ટોપ ન્યૂઝનેશનલ

મૈ…આતિશી…દિલ્લી વિધાનસભા જીતવા કેજરીવાલનું ‘ટ્રમ્પ કાર્ડ’…

દિલ્લીના નવા મુખ્યમંત્રી પદે આતિશી એ દિલ્લીના રાજભવનમાં આજે વિધિવત શપથ લઈ લીધા છે. તેમની સાથે ગોપાલ રાય, મુકેશ આહલાવત, કૈલાશ ગહલોત, ઈમરાન હુસેન અને સૌરભ ભારદ્વાજ એ શપથ ગ્રહણ કર્યા છે. 17મીએ પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના રાજીનામાં બાદ જ આતિશી એ રાજ્યપાલને મળીને શપથ ગ્રહણ માટે આજનો સમય માંગ્યો હતો. તમામ મંત્રીઓએ પદ અને ગોપનિયતાના શપથ લીધા હતા. પૂર્વ મુખ્યમંત્રી કેજરીવાલના 6 મહિનાના જેલવાસ દરમિયાન આતિશી પાસે 14થી વધુ વિભાગોનો હવાલો હતો. કેજરીવાલના અત્યંત વિશ્વાસુ એવા આતિશીને પાર્ટી મિટિંગ માં એક જ લાઇનના એજન્ડા સાથે મુખ્યમંત્રી બનાવવા માટે એલાન કરાયું હતું.

કેજરીવાલ કરશે ‘બેક સીટ ‘ડ્રાઈવિંગ-

ભાજપને હંફાવવાની ચાલ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના રાજીનામાં પછી હવે દિલ્હી સરકારનું સુકાન આતિશી માર્લેન સંભાળી લીધું છે .આજે આતિશી એ શપથ લીધા બાદ હવે તેનું પહેલું કામ દિલ્હીની મહિલાઓનો અવાજ બનવાનું છે. એક અંદાજ પ્રમાણે દિલ્હીમાં 68 લાખથી વધુ મહિલાઓ છે જે આગામી 4-5મહિનામાં યોજાનારી ચૂંટણીમા મતદાન કરશે. કેન્દ્રમાં ભાજપ અને સહયોગી દળની સરકાર હોવા છ્તાં દિલ્હીમાં જ ભાજપનું નામો નિશાન નથી, જે ભાજપને પણ ખટકે છે. પણ કેજરીવાલનો કોઈ તોડ મળતો નથી.

વિધાનસભા ચૂંટણીમા આતિશી સામે ભાજપનો ચહેરો કોણ ?

હવે આતિશી મુખ્યમંત્રી બની છે ત્યારે બેક સીટ ડ્રાઇવિંગ કેજરીવાલ જ કરશે. દિલ્લીની મહિલા સામે મહિલા ચહેરો ઉતારી ભાજપ ચૂંટણીનાં ચકરાવાને પોતાના પલડામાં લાવવા ભરપૂર મહેનત કરશે. આ માટે અત્યારે તદ્દન સરકારી ગતિવિધિ સિવાય તમામ બાબતોમાં પ્રવૃત એવા પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીને દિલ્હીમાં જવાબદારી સોંપાઈ શકે છે. અમેઠીમાં કારમી હાર પછી સ્મૃતિ ઈરાની લગભગ ક્યાંય દૃશ્યમાં નથી થતાં. એક તો પાર્ટીનો લોકપ્રિય ચહેરો અને વળી પાછો કેન્દ્રીય મંત્રી તરીકેનો બહોળો અનુભવ એટલે ભાજપ દમદાર મહિલા ચહેરા તરીકે આતિશી સામે સ્મૃતિ ઈરાની મેદાનમાં ઉતારી શકે છે.

ભાજપ સાથે કોંગ્રેસની પણ વધી છે મૂંઝવણ

દિવંગત કેન્દ્રિય મંત્રી સુષ્મા સ્વરાજના એડ્વોકેટ પુત્રી બાંસુરી સ્વરાજ ભલે રાજનીતિક પૃષ્ઠભૂમિ ધરાવતા હોય પણ રાજનીતીમાં હજુ શિખાઉ છે અને લોકસભા બેઠક જીતીને સાંસદ બન્યા છે. પાર્ટીની વિચારધારાને વરેલા છે એટલે ભાષણ દમદાર આપી શકે. પણ આતિશી સામે ટક્કર ના લઈ શકે તેવું જાણકારો પણ માને છે. જોકે સ્મૃતિ ઈરાની ને હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં કોઈ જવાબદારી સોંપાઈ નથી. અને એવી પણ સંભાવના છે કે મહારાષ્ટ્રમાં આ લોકપ્રિય ચહેરાને પાર્ટી ધૂયાધાર પ્રચારમાં જોતરી શકે છે. પણ જો દિલ્હી વિધાનસભા અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી એક સાથે થાય તો પાર્ટીની અસમંજસ વધી જશે.

Show More

Related Articles

Back to top button
આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ Antilia કરતાં પણ અનેક ગણું મોટું છે ભારતમાં આવેલું આ ઘર, એક વાર જોશો તો…