મેટિની

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.

વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શનિવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.

ભાષા વૈભવ…
હિન્દી – ગુજરાતી જોડી જમાવો
A B
संकर ચેપી
संक्रामक પહેરેદાર
सगमर्मर ટકાઉ
संगीन ભેળસેળ
संतरी આરસપહાણ

ઓળખાણ પડી?
‘ફૂલ ઔર કાંટે’થી અભિનયયાત્રાનો પ્રારંભ કરનારા અજય દેવગનને સૌપ્રથમ બેસ્ટ એક્ટરનો નેશનલ એવૉર્ડ કઈ ફિલ્મ માટે મળ્યો હતો?
અ) લજ્જા બ) હમ દિલ દે ચૂકે સનમ ક) કચ્ચે ધાગે ડ) ઝખ્મ

ગુજરાત મોરી મોરી રે
કાંતિ મડિયા દિગ્દર્શિત ખૂબ પ્રશંસા મેળવનારી ફિલ્મ ‘કાશીનો દીકરો’ ફિલ્મમાં કાશીની ભૂમિકા કઈ અભિનેત્રીએ કરી હતી એ કહી શકશો?
અ) રીટા ભાદુડી બ) અરુણા ઈરાની
ક) રાગિણી ડ) લીલા જરીવાલા

જાણવા જેવું
હૉલીવૂડમાં એક જ – સિંગલ લોકેશન પર ફિલ્મ શૂટ કરવાના ઘણા અખતરા થયા છે. આલ્ફ્રેડ હિચકોકની ‘ડાયલ એમ ફોર મર્ડર’ (૧૯૫૪)નું ૯૦ ટકાથી વધુ શૂટિંગ એક એપાર્ટમેન્ટના લોકેશનમાં જ કરવામાં આવ્યું હતું. ‘૧૨ એન્ગ્રી મેન’ (૧૯૫૭ અને ૧૯૯૭)નું મોટાભાગનું ફિલ્માંકન એક જ્યુરી રૂમમાં કરવામાં આવ્યું હતું. બંને ફિલ્મમાં સસ્પેન્સનું તત્ત્વ હતું.

ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
‘મર્દ’માં લીડ પેર તરીકે ચમકેલા અમિતાભ બચ્ચન – અમૃતા સિંહ કઈ ફિલ્મમાં મહત્ત્વના પાત્રોમાં નજરે પડ્યા હતા?
અ) વજીર બ) ટુ સ્ટેટ્સ ક) બદલા ડ) સત્યાગ્રહ

નોંધી રાખો
તમારા માટે કશુંક કરી તમને રાજી કરી શકે એવા અનેક લોકો મળશે, પણ કશું કર્યા વિના તમને ખુશ કરે એવી વ્યક્તિ મળે તો બેડો પાર થઈ જાય.

માઈન્ડ ગેમ
કિયારા અડવાણી સાથે લગ્ન કરનારા એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રાએ કઈ ફિલ્મમાં કિયારા સાથે કામ કર્યું છે એ વિકલ્પમાંથી શોધી કાઢો.
અ) મિશન મજનુ બ) બાર બાર દેખો
ક) શેરશાહ ડ) એક વિલન

ગયા શુક્રવારના જવાબ
ભાષા વૈભવ
A B

सौतेला ઓરમાન
दामाद જમાઈ
समधी વેવાઈ
नाती દોહિત્ર
खाला માસી

ગુજરાત મોરી મોરી રે
મનહર ઉધાસ

ઓળખાણ પડી?
રંગીલા

માઈન્ડ ગેમ
દિલ તો પાગલ હૈ

ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
ચલતી કા નામ ગાડી

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર જીવણદાસ વેદ (૨) મુલરાજ કપૂર (૩) સુભાષ મોમાયા (૪) ભારતી બુચ (૫) ધીરેન્દ્ર ઉદેશી (૬) ડૉ. પ્રકાશ કટકિયા (૭) સુરેખા દેસાઈ
(૮) તાહેર ઔરંગાબાદવાલા (૯) શીરીન ઔરંગાબાદવાલા (૧૦) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૧૧) લજિતા ખોના (૧૨) વિભા મહેશ્ર્વરી (૧૩) મહેન્દ્ર લોઢાવિયા (૧૪) કમલેશ મૈઠિઆ (૧૫) શ્રદ્ધા આશર (૧૬) ખુશરૂ કાપડિયા (૧૭) પુષ્પા પટેલ (૧૮) જ્યોતિ ખાંડવાલા (૧૯) પ્રવીણ વોરા (૨૦)
અશોક સંઘવી (૨૧) કિશોર સંઘરાજકા (૨૨) નિખિલ બંગાળી (૨૩) અમીશી બંગાળી (૨૪) મનીશા શેઠ (૨૫) ફાલ્ગુની શેઠ (૨૬) મીનળ કાપડિયા (૨૭) મહેશ દોશી (૨૮) હર્ષા મહેતા (૨૯) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૩૦) ભાવના કર્વે (૩૧) સુનીતા પટવા (૩૨) રજનીકાંત પટવા (૩૩) જગદીશ ઠક્કર (૩૪) વિણા સંપટ (૩૫) દેવેન્દ્ર સંપટ (૩૬) અલકા વાણી (૩૭) અરવિંદ કામદાર (૩૮) દિલીપ પરીખ (૩૯) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૪૦) જ્યોત્સના ગાંધી
(૪૧) ઈનાક્ષી દલાલ (૪૨) રમેશ દલાલ (૪૩) હિના દલાલ (૪૪) નિતીન બજરિયા (૪૫) હરીશ મનુભાઈ ભટ્ટ (૪૬) નયના ગિરીશ મિસ્ત્રી (૪૭) હિંમતલાલ પુરૂષોત્તમ ખોલીયા

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button