આમચી મુંબઈમહારાષ્ટ્ર

તસવીરો કહે છે દીકરી મલાઇકા-અમૃતા સાથે ઘનિષ્ઠ સંબંધ હતો પિતાનો, પછી કેમ આવું પગલું ભર્યુ…

મુંબઇઃ આજની સવાર બોલિવૂડની જાણીતી અભિનેત્રી મલાઇકા અરોરા માટે દુઃખદ સમાચાર લઇને આવી છે. મલાઇકાના પિતા અનિલ અરોરાનું બિલ્ડિંગના છઠ્ઠા માળેથી પડીને મૃત્યુ થયું. હાલમાં મલાઇકાની પિતા સાથેની તસવીરો વાઇરલ થઇ રહી છે, જેમાં તેનો પિતા સાથેનો બોન્ડ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો : મલાઈકા-અમૃતા પિતા અનિલ અરોરાના ઘરે પહોંચી; અર્જુન કપૂર, ખાન પરિવાર પણ હાજર…

હાલમાં તો એમ જણાવવામાં આવી રહ્યું છે કે મલાઇકાના પિતાએ છઠ્ઠા માળેથી કૂદીને આત્મહત્યા કરી છે. હાલમાં પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી છે, પણ એક દીકરી માટે આનાથી વધુ દુઃખની વાત શું હોઇ શકે. આ મામલાની જાણ થતાં મલાઇકાનો પૂર્વ પતિ અરબાઝ ખાન પણ તેના ઘરે પહોંચી ગયો હતો. હવે અભિનેત્રીના સ્વજનો અને મિત્રો પણ તેના ઘરે પહોંચી રહ્યા છે.

આપણે મલાઇકાની પિતા સાથેની કેટલીક તસવીરો જોઇએ, જેમાં પિતા-પુત્રીનો ઘનિષ્ઠ બોન્ડ જોવા મળી રહ્યો છે.

1) આ તસવીરમાં મલાઇકા તેના પિતા સાથે મસ્તીના મૂડમાં જોવા મળી રહી છે.

2)આ તસવીરમાં આખો પરિવાર એક સાથે જોવા મળે છે. કેટલો હેપ્પી અને સુખી પરિવાર દેખાય છે!

3) મલાઇકાના માતા-પિતાએ ઘણા વર્ષો મહેલા ડિવોર્સ લઇ લીધા હતા.. તેની માતા જોઇસ પોલીકાર્પે એકલા હાથે દીકરીઓને ઉછેરી છે.

4) આ બધી તસવીરો મલાઇકાએ ફાધર્સ ડે કે તેના પિતાના જન્મ દિવસ પર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી.
તસવીરો પરથી તો મલાઇકા-અમૃતાના પિતા સાથેના ભાવભર્યા સંબંધો જોવા મળે છે. તેથી એવો સવાલ થવો સ્વાભાવિક છે કે અનિલ અરોરાએ આત્મત્યા જેવું પગલું કેમ ભર્યું? તેમણે કોઇ સ્યુસાઇડ નોટ પણ છોડી નથી. જોકે, એમ કહેવાય છે કે તેઓ લાંબા સમયથી બીમાર હતા, જેને કારણે થોડા હતાશ હતા.

Show More

Related Articles

Back to top button
રિટાયર્ડ નેવી ઓફિસર હતા મલાઈકા અરોરાના પિતા, ક્યાં હતી મલાઈકા એ સમયે… સસ્તો આઉટફિટ, નો મેકઅપ લૂક અને તો ય આ રીતે લાઈમલાઈટ લૂંટી Isha Ambaniએ… પૈસાની તંગી દૂર કરશે આ ટીપ્સ આ રીતે ચલાવો AC,વિજળીનું બિલ ઘટશે