ઉત્સવ

ગગનયાન મિશન અગાઉ ચંદ્રની રેકી કરવા જશે આપણો ગગનયાત્રી

ફોકસ -લોકમિત્ર ગૌતમ

ગ્રુપ કેપ્ટન પ્રશાંત બાલકૃષ્ણ નાયર, ગ્રુપ કેપ્ટન અજિત ક્રિષ્ણન, ગ્રુપ કેપ્ટન, અંગદ પ્રતાપ, વિંગ કમાન્ડર શુભાંશુ શુક્લા

અવકાશ ક્ષેત્રમાં ભારત સતત ઇતિહાસ રચી રહ્યો છે. ચંદ્રયાન-૩ અને આદિત્ય મિશનની સફળતા બાદ ઇસરોએ નાના સેટેલાઇટ લોન્ચ કરવા માટે એસએસએલવી-ડી ૩નું ત્રણ વખત સફળ લોન્ચિંગ કરીને સેટેલાઇટ લોન્ચિંગ બજારમાં પોતાને એક મોટા ખેલાડી તરીકે સ્થાપિત કર્યો છે. હવે આગામી માર્ચ એપ્રિલ ૨૦૨૫માં કેપ્ટન રાકેશ શર્મા બાદ બીજી વખત અવકાશ યાત્રા માટે કોઇ ભારતીયના રૂપમાં વિંગ કમાન્ડર શુભાંશુ શુક્લા પોતાના વૈકલ્પિક સાથી ગ્રુપ કેપ્ટન પ્રશાંત બાલકૃષ્ણ નાયર સાથે પોતાની તૈયારીઓને અંતિમ રૂપ આપી રહ્યા છે. અવકાશ ક્ષેત્રમાં ભારત દિવસે ને દિવસે નવી ઉંચાઇ હાંસલ કરી રહ્યુ છે. કેટલાક દિવસો અગાઉ ઇસરોના વડા એસ.સોમનાથે પોતાના એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ઇસરોનું આગામી મૂન મિશન ચંદ્રયાન ૪ છે. જે શિવ શક્તિ પોઇન્ટથી પૃથ્વી પર ચંદ્રમાના કેટલાક મહત્વપૂર્ણ નમૂનાઓને લઇને આવશે. પરંતુ આ અભિયાનનું આપણું અંતિમ શિખર તો ગગનયાન છે. જેમાં ભારત પોતાની ટેકનોલોજી અને પોતાના જ રોકેટથી પોતાના ચાર ગગનયાત્રીઓ અથવા એસ્ટ્રોનોટ્સને અવકાશમાં મોકલશે. તેના કેટલાક વર્ષોમાં ભારતનો કોઇ અવકાશયાત્રી ચંદ્રની ધરતી પર ઉતરશે. પરંતુ હાલમાં તો ભારત જ નહી ચીન અને અન્ય દેશોના અવકાશયાત્રીઓની નજરોમાં ભારતનો બીજો અવકાશયાત્રી છે પોતાના મહત્વકાંક્ષી મિશનો માટે પુરી તૈયારી સાથે અવકાશ સ્ટેશન જઇ રહ્યો છે.

વાસ્તવમાં આજે ઇસરો અને નાસાના સંયુક્ત મિશન હેઠળ ભારતના જે ગગનયાત્રી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન જઇ રહ્યા છે તેના સંબંધમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ બાઇડને અગાઉ જાહેરાત કરી હતી. બાદમાં બંન્ને દેશોની સ્પેસ એજન્સીઓ તેના પર કામ શરૂ કર્યું હતું. અનેક મહિનાઓની તૈયારી અને ટ્રેનિંગ બાદ ભારત તરફથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન માટે અંતિમ રૂપથી કેપ્ટન શુભાંશુ શુક્લા અને ગ્રુપ કેપ્ટન પ્રશાંત બાલકૃષ્ણન નાયરની પસંદગી કરાઇ હતી. જેમાં પ્રથમ પસંદગી ગ્રુપ કેપ્ટન શુક્લા છે. કોઇ અનહોનીના કિસ્સામાં કેપ્ટન નાયર રિઝર્વ ગગનયાત્રી હશે. આ બેની પસંદગી આ મિશનની સહાયક અને નાસા દ્ધારા માન્યતા પ્રાપ્ત સેવા પ્રદાતા કંપની એક્સિઓમ સ્પેસ ઇંકની મદદથી કરાઇ હતી. ઇસરોના માનવ અંતરિક્ષ ઉડાન કેન્દ્રએ આઇએસએસ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન માટે પોતાના ચોથા મિશનની તૈયારી કરતી અમેરિકાની એક્સિઓમ સ્પેસ ઇંક સાથે એક અવકાશ ઉડાણ કરાર થયા છે. આ એક્સિઓમ સ્પેસ ઇંકનું ચોથું સ્પેસ મિશન છે.

નોંધનીય છે કે આ અગાઉ ૩ એપ્રિલ ૧૯૮૪ના રોજ ભારત તરફથી ત્યારે ઇતિહાસ રચાયો હતો જ્યારે સ્ક્વોર્ડન લીડર રાકેશ શર્મા સોવિયત રશિયાના એક રોકેટ પર અવકાશ માટે ઉડાણ ભરી હતી. આ રીતે તેઓ ભારતના પ્રથમ ગગનયાત્રી બન્યા હતા. રાકેશ શર્મા સોવિયન અવકાશ સ્ટેશન પર ૭ દિવસ અને ૨૧ કલાક રહ્યા હતા. અવકાશ યાત્રીના રૂપમાં તેમની પસંદગી રવિશ મલ્હોત્રા સાથે થઇ હતી. મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સે આ બંન્નેની પસંદગી એટલા માટે કરી હતી તેમાંથી કોઇ એક ભારતનો પ્રથમ અવકાશયાત્રી બનશે. જ્યાં સુધી વર્તમાન ગગનયાત્રી મિશનની વાત છે તો તે અંગે એસ.સોમનાથ કહે છે કે આજકાલ અમેરિકામાં મોટાભાગના અવકાશ મિશન પ્રાઇવેટ એજન્સીઓ મારફતે થાય છે. નાસા આ એજન્સીઓ મારફતે પોતાના વૈજ્ઞાનિકોને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન મોકલે છે. જેના માટે એજન્સીઓને પેમેન્ટ આપવામાં આવે છે. આપણે પણ એક મિશન માટે એજન્સીને રૂપિયા આપી રહ્યા છીએ.

જોકે આ મિશન પર વધારાના ખર્ચને લઇને લોકો સવાલ ઉઠાવે છે. તેમનું કહેવું છે કે જ્યારે આપણે ગગનયાન લોન્ચ કરવાનું છે ત્યારે આપણે ગગનયાત્રી મિશન હેઠળ ભારતીય અવકાશયાત્રીઓને કોઇ એજન્સી મારફતે અવકાશમાં કેમ મોકલી રહ્યા છીએ. જેના પર ઇસરો ચીફે કહ્યું કે હજુ સુધી આપણામાં એ ક્ષમતા નથી પરંતુ આપણે ઝડપથી આગળ વધી રહ્યા છીએ. પરંતુ હજુ ગગનયાન મિશન પુરુ થયું નથી, તેમાં કાંઇ ખોટું નથી કે આપણે થોડા રૂપિયાનો ખર્ચ કરીને કુશળતા હાંસલ કરી
લઇ. ગગનયાત્રી મિશનમાં જે અવકાશયાત્રીઓને મોકલવામાં આવી રહ્યા છે તેમના અનુભવોથી આપણા મિશનમાં ફાયદો થશે. કુલ મળીને જોઇએ તો ગગનયાન મિશન અગાઉ આપણો ગગનયાત્રી એક રીતે પોતાના મિશનની કુશળતાને અંજામ આપવા માટે રેકી કરવાના મિશન પર છે.

એટલા માટે એ મહત્વપૂર્ણ છે કે આ ગગનયાત્રી મિશન કોઇ ટુરિસ્ટ મિશન નથી. આ વાસ્તવમાં એક સાઇન્ટિફિક મિશન હશે. એસ.સોમનાથે કહ્યું કે આ એક સાઇન્ટિફિક મિશન હશે. એટલા માટે તેની ટ્રેનિંગ ખૂબ મહત્વપૂર્ણ છે. આ મિશન દરમિયાન એક કે બે નહી પાંચ મહત્વપૂર્ણ સાઇન્ટિફિક પ્રયોગ કરાશે. જેમાં ઇસરો અને નાસાના આ અવકાશયાત્રીઓ ભાગ લેશે. એવો અનુભવ થશે કે ત્યાં કેવા પ્રયોગો કરવાના છે. ઝીરો ગ્રેવિટીમાં કેવી રીતે કામ કરવાનું છે અને કેવી વિપરિત પરિસ્થિતિઓનો સામનો કરવાનો છે. એ તમામ મહત્વપૂર્ણ જાણકારીઓ આપણને ગગનયાત્રી મિશનમાં મળશે જેનો ફાયદો આપણને આપણા ગગનયાન અભિયાનમાં મળશે.

આપણા ગગનયાન મિશનની તૈયારીઓ ચાલી રહી છે. એવામાં આપણા બે ગગનયાત્રીઓ ત્રણ મહિના સુધી અમેરિકામાં જે ટ્રેનિંગ લઇ રહ્યા છે. તે આપણા ખૂબ કામમાં આવશે. આપણી કુશળતાને આ ટ્રેનિંગ વધુ ધાર આપશે. આપણું આગામી મિશન જીવન’ છે. આ વાસ્તવમાં એક અનમેન ક્રૂ મિશન છે. જેની તૈયારીઓ લગભગ થઇ ચૂકી છે. તેમાં વ્યો મમિત્રાનું એક્ટિવ મોડલ છે. આપણે તેને ઓર્બિટલમાં મોકલીશું. સાથે તેને પાછું પણ લાવવાનું છે. ત્રીજુ એક્સપોસેટ મિશનમાં આવનારી સમસ્યાઓ માટે છે. આ સ્થિતિઓમાં ઉજ્જવળ ખગોળીય એક્સ રે સ્ત્રોતોની વિવિધ ગતિશીલતાનો અભ્યાસ કરવા માટે ભારતનો પ્રથમ સમર્પિત ધ્રુવમાપી મિશન છે. ગગનયાત્રી મિશન આપણા આવનારા મિશનોને અનુભવ આપશે. આ અવકાશ સંશોધનમાં પણ મહત્વપૂર્ણ મિશન સાબિત થશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button