સ્પોર્ટસ

જોઈ લો મોહમ્મદ શમીનો ન્યૂ લુક, વાળ કપાવવાના તેણે ચૂકવ્યા રૂપિયા…

મુંબઈ: ફાસ્ટ બોલર મોહમ્મદ શમી 2023માં ભારતમાં રમાયેલા વન-ડે વર્લ્ડ કપ પછી ભારતીય ટીમની બહાર છે. તે ફુલ ફિટનેસ સાથે પાછો રમવા ઉત્સુક હતો જ, હવે તે ન્યૂ લુકમાં પણ આવી ગયો છે એટલે બહુ જલદી ચાહકોની વચ્ચે આવવા આતુર છે.

શમીએ મશહૂર હેર-સ્ટાઇલિસ્ટ આલિમ હકીમ પાસે હેર કટ કરાવ્યા છે. કહેવાય છે કે શમીએ હેર કટિંગના એક સેશન માટે એક લાખ રૂપિયા આપ્યા છે.

તેણે ન્યૂ લુકવાળી પોતાની તસવીર સોશિયલ મીડિયા પર શૅર પણ કરી છે. તેના આ ન્યૂ લુક પર તેના ઘણા ચાહકોએ કમેન્ટ પણ કરી છે. પાંચ લાખથી પણ વધુ લોકોએ તેની તસવીરને લાઇક કરી છે.

આ પણ વાંચો: Mohammed Shami: મોહમ્મદ શમીએ નેટ પ્રેક્ટીસ શરુ કરી, આ સિરીઝથી ટીમ ઈન્ડિયા માટે રમી શકે છે

આલિમે અગાઉ એમએસ ધોની, યુવરાજ સિંહ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા તેમ જ બૉલીવૂડ-સ્ટાર્સ સુનીલ શેટ્ટી, રણવીર સિંહ, વિકી કૌશલના પણ હેર કટ કર્યા હતા.

2023ના વન-ડે વર્લ્ડ કપના તમામ બોલર્સમાં શમીની 24 વિકેટ હાઈએસ્ટ હતી. જોકે ભારત ફાઇનલમાં ઑસ્ટ્રેલિયા સામે હારી જતાં શમી હતાશ થઈ ગયો હતો. એ વર્લ્ડ કપ પછી તેણે સર્જરી કરાવી હતી.

શમી 64 ટેસ્ટમાં 229 વિકેટ, 101 વન-ડેમાં 195 અને 23 ટી-20માં 24 વિકેટ લઈ ચૂક્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button