત્ર. પ્રાર્થના રાખેલ નથી. ફોન-મેસેજ રૂબરૂ તુલ્ય. ઠે. ડો. અતુલ કે. શાહ, ૨૦, ઓમ પાર્ક, સ્ટેડીયમ, આકોટા, વડોદરા-૨૦.

ડોણના અ.સૌ. દમયંતીબેન હરખચંદ વીરા (ઉં.વ. ૭૨) ૨૪-૯ના મોક્ષમાર્ગે પ્રયાણ કરેલ છે. તેજબાઇ હીરજી વીરાના પુત્રવધૂ. હખરચંદના ધર્મપત્ની. બીપીન, નીતા, ચૈતાલીના. બાડાના માતુશ્રી દેવકાંબેન ખેરાજ રણશીના સુપુત્રી. બાડાના દેવચંદ, સ્વ. શાંતીલાલ, ગોધરાના પુષ્પા હરખચંદ, જયશ્રી હરેશના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. બીપીન વીરા, અર્થ રેસીડેન્સી, જે-૬૪૦, રતનનગર, દહીંસર (ઇસ્ટ).

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button