વેપાર અને વાણિજ્ય

ડૉલર સામે રૂપિયામાં નવ પૈસાનો સુધારો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારો, વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ઘટાડાતરફી વલણ રહ્યું હોવાથી સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે સતત બીજા સત્રમાં ડૉલર સામે રૂપિયામાં સુધારાતરફી વલણ રહેતાં વધુ નવ પૈસા વધીને ૮૩.૭૮ની સપાટીએ બંધ રહ્યો હતો. જોકે, ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલી રહી હોવાને કારણે રૂપિયામાં સુધારો મર્યાદિત રહ્યો હોવાનું ટ્રેડરોએ જણાવ્યું હતું. આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૩.૮૭ના બંધ સામે સુધારાના અન્ડરટોને ૮૩.૮૬ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૩.૮૮ અને ઉપરમાં ૮૩.૭૬ સુધી મજબૂત રહ્યા બાદ અંતે ગઈકાલના બંધ સામે નવ પૈસા વધીને ૮૩.૭૮ની સપાટીએ બંધ રહ્યો હતો.

એકંદરે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ અને સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાને ટેકે હાલ ડૉલર સામે રૂપિયો વધીને અંદાજે અઢી સપ્તાહની ઊંચી સપાટી આસપાસ રહ્યો હોવાનું બીએનપી પારિબાસના વિશ્ર્લેષક અનુજ ચૌધરીએ જણાવતાં ઉમેર્યું હતું કે સાથે સાથે બ્રેન્ટ ક્રૂડમાં જોવા મળી રહેલી નરમાઈનો પણ રૂપિયાને ટેકો મળી રહ્યો છે, પરંતુ ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોનો બાહ્યપ્રવાહ રૂપિયાના સુધારાને અવરોધી રહ્યો છે.

આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે ૦.૪ ટકા ઘટીને સાત મહિનાની નીચી ૧૦૧.૬૮ પૉઈન્ટની સપાટીએ ક્વૉટ થઈ રહ્યો હતો. તેમ જ બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ૦.૩૧ ટકા ઘટીને બેરલદીઠ ૭૭.૪૨ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી તેમ જ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૩૭૮.૧૮ પૉઈન્ટનો અને ૧૨૬.૨૦ પૉઈન્ટનો સુધારો આવ્યો હોવાથી રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Medicineને કહો Bye Bye, આ નેચરલ વસ્તુઓથી ઘટાડો ડાયાબિટીસ… આ ઑન સ્ક્રીન ભાઈ-બહેનની જોડી ન ગમી દર્શકોને આટલા કલાકની ઊંઘ લે છે સેલેબ્સ, ચોથા નંબરના સેલેબ્સ વિશે જાણીને તો ચોંકી ઉઠશો લીલા મરચાને વરસાદમાં સ્ટોર કરવાની ટીપ્સ જાણો