આમચી મુંબઈટોપ ન્યૂઝ

FinTech Fest: ‘જયારે મા સરસ્વતી બુદ્ધી વહેંચી રહ્યા હતા ત્યારે….’ વડા પ્રધાન મોદીએ આવું કેમ કહ્યું

મુંબઈ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મુંબઈની મુલાકાતે (PM Modi in Mumbai) છે, તેમણે Jio કન્વેન્શન સેન્ટરમાં આયોજિત ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2024(Global Fintech Fest 2024)માં હાજરી આપી. વડા પ્રધાન મોદીએ સંબોધનમાં ભારતમાં ફિનટેક ક્રાંતિનો ઉલ્લેખ કર્યો હતો. વડા પ્રધાને ફિનટેક ક્રાંતિ પર સવાલો ઉઠાવનારા નેતાઓ પર કટાક્ષ કર્યો અને કહ્યું કે આ લોકો કહેતા હતા કે ભારતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર નથી. જ્યારે માતા સરસ્વતી બુદ્ધિ વહેંચી રહ્યા હતા ત્યારે આવા લોકો રસ્તામાં ઉભા હતા.

સંબોધનની શરૂઆત કરતા વડા પ્રધાને કહ્યું કે આજે સપનાના શહેર મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટિવલ યોજાઈ રહ્યો છે. એક સમય હતો જ્યારે લોકો ભારતમાં આવતા હતા અને આપણી સાંસ્કૃતિક વિવિધતા જોઈને આશ્ચર્ય પામતા હતા. હવે જ્યારે લોકો ભારતમાં આવે છે, ત્યારે તેઓને આપણી ફિનટેકની વિવિધતા જોઈને આશ્ચર્ય થાય છે. એરપોર્ટ પર ઉતરવાથી માંડીને ખરીદી કરવા સુધી, ભારતની ફિનટેક ક્રાંતિ દરેક જગ્યાએ દેખાઈ રહી છે. છેલ્લા 10 વર્ષમાં ફિનટેક સેક્ટરમાં $31 બિલિયનનું રોકાણ કરવામાં આવ્યું છે.

વડાપ્રધાને ભારતમાં સસ્તા મોબાઈલ ફોન, ડેટા અને ઝીરો બેલેન્સ જનધન બેંક ખાતાનો ઉલ્લેખ કર્યો અને પછી વિપક્ષ પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું, “તમને યાદ હશે કે પહેલા કેટલાક લોકો સંસદમાં ઉભા રહીને પૂછતા હતા, જે લોકો પોતાને ખૂબ જ વિદ્વાન માનતા હતા તેઓ પૂછતા હતા. જ્યારે માતા સરસ્વતી જ્ઞાન વહેંચી રહી હતી, ત્યારે તેઓ રસ્તા પર ઉભા હતા. તેઓ કહેતા હતાં કે ભારતમાં એટલી બધી બેંક શાખાઓ, ઇન્ટરનેટ અને બેંકો નથી, તેઓએ તો એમ પણ કહેતા હતાં કે ભારતમાં વીજળી નથી.”

વડા પ્રધાન મોદીએ વધુમાં કહ્યું, “તેઓ કહેતા હતા કે ફિનટેક ક્રાંતિ કેવી રીતે થશે. મારા જેવા ચા વેચનારાને આ પૂછવામાં આવ્યું. પરંતુ આજે જુઓ, માત્ર એક દાયકામાં ભારતમાં બ્રોડબેન્ડ વપરાશકર્તાઓ 6 કરોડથી વધીને 94 કરોડ થઈ ગયા છે. આજે 18 વર્ષથી વધુ ઉંમરનો ભાગ્યે જ કોઈ ભારતીય હશે જેની પાસે ડિજિટલ ઓળખ નથી એટલે કે છેલ્લા 10 વર્ષમાં 53 કરોડથી વધુ લોકો બેંકિંગ સિસ્ટમ સાથે જોડાયેલા છે.’

તેમણે કહ્યું કે અમે સાયબર ફ્રોડ બંધ કરી દીધું છે. બેંકિંગ હવે દરેક ગામડામાં ફેલાઈ ગયું છે. ફિનટેકે નાણાકીય સેવાઓનું લોકશાહીકરણ કર્યું છે. આજે, સેંકડો સરકારી યોજનાઓનો લાભ ડિજિટલ માધ્યમથી ઉપલબ્ધ થઇ શકે છે. તેમણે કહ્યું કે આપણી બેંકિંગ સિસ્ટમ કોરોનાના પ્રતિકૂળ સમયમાં પણ કામ કરતી રહી. કરેંસી થી QR કોડ સુધીની સફરમાં સદીઓ લાગી પરંતુ હવે આપણે દરરોજ નવી વસ્તુઓ જોઈ રહ્યા છીએ.

તેમણે કહ્યું કે ફિનટેક ફેસ્ટનો આ પાંચમો સમરોહ છે, જ્યારે હું 10મીએ આવીશ ત્યારે તમે કલ્પના પણ નહીં કરી હોય કે તમે ત્યાં પહોંચી ગયા હશો. હું કેટલાક સ્ટાર્ટઅપ કરનારા લોકોને હોમવર્ક આપીને આવ્યો છું, એક વિશાળ ક્રાંતિ આવવાની છે અને આપણે તેનો પાયો અહીં જોઈ રહ્યા છીએ. મારી શુભેચ્છાઓ આ આત્મવિશ્વાસ આપની સાથે છે.

આ પણ વાંચો : પાકિસ્તાને વડા પ્રધાન મોદીને મોકલ્યું આમંત્રણ, પાકિસ્તાનમાં યોજાશે આ મહત્વની સમિટ…

નોંધનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી વર્ષોથી ફાઇનાન્સ ટેકનોલોજીના મહત્વ પર ભાર મુકતા આવ્યા છે. ગુજરાતના પાટનગર ગાંધીનગર પાસે બનાવવામાં આવેલું ફિનટેક હબ GIFT સીટી પણ વડા પ્રધાન મોદીનું જ વિઝન માનવા આવે છે.

Show More

Related Articles

Back to top button
ભારતની શાન છે આ રેલવે સ્ટેશન, દેશ-વિદેશથી જોવા આવે છે પર્યટકો… આ પેટ્સ ફિલ્મના સ્ટાર્સ કરતા કમ નથી બીજી સપ્ટેમ્બરના શુક્ર કરશે નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકો થશે માલામાલ… Vitamin B12ના બેસ્ટ સોર્સ છે આ Fruits, આજથી જ શરુ કરી દો સેવન…