બાંગ્લાદેશ ક્યારેય પાકિસ્તાન સામે ટેસ્ટ નથી જીત્યું, બુધવારે શ્રેણીનો પહેલો મુકાબલો
રાવલપિંડી: બાંગ્લાદેશમાં હિંસક તોફાનો પછી લશ્કરી શાસન જેવા માહોલમાં અરાજકતાની સ્થિતિ છે ત્યારે બીજી તરફ પાકિસ્તાનમાં બુધવાર, 21મી ઑગસ્ટે બાંગ્લાદેશ સામે ટેસ્ટ-સિરીઝની પ્રથમ મૅચ (સવારે 10.30 વાગ્યાથી) શરૂ થશે. બાંગ્લાદેશ અત્યાર સુધીમાં ક્યારેય પાકિસ્તાન સામે ટેસ્ટ નથી જીત્યું એટલે આ મૅચ જીતીને નવો ઇતિહાસ સર્જવા કોઈ કસર બાકી નહીં રાખે.
શાન મસૂદ પાકિસ્તાનનો અને નજમુલ હોસૈન શૅન્ટો બાંગ્લાદેશનો કૅપ્ટન છે. પાકિસ્તાન પાસે શાહીન શાહ આફ્રિદી, નસીમ શાહ સહિત મજબૂત બોલિંગ લાઇન-અપ છે તો બાંગ્લાદેશ પાસે ખુદ શૅન્ટો ઉપરાંત મુશ્ફીકુર રહીમ, શાકિબ અલ હસન, વિકેટકીપર લિટન દાસ તથા મેહદી હસન મિરાઝ જેવા બૅટર્સ છે.
સાઉદ શકીલ પાકિસ્તાનનો વાઇસ-કૅપ્ટન છે.
ઑસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ ફાસ્ટ બોલર જેસન ગિલેસ્પી પાકિસ્તાનનો બોલિંગ-કોચ છે.
વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપમાં બન્ને દેશ નીચલા દેશોના લિસ્ટમાં છે. જોકે એમાં બાંગ્લાદેશ કરતાં પાકિસ્તાન બે ક્રમ આગળ છે.
Also Read –