હિન્દુ મરણ
કોળી પટેલ
ગામ-ખરસાડ, ઓરીફળિયાના સ્વ. મણીબેન બુધાભાઈ પટેલની દીકરી તથા સ્વ. બાબુભાઈ ભાણાભાઈ પટેલના ધર્મપત્ની જશુબેન (ઉં.વ. ૮૩) રવિવાર, તા. ૧૮-૮-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. તેઓ સ્વ. વર્ષાબેન, દીપકભાઈ, નરેન્દ્રભાઈ, સ્વ. અજીતભાઈના માતુશ્રી. તે ભાવનાબેન, લતાબેન, સમીરભાઈના સાસુજી. રિતેશ, યશ, કેવલ, નિશીના દાદી. બળવંતભાઈ, સ્વ. રમણભાઈ, વસંતભાઈ, સ્વ. શાંતાબેન, સ્વ. વિનુબેન, હંસાબેન, ભારતીબેનના ભાભી. લૌકિક વ્યવહાર બંધ છે.
હાલાઈ ભાટિયા
ગં. સ્વ. કુમુદ (વીરબાળા) કનુભાઈ પ્રાગજી સંપટ (ઉં. વ. ૮૩) તે સ્વ. કાશીબેન નરોત્તમદાસ આશરના પુત્રી. તે સ્વ. દિપકભાઈ અને સ્વ. અશોકભાઈના બેન. તે જયેશ, રાજેશ, અ. સૌ. અવની હિતેશ પુરેચાના માતા. અ. સૌ. જ્યોતિ અને અ. સૌ. રીટાના સાસુ. સ્વ. મિનાક્ષી મોરારજી, સ્વ. માલતીબેન લક્ષ્મીદાસ, સ્વ. દમુબેન વિજયસિંહ, ગં. સ્વ. જ્યોત્સના મંગલદાસ, અ.સૌ. નયના ધીરેનના ભાભી તા. ૨૦-૮-૨૪ મંગળવારના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા શુક્રવાર, તા. ૨૩-૮-૨૪ના ૫ થી ૬.૩૦. સ્થળ- મુક્તિધામ જોશી જાગીર હોલ, શાંતિધામ, સહાર રોડ, ચકાલા, પારસીવાડા, અંધેરી (પૂર્વ). લૌકિક વ્યવહાર બંધ છે.
કપોળ
અહિલ્યાનગર નિવાસી ગં. સ્વ. ચંદ્રિકાબેન હસમુખરાય જાંગલા (ઉં. વ. ૯૨) તા. ૧૭-૮-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે શાંતાબેન અને ગુલાબરાય મુનિની દીકરી. ગં. સ્વ. નીલા, જયંત, ગં.સ્વ. દક્ષા, અતુલ, મેઘાના માતુશ્રી. રમેશભાઈ મુનિ (મુંબઈ)ના મોટા બહેન. નીતાના સાસુ. પ્રાર્થનાસભા તા. ૨૨-૮-૨૪ના રોજ સમય ૫થી ૭. સ્થળ – સરદાર પટેલ મંગલ કાર્યાલય, તિલક રોડ, રાજ પેલેસની બાજુમાં, અહિલ્યાનગર.
કપોળ
સાવરકુંડલા નિવાસી હાલ મુંબઈ સ્વ. ગુલાબબેન લક્ષ્મીદાસ મોદીના સુપુત્ર શ્રી રશ્મીકાંત મોદી (બાબુલભાઈ) (ઉં. વ. ૭૫) તે તા. ૧૭-૮-૨૪ને શનિવારના મુંબઈ ખાતે શ્રીજીચરણ પામેલ છે. તે રસીલાના પતિ. તે આશિત, દેવેન તથા ભાવિનના પિતાશ્રી. તે ધૃતી, બિજલ તથા ઝીનલના સસરા. રમેશ, સ્વ. ભરત, ગં.સ્વ. પુષ્પાબેન, સ્વ. નીલીનીબેન, ગં.સ્વ. જ્યોત્સના બેન તથા સ્વ. કલ્પનાબેનના ભાઈ. સસરા પક્ષે મહુવાવાળા જયંતીલાલ પ્રભુદાસ સંઘવીના જમાઈ. સર્વ પક્ષની પ્રાર્થનાસભા તા. ૨૨-૮-૨૪ને ગુરુવારના ૫.૦૦થી ૭.૦૦ સ્થળ: મધુબાગ, સી.પી. ટેંક સરકલ મધ્યે રાખેલ છે. સર્વ લૌકિક પ્રથા બંધ રાખેલ છે.
રૂખી
ગામ ડુમરાલના વતની હાલ મુંબઈના સ્વ. કિશન મથુર વાઘેલા અને સ્વ. લક્ષ્મીબેન વાઘેલાના જેયષ્ઠ પુત્ર ચિમન વાઘેલાનું નિધન તા. ૧૮-૮-૨૪, રવિવારના થયેલ છે. તે તુલસીદાસ, સ્વ. હિરાલાલ, પ્રકાશભાઈ અને સુરેશભાઈના સાળા. રધિકા, લીલાબેન, નીરુ, ઉષાના ભાઈ. માનિનિના પતિ. નેહા અને નિખિલના પિતા. ચિમન મથુર વાઘેલાના ભત્રીજા. તેમના સુતક સુવાળા અને લૌકિક ક્રિયા. સ્થળ: બી-૧/૧૦૧ મ્હાડા કોલોની, ગુલમોર સોસાયટી, ક્ધનમવાર નગર-૨, ઉત્કર્ષ શાળાની સામે, વિક્રોલી (પૂ) તા. ૨૨-૮-૨૪, ગુરુવારના ૪.૦૦થી ૮.૦૦.
હાલાઈ લોહાણા
કરાચીવાળા સ્વ. ખિમજી ભાણજી રાચ્છના પુત્ર સ્વ. રમેશભાઈ (ઉં.વ. ૬૮) તા. ૨૦-૮-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે હંસાબેનના પતિ. પીયુષ તથા ચિંતનના પિતાશ્રી. કૃપાલી તથા તન્વીના સસરા. જુગલકિશોર, દિલીપભાઈ, નિરૂબેન અને મીનાબેનના ભાઈ તથા મયાબેન વલ્લભદાસ ગોકાણીના જમાઈ. પ્રાર્થનાસભા તા. ૨૩-૮-૨૪ના ૪.૦૦થી ૬.૦૦ બાલક્ધજીબારી હોલ, રાજાવાડી ગાર્ડન સામે, ઘાટકોપર (ઈસ્ટ).
હાલાઈ લોહાણા
કરાચીવાળા (મૂળ ગામ જોડીયા) હાલ-કાંદિવલી નિવાસી ભૂપેન્દ્રભાઈ જીવનદાસ દક્ષીણી (ઉં.વ. ૯૩) ગં.સ્વ. અનસુયાબેનના પતિ. યોગેશ, અજય તથા જયેશના પિતાશ્રી. રીટા, વૈશાલી તથા નેહલના સસરા. ચાંદની મંથનકુમાર દોશી, કરણ, વિરજ તથા પલકના દાદા. સ્વ. ભાનુબેન નટવરલાલ, સ્વ. દમયંતીબેન મુકુંદભાઈ, ગં.સ્વ. શારદાબેન નારાયણના ભાઈ. રાજકોટાવાળા ભગત મોરારજી કેશવજી કોટકના જમાઈ તા. ૧૮-૮-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૨૨-૮-૨૪, ગુરુવારના ૫.૦૦થી ૭.૦૦ સ્થળ: લોહાણા બાળાશ્રમ હોલ, મંજુભાઈ દતાણી માર્ગ, મથુરાદાસ એક્સટેન્શન રોડ, અતુલ ટાવરની પાસે, કાંદિવલી (વે).
કચ્છી ભાટિયા
ઘાટકોપર નિવાસી સ્વ. માલતીબેન મુલરાજ સંપટના સુપુત્ર કીરણ સંપટ (ઉં. વ. ૭૧) તે પ્રિતીના પતિ. દ્વારકેષ (બંટી), નિધીના પિતાશ્રી. સૌ. ઉજવલા અને કાર્તિકના સસરા. સ્વ. મનુભાઈ જશાણીના જમાઈ. તે હરેશ, કિરીટ, રાજનના ભાઈ. કીયારાના દાદા મંગળવાર, તા. ૨૦-૮-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તેમ જ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોઘારી દશા શ્રીમાળી વણિક
મહુવા નિવાસી હાલ-દહાણુ રોડ સ્વ. રમેશભાઈ જુગલદાસ પારેખ તેમજ ગં.સ્વ. દક્ષાબેનના પુત્ર ચિ. નિખિલ (ઉં.વ. ૪૭) તે જાગૃતિ જતીન શાહ તેમ જ ચેતનના ભાઈ, હર્ષદભાઈ તેમજ સ્વ.ભૂપેન્દ્રભાઈના ભત્રીજા. તા. ૧૮-૮-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
વિશા વાયડા વણિક
મુંબઈ નિવાસી (વિલેપાર્લા પશ્ર્ચિમ), સ્વ. નિર્મલાબેન શાંતિલાલ શાહના સુપુત્ર મંજુલભાઈના ધર્મપત્ની મમતાબેન (માલીનીબેન), (ઉં.વ. ૭૧) તા. ૨૦-૮-૨૪ને મંગળવારના શ્રીજીચરણ પામ્યા છે. તે ખ્યાતિ અને હેમાલીના માતુશ્રી. તે આનંદ ત્રિવેદી અને ગૌરાંગ શાહના સાસુ. તે વીર ત્રિવેદીના નાની. તે જયશ્રી નરેન્દ્ર કોઠારીના ભાભી તથા પિયર પક્ષે સ્વ. અરવિંદબેન રવીકાંત ગાંધીના સુપુત્રી. સર્વે લૌકિક પ્રથા બંધ રાખેલ છે.
હાલાઈ લોહાણા
માળીયાહાટીના નિવાસી હાલ મુંબઈ અમૃતલાલ ભગવાનજી ઉનડકટ (ઉં.વ. ૮૧) તા. ૨૦/૮/૨૪ના શ્રીજીચરણ પામેલા છે. તે લતાબેનના પતિ. સંગીતા, કલ્પેશ અને જતીનના પિતા. ધીરજલાલ, મુકેશભાઈ, જસવનતિબેન ગોકળદાસ લુક્કા, પુષ્પાબેન મહેશકુમાર જોબનપુત્રાના ભાઈ. રેખા અને તનિષાના સસરા. ચિરાગ, અયાંશ અને અંશના દાદા. તે સતાપરવાળા ગોરધનદાસ લાધાભાઈ કક્કડના જમાઈ. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વહેવાર બંધ છે.
કપોળ
નાલાસોપારાવાળા વર્ષાબેન હેમંતભાઈ મહેતા (ઉં.વ. ૬૬) ૧૯/૮/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે રાજુલાવાળા સ્વ. જયાલક્ષ્મી તથા સ્વ. ત્રંબકલાલ ગોપાળજી સંઘવીના દીકરી. માનસી હાર્દિક પરીખના માતુશ્રી. ચારૂ અતુલ પારેખ, જગદીશ, હર્ષા મનોજ દોશી, જીજ્ઞા શરદ પારેખના બહેન. સ્મિતાના નણંદ. મોસાળપક્ષે લૂણીધારવાળા સ્વ. પ્રભુદાસ હરખજી મહેતાના ભાણેજ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
બ્રહ્મભટ્ટ સમાજ
મૂળ વતન ખંભાત નિવાસી હાલ મલાડ, મુંબઈ સ્વ. વીણાબેન બિપીનચંદ્ર રાવના સુપુત્ર પંકજ બિપીનચંદ્ર રાવ (ઉં.વ. ૬૧) તા. ૧૬-૮-૨૪ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તે ભાસ્કરભાઈ તેમ જ નવીનભાઈ રાવના ભત્રીજા. સ્વ. ઈન્દુબેન હસમુખભાઈ ચાંગાણીના જમાઈ. દક્ષાબેનના પતિ. પ્રણવના પિતાશ્રી. મોનલના સસરા. તેમની પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૨૨-૮-૨૦૨૪ના રોજ સાંજે ૫થી ૭ રાખેલ છે. ઠે. એન.એલ. કૉલેજ, એસ.વી. રોડ, સપના હોટલની સામે, મલાડ (વે.).
શ્રીમાળી સોની
હાલ મલાડ કડી નિવાસી અરુણકુમાર ચુનીલાલ સોની (ઉં.વ. ૮૧) તે ૨૦/૮/૨૪ના દેવલોક પામેલ છે. તે શર્મિષ્ટાબેનના પતિ. અમિત તથા મોનાના પિતા. કાજલ તથા મિતેશકુમાર ઝવેરીના સસરા. વિનીશા, વિહાનના દાદા. પરીનના નાના. વિક્રોલી મુંબઈ નિવાસી સ્વ. પુષ્પાબેન જયંતીલાલ ઝવેરીના મોટાજમાઈ. પ્રાર્થનાસભા ૨૨/૮/૨૪ના ૫ થી ૭. કડિયાવાડી, બીજે માળે, મામલતદાર વાડી રોડ નં ૩, મલાડ વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ છે.
કપોળ
અમરેલીવાળા સ્વ. પ્રવીણભાઈ જેઠાલાલ મહેતાના ધર્મપત્ની ગં.સ્વ. રેખાબેન (ઉં.વ. ૭૧) ૧૯/૮/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે વિનુભાઈના નાનાભાઈના પત્ની. જાફરાબાદવાળા ઈશ્ર્વરલાલ દેવકરણ મહેતાના સુપુત્રી. હીનાબેન, વંદનાબેન, વિક્રમભાઈના માતુશ્રી. ચેતનભાઈ, કલ્પેશભાઈ તથા આરતીના સાસુ. પ્રાર્થનાસભા ૨૩/૮/૨૪ના ૪ થી ૬. પાવનધામ, મહાવીર નગર, કાંદિવલી વેસ્ટ.
લુહાર સુથાર
ગામ સાવરકુંડલા નિવાસી હાલ દહિસર દેવીદાસ રણછોડભાઈ પરમારના ધર્મપત્ની અ.સૌ. કંચનબેન પરમાર (ઉં.વ. ૭૮) તે ૨૦/૮/૨૪ના રામશરણ પામેલ છે. સ્વ. શરદભાઈ, ધવનભાઈ, કલ્પેશભાઈ, વિજયભાઈના માતુશ્રી. જયશ્રીના સાસુ. પિયરપક્ષે સ્વ. ગોકળભાઈ જેરાજભાઈ ડોડીયા અમરેલીવાળાના દીકરી. સ્વ. નારણભાઈ, નરોત્તમભાઇ, સ્વ. ચંદુભાઈના બહેન. પ્રાર્થનાસભા ૨૨/૮/૨૪ના ૫ થી ૭. લુહાર સુથાર વેલ્ફેર સેન્ટર, કાર્ટર રોડ ૩, અંબામાતા મંદિર પાસે, બોરીવલી ઈસ્ટ.
સોરઠીયા બ્રહ્મક્ષત્રિય
સ્વ. સુરેન્દ્રભાઈ ચંદુલાલ મણિયાર હાલ અમદાવાદ (ઉં.વ. ૮૩) ૧૨/૮/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. ચંદ્રકાંતભાઈ, સ્વ. દિનેશભાઇ, અશ્ર્વિનભાઇ, સ્વ. મધુબેન દિનેશભાઇ છાટબાર, સ્વ. ઉષાબેન પ્રદીપકુમાર બોસમીયાના મોટાભાઈ. મણિલાલ શામજીભાઈ પડિયાના જમાઈ. ગોરધનદાસ ઠાકરશી સોનેજીના ભાણેજ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
લુહાર સુથાર જ્ઞાતિ
ગામ મહુવાવાળા હાલ મીરા રોડ સ્વ. જમનાબેન તથા સ્વ. અ. અમૃતલાલ બાઉભાઈ ચૌહાણના પૌત્ર તથા વર્ષાબેન પ્રદીપભાઈ (રાજુભાઈ) ચૌહાણના પુત્ર વિરેન (બોબી) (ઉં.વ. ૨૬) સોમવાર, તા. ૧૯-૮-૨૪ના શ્રી રામશરણ પામેલ છે. હિરેન, સ્વ. સોનીબેન, ક્રિષ્ના રિદ્ધિના ભાઈ. સ્વ. વિનોદભાઈ, ઉમેશભાઈ, ચેતના પ્રીતમકુમાર પટેલ તથા મધુબેનના ભત્રીજા. સાવરકુંડલાવાળા વસંતભાઈ, મનોજભાઈ હરિલાલ ચુડાસમાના ભાણેજ. પ્રાર્થનાસભા શુક્રવાર, તા. ૨૩-૮-૨૪ના ૫ થી ૭. સ્થળ: લુહાર સુથાર જ્ઞાતિ વેલ્ફેર સેન્ટર, કાર્ટર રોડ નંબર ૩, અંબાજીમંદિર પાસે, બોરીવલી પૂર્વ.
દસા સોરઠિયા વણિક
ચિતલ નિવાસી હાલ ભાયંદર મિતેશભાઈ ઘીયા (ઉં.વ. ૬૭) તે સ્વ. પ્રભાબેન તથા સ્વ. હક્મીચંદ ઝવેરચંદ ઘીયાના પુત્ર. રમેશભાઈ, આશિતભાઇ, ભારતનભાઈ, સ્વ. કુસુમબેન અનંતરાય, કુમુદબેન મનસુખભાઈ, સ્વ. પન્નાબેન દિલીપભાઈ, જયશ્રીબેન પ્રવિણભાઈ, ભારતીબેન પ્રકાશભાઈ, મીનાબેન નયનભાઈના ભાઈ. ચંદ્રિકાબેન, સ્વ. જ્યોતીબેન, મયુરીબેનના દિયર. સીમા, નંદા, જીગ્નેશ, ધવલ, ક્રૂતીકા જુગલ, હર્ષલના કાકા તા. ૧૯-૮-૨૪, સોમવારના શ્રીજીચરણ પામેલ છે. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ છે.
નવગામ ભાટીયા
પુષ્પાબેન વેદ (ઉં.વ. ૮૯) જોડીયાવાળા-હાલ લંડન સ્વ. જનાર્દન લીલાધર વેદના ધર્મપત્ની. તે જયેન્દ્ર, મંજરીના માતા. સુચિતાના સાસુ. તે શિવાની, રોશનીના દાદી. સ્વ. વિનોદચન્દ્ર લાલજીભાઈ પારેખ (નેગાંધી) (લાલપરવાળા)ના બેન તા. ૨૬-૭-૨૪ના લંડન મુકામે શ્રીજીચરણ પામેલ છે. લૌકિક પ્રથા બંધ છે.
શ્રીમાળી સોની
વેરાવળ નિવાસી હાલ મીરારોડ મધુસુદન અમૃતલાલ લાલજી ઘેડીયા (ઉં.વ. ૭૫) તે તરુણાબેનના પતિ. જીજ્ઞેશ, અલ્પેશ તથા ભાવેશના પિતા. દક્ષા, દિવ્યા તથા પ્રિતીના સસરા. કિશોરભાઈ, બિપિનભાઈ, સ્વ. રમાબેન રમેશચંદ્ર લાઠીગ્રા, સ્વ. પ્રફુલાબેન જગદીશકુમાર રાજપરાના મોટાભાઈ. સ્વ. અમૃતબેન હીરાચંદ સોમેજીયા માળાવદરના જમાઈ ૨૦/૮/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૨૨/૮/૨૪ના ૪ થી ૬. બાપા સીતારામ મંદિર, અયપ્પા મંદિરની ગલ્લી, ઇન્દ્રપ્રસ્થની સામે, સ્ટેશન રોડ, મીરારોડ ઈસ્ટ.
કચ્છ કડવા પટેલ
સ્વ. ગોવિંદ માવજી વાસાણી (ઉં.વ. ૯૦) (વિરાણી નાની) હાલે બોરીવલી જે પ્રેમીલાબેન વાસાણીના પતિશ્રી. સ્વ. શામજી, નારણ, ભચીબેન રતનસી શિરવીના ભાઈ. નવીનભાઈ, ધીરુભાઈ, ભરતભાઈ, મુકેશભાઈ અને ગીતાબેન જયંતીભાઈના પિતાશ્રી. સ્વ. કલ્પનાબેન, સ્વ. નિશાબેન, નેહાબેન, શ્ર્વેતાબેન તથા જયંતીલાલ ગોવિંદ દિવાણીના સસરા. સ્વ. કેસરબેન લખમસી સોમજી રંગાણી (ગઢસીસા)ના જમાઈ. તા. ૧૮/૮/૨૪ને રવિવારે રામશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૨૨/૮/૨૪ને ગુરૂવારના ૩.૩૦ થી ૫.૦૦, શ્રી બોરીવલી પાટીદાર સમાજ વાડી, રતન નગર, સેન્ટ ઝેવિયર્સ સ્કૂલની બાજુમાં, બોરીવલી (ઇસ્ટ).
વીસા સોરઠિયા વણિક
લાટીવાળા હાલ ભાયંદર નવિન હરિદાસ શાહના પત્ની અ.સૌ. કામીનીબેન શાહ (ઉં.વ. ૫૯) ૧૯/૮/૨૪ના શ્રીજીચરણ પામેલ છે. ભાનુબેન કરસનદાસની પુત્રી. નેહાના માતા. ધર્મેશના સાસુ. મોટાભાઇ ધીરજલાલ, અમૃતલાલ, ભરત, લલીત, પ્રફુલ, હરેશ, ધમેન્દ્રના ભાભી. ભીખુભાઇ, અજયભાઇ, બીનાબેનના બહેન. પ્રાર્થનાસભા ૨૨/૮/૨૪ ગુરૂવારના ૫ થી ૭: શ્રી ભાયંદર કપોળ મંડળ વાડી, ગીતા નગર, ફાટક રોડ, આકાર ટાવરની બાજુમાં, ભાયંદર વેસ્ટ.
કપોળ
ભાદ્રોડવાળા હાલ ભાયંદર સ્વ. ઈન્દુબેન જમનાદાસ જયંતિલાલના પુત્ર જીતેન્દ્રભાઈ (ઉં.વ. ૮૦) તે રંજનબેનના પતિ. રીતુ ધવન પારેખના પિતાશ્રી. ધ્યાનના નાના. મહુવાવાળા સ્વ. વિજયાબેન દોલતરાય ચિતલિયાના જમાઈ. દિનતાબેન મનહરલાલ ગોરડીયા, નયનાબેન નિતીન શેઠ, પન્ના વિજય મહેતાના ભાઈ મંગળવાર, તા. ૨૦-૮-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.