આપણું ગુજરાતગાંધીનગર

કોલેજના વિદ્યાર્થીઓના અકસ્માતે મૃત્યુ પર સરકાર ચૂકવશે એક લાખનું વીમા કવચ!

ગાંધીનગર: વિધાનસભા ગૃહ ખાતે ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નના ઉત્તરમાં શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ જણાવ્યું હતું કે, કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના અકસ્માતે મૃત્યુ થાય તેવા વિદ્યાર્થીઓના વાલીઓને રાજ્ય સરકાર “શહીદ વીર કિનારીવાલા યોજના હેઠળ રૂ. ૧,૦૦,૦૦૦ નું વીમા કવચ પૂરું પાડવામાં આવે છે. વર્ષ ૨૦૨૨-૨૩માં રાજ્યભરમાં મૃત્યુ પામેલા ૧૪ વિદ્યાર્થીના વાલીઓને કુલ રૂ. ૧૪,૦૦,૦૦૦ તેમજ વર્ષ ૨૦૨૩-૨૪માં ૧૭ વિદ્યાર્થીઓના વાલીઓને કુલ રૂ. ૧૭,૦૦,૦૦૦ ની સહાય ચૂકવવામાં આવી છે.

તેમણે ઉમેર્યું હતું કે, વિદ્યાર્થીઓ ના અકસ્માત મૃત્યુ બાદ વાલીને અપાતી સહાયમાં રાજ્ય સરકારે કોઈપણ પ્રકારની આવક મર્યાદા રાખી નથી. અકસ્માતથી મૃત્યુ અને કાયમી અપંગતાના કિસ્સામાં ઉપરાંત બે આંખ, બે હાથ અને બે પગ ગુમાવવાના કિસ્સામાં રૂ. ૧,૦૦,૦૦૦ જ્યારે, એક અંગ ગુમાવવાના કિસ્સામાં રૂ. ૫૦,૦૦૦ ની સહાય ચૂકવવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે, આ યોજના અમલમાં આવી ત્યારે વિદ્યાર્થીના વાલીઓને રૂ. ૫૦,૦૦૦ની સહાય આપવામાં આવતી હતી, ત્યારબાદ રાજ્ય સરકારે તેમાં વધારો કરીને રકમ રૂ. ૧,૦૦,૦૦૦ કરવામાં આવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button