આમચી મુંબઈમહારાષ્ટ્ર

એર ઈન્ડિયાને ફટકોઃ બે અલગ અલગ કિસ્સામાં ફ્લાઈટ્સનું ઈમર્જન્સી લેન્ડિંગ, પ્રવાસી હેરાન

મુંબઈ-ગોવાઃ મુંબઈથી લંડન જનારી એર ઈન્ડિયાની ફ્લાઈટે ઉડાન ભર્યા પછી અચાનક ઈમર્જન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી, જ્યારે બીજી બાજુ ગોવા એરપોર્ટ પર મુંબઈ આવનારી ફ્લાઈટ સાથે પક્ષી ટકરાતા એરપોર્ટ પર તાત્કાલિક લેન્ડ કરવાની નોબત આવી હતી. આમ છતાં ફ્લાઈટ્સના ઈમર્જન્સી લેન્ડિંગને કારણે પ્રવાસીઓની હેરાનગતિ પડી હતી.
ટેક્નિકલ ખામીને કારણે ફ્લાઈટને તાત્કાલિક મુંબઈ એરપોર્ટ પર ઈમર્જન્સી લેન્ડ કરવામાં આવ્યું હતું. ફ્લાઈટનું ઈમર્જન્સી લેન્ડિંગ કરવામાં આવ્યા પછી પ્રવાસીઓને પડેલી મુશ્કેલી અંગે ખેદ પણ વ્યક્ત કર્યો હતો.

મળતી માહિતી અનુસાર એર ઈન્ડિયાની ફ્લાઈટ એઆઈ129 ફ્લાઈટની ટેક્નિકલ ખામીને કારણે મુંબઈ એરપોર્ટ પર તાત્કાલિક ઉતરાણ કરવું પડ્યું હતું. સંબંધિત તપાસ કરવા માટે મુંબઈમાં સુરક્ષિત રીતે લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. એર ઈન્ડિયાએ પ્રવાસીઓને પડેલી મુશ્કેલી અંગે દુખ પણ વ્યક્ત કર્યું હતું. પોતાના ડેસ્ટિનેશન પર પહોંચાડવા માટે એર ઈન્ડિયાએ પ્રવાસીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી હોવાનો દાવો કર્યો હતો.

આ પણ વાંચો :મુંબઈનાં આ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં મોડી રાતના ભીષણ આગ

પ્રવાસીઓ ઈચ્છે તો આ વૈકલ્પિક વ્યવસ્થા અંગે પોતાનો ટ્રાવેલ કરી શકે છે. આ ઉપરાંત, પ્રવાસીઓ પોતાની ટિકિટ પણ રદ કરી શકે છે તથા તેનું રિફંડ પણ આપવામાં આવશે. એટલું જ નહીં, પ્રવાસીઓ પોતાની ટ્રાવેલ ડેટ પણ ચેન્જ કરવા ઈચ્છે તો ફ્રીમાં તેની વ્યવસ્થા કરવામાં આવશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

દરમિયાન એર ઈન્ડિયાની ફ્લાઈટ ગોવાથી મુંબઈ આવનારી ફ્લાઈટનું ઈમર્જન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. એર ઈન્ડિયાની ફ્લાઈટ AI684 ટેક-ઓફ રન દરમિયાન પક્ષી ટકરાયું હતું. જોકે, પ્રવાસીઓ અને ક્રૂની સલામતી માટે તાત્કાલિક ઈમર્જન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.

એર ઈન્ડિયાના અધિકારીએ કહ્યું હતું કે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર મુજબ કોકપિટ ક્રૂએ ટેક-ઓફ બંધ કરી દીધું. તમામ પ્રવાસીઓને સુરક્ષિત રીતે નીચે ઉતરાવામાં આવ્યા હતા અને ઘટના બાદ એરક્રાફ્ટ જરૂરી તપાસ માટે રવાના કરવામાં આવ્યા હતા. આ ફ્લાઈટમાં લગભગ 116 પ્રવાસી સવાર હતા. અહીં એ જણાવવાનું કે નિરંતર એરક્રાફ્ટમાં ખામી તથા વધતા અકસ્માતોને લઈ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એઆઈઆઈ)એ સતર્ક છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વહેલી સવારે બદામ આ રીતે ખાશો તો… હિંદુ પરિવારમાં જન્મી, પણ છે આ અભિનેત્રી મુસ્લિમ સામે ઊભા હોવ તો પણ દૂધ ઉભરાઈ જાય છે? ફોલો કરો આ સિમ્પલ ટિપ્સ… આજે પવિત્ર શ્રાવણ મહિનાનો શઁકર ભગવાનનો પ્રિય સોમવાર છે