આપણું ગુજરાતજૂનાગઢ

સૌથી નાની વયે “જગદગુરુ”ની પદવી મેળવનાર મહેન્દ્રાનંદગીરી મહારાજનું જુનાગઢમાં ભવ્ય સામૈયું

જૂનાગઢ: જુનાગઢ ભવનાથમાં શ્રી પંચદશનામ જુના અખાડા જૂનાગઢ મુચકુંદ ગુફાના મહંત શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર મહેન્દ્રાનંદગીરી મહારાજને ગયા ચૈત્ર માસમાં જગદગુરુની પદવી આપવામાં આવી હતી ત્યારબાદ આજે સાધુ સંતો મહંતો ભક્તો અને હજારોની સંખ્યામાં અનુયાયો સાથે 400 થી વધુ ગાડીઓના કાફલા સાથે જૂનાગઢમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

મુચકુંદ ગુફાના મહંત શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર મહેન્દ્રાનંદ ગીરી મહારાજને સૌથી નાની વયમાં જગતગુરુની પદવી એનાયત કરવામાં આવી છે. આ જગતગુરુ મહેન્દ્રાનંદગીરી મહારાજનું વાજતે ગાજતે સામૈયા કરી જૂનાગઢમાં નગર પ્રવેશ કરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ સાધુ સંતો મહંતો અને જગતગુરુએ ભવનાથ મહાદેવની પૂજા અર્ચના કરી હતી. સામૈયા દરમિયાન ઇન્દ્રભારતી મહારાજે જગતગુરુ પર રૂપિયાનો વરસાદ કર્યો હતો.

આ પણ વાંચો : જુનાગઢની થશે કાયાપલટ : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 397 કરોડના 91 વિકાસ કાર્યોની ભેટ

શ્રી પંચ દશનામ જુના અખાડા જૂનાગઢ, ગુજરાતના અનંત વિભૂષિત શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર મહેન્દ્રાનંદગીરી મહારાજ કે જેઓ ગર્ગાચાર્યની પરંપરા અને સંપૂર્ણ સનાતનની પરંપરાના અનુયાયી છે, તેઓને આ વર્ષે ચૈત્ર માસમાં (એપ્રિલ) વૈદિક પરંપરા મુજબ ગુરુમહારાજ શ્રી મહંત હરિગીરીજી મહારાજ અને ચારેય મઢી અને અખાડાઓના સંતો, મહાત્માઓ અને સંતોએ તથા તમામ પદાધિકારીઓની સંમતિ અને હાજરીમાં પ્રયાગરાજના ત્રિવેણી સંગમની સિધ્ધ ભૂમિ પર જગદગુરુની પદવી આપવામાં આવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button