આપણું ગુજરાતટોપ ન્યૂઝ

Gujarat Weather: ગુજરાતના આ બે જિલ્લામાં ભારે વરસાદની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદે વિરામ લીધો છે. જોકે હવામાન વિભાગના જણાવ્યા મુજબ વાદળછાયા વાતાવરણ વચ્ચે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે બનાસકાંઠા અને સાબરકાંઠા બે જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપર્નત આગામી પાંચ દિવસ ગુજરાતના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદનું પૂર્વાનુમાન છે.

હવામાન વિભાગે આજે રાજ્યના બનાસકાંઠા, સાબરકાંઠામાં યલો અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યના અન્ય જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

| Also Read: Gujarat weather: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 168 તાલુકામાં વરસાદ, આજે પણ વરસાદની અગાહી

આ ઉપરાંત આજે ગુજરાતના પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, તાપી, સહિતના વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જ્યારે સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારના સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં આજે છુટાછવાયા વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button