44 વર્ષ બાદ ચીને કર્યું ખતરનાક મિસાઇલ પરીક્ષણ: અમેરિકાને પણ ફફડાટ!
બેઇજિંગ: દક્ષિણ ચીન સાગરમાં ચાલી રહેલા તણાવ વચ્ચે ચીને DF-41 ઇન્ટરકોન્ટિનેન્ટલ મિસાઇલનું પરીક્ષણ કર્યું છે જે અમેરિકા સુધી નુકસાન પહોંચાડી શકે છે. ચીની મીડિયાએ રક્ષા મંત્રાલયને ટાંકીને કહ્યું કે આ 44 વર્ષ પછી થયું જ્યારે ચીની સેનાએ ગુપ્ત રાખ્યા વિના જ ઇન્ટરકોન્ટિનેન્ટલ મિસાઇલનું પરીક્ષણ કર્યું. આ ન્યુક્લિયર મિસાઈલ તાઈવાન, ફિલિપાઈન્સ અને અમેરિકન નેવલ બેઝ ગુઆમ નજીકથી પસાર થઈને પેસિફિક મહાસાગરમાં પડી હતી. આ મિસાઈલમાં ડમી પેલોડ હતું. 2017માં ચીની સેનાએ DF-41 મિસાઈલ અપનાવી હતી, જેની રેન્જ 12 હજારથી 15 હજાર કિમી છે.
આ પણ વાંચો: China એ પ્રશાંત મહાસાગરમાં ICBM મિસાઇલનું કર્યું પરીક્ષણ, આ દેશોની ચિંતા વધી
ચીનની આ નવીનતમ મિસાઈલ અમેરિકાની મુખ્ય ભૂમિમાં તબાહી મચાવી શકે છે. ઇન્ટરકોન્ટિનેન્ટલ મિસાઇલો સામાન્ય રીતે 5500 કિમી સુધીની રેન્જ ધરાવે છે અને તેને પરમાણુ હથિયારના વહન માટે ડિઝાઇન કરવામાં આવી છે. ચીનના સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે PLAના રોકેટ ફોર્સે આ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું છે. આ મિસાઈલ ચોક્કસ રીતે પૂર્વનિર્ધારિત વિસ્તારમાં પહોંચ્યા બાદ સમુદ્રમાં પડી હતી. ચીનના સંરક્ષણ મંત્રાલયે કહ્યું, ‘આ મિસાઈલ પરીક્ષણ PLAની વાર્ષિક સૈન્ય તાલીમ હેઠળ સામાન્ય વ્યવસ્થા છે. જેમાં શસ્ત્રોનું પ્રદર્શન અને સૈનિકોની તાલીમની અસરકારક કસોટી કરવામાં આવી હતી.
આ પણ વાંચો: સંરક્ષણ ક્ષેત્રમાં ભારતને મળી મોટી સફળતા, બે દિવસમાં બે મિસાઇલનું કર્યું સફળ પરીક્ષણ
44 વર્ષ બાદ કર્યું આંતરખંડીય મિસાઈલનું પરીક્ષણ:
ચીનના સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે પરીક્ષણ સફળ રહ્યું છે. ચીને 44 વર્ષમાં પહેલી વખત સમુદ્ર પરથી આંતરખંડીય મિસાઈલનું વાતાવરણીય પરીક્ષણ કર્યું છે. ચીને પ્રથમ વખત મે 1980માં ડીએફ-5નું પરીક્ષણ કર્યું હતું. ચીને તેની પ્રથમ ઇન્ટરકોન્ટિનેન્ટલ મિસાઇલ બનાવી હતી, જેની રેન્જ 9 હજાર કિમી હતી. ચીને આ મિસાઈલનું પરીક્ષણ એવા સમયે કર્યું છે જ્યારે સમગ્ર એશિયા પેસિફિક ક્ષેત્રમાં મિસાઈલ ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. ઉત્તર કોરિયાએ અગાઉ પણ ટૂંકા અંતરની મિસાઈલનું પરીક્ષણ કર્યું હતું. આ મિસાઈલ જાપાનની નજીક પહોંચીને સમુદ્રમાં પડી હતી.