આયર્ન માટે વનસ્પતિ અને ઔષધી
આહારથી આરોગ્ય સુધી -ડૉ. હર્ષા છાડવા
માનવ શરીરની બનાવટ અદ્ભુત છે. શરીરની રચના ઓક્સિજન, હાઇડ્રોજન, કાર્બન, કેલ્શિયમ, ફોસ્ફરસ અને આયર્ન જેવાં ઘણાં તત્ત્વોથી બનેલી છે. આ બધા તત્ત્વો અરબો-ખરબો કોશિકાઓ અને ગેર-કોશિકીય ઘટકોમાં રહેલાં છે. શરીરમાં પૂરતાં પ્રમાણમાં વિટામિન્સ અને મિનરલ્સ ન મળે તો રોગોનું પ્રમાણ વધે છે. શરીર નબળું પડતું જાય છે. સોથી મહત્ત્વનું તત્ત્વ આયર્ન છે. આયર્ન શરીરમાં ઓછું પડતા નબળાઇ જણાય છે. આયર્ન (લોહ) આવશ્યક તત્ત્વ છે. રક્તની લાલ કોશિકાઓ માટે હિમોગ્લોબીનનું આ આવશ્યક અંગ છે. સાથે સાથે યકૃત, પ્લીહા અને મેરૂદંડમાં આ જમા રહે છે. જયારે જરૂરત પડે તો હિમોગ્લોબીન બનાવવા માટે કામ આવે છે. માંસપેશીઓમાં પણ આ ઉપસ્થિત હોય છે. આ હિમોગ્લોબીન મૂળ રીતે હિમ અને ફેરસ સ્થિતિમાં રહે છે, પરંતુ આ અણુ ઓક્સિજન સાથે ક્રિયા કરી ઓક્સિ હિમોગ્લોબીન બનાવે છે. શરીરમાં આયર્નની માત્રા ઓછી થાય ત્યારે અનેક યોગિક ઔષધીના રૂપમાં આપવામાં આવે છે.
આયર્ન રકતમાં હિમોગ્લોબીનનું સૌથી મહત્ત્વપૂર્ણ ઘટક છે. આ પૂરા શરીરમાં ઓક્સિજન પહોંચાડવાનું કામ કરે છે. શરીરની કોશિકાને ઊર્જા પ્રાપ્ત કરવા ઓક્સિજનની જરૂર પડે છે. શરીરમાં ઊર્જા પહોંચાડવા માટે હિમોગ્લોબીનની ઓછપ થતાં એનિમિયા, સિક્સસેલ એનિમિયા, ઓસ્ટિયો પોરસીસ જેવી અનેક બીમારીઓ લાગુ પડી જાય છે.
આયર્ન બનાવવા માટે કે આયર્ન શરીરમાં પૂરા લાભ મેળવવા માટે વિટામિન-સી લેવાની જરૂર પડે છે. વિટામિન-સી વગર આયર્નનું શોષણ થતું નથી. આયરન માટે કોઇ એલોપથી કે બીજી અન્યપથીની દવા લેવી જરૂરી નથી. આની માટે કુદરતી રીતે બનેલો આહાર અને કુદરતમાંથી પ્રાપ્ત થયેલી ઔષધી આપણી પાસે પ્રર્યાપ્ત રીતે ઉપલબ્ધ છે. ટોનીકો અને દવાઓની સાઇડઇફેક્ટ થાય તેમ જ બીજી બીમારીઓ થવાની સંભાવના રહે છે.
આયર્ન શરીરમાં તંદુરસ્ત રાખવા માટે વનસ્પતિઓ અને ઔષધી આપણી પાસે ઘણીય છે. પાલક, ફણસી, બ્રોકલી, સલગમ, ટીંડા, બીટ, ગાજર, આમળા, રતાળુ, બદામ, ખજૂર, અંજીર, ચિલગોજા, દ્રાક્ષ, દાડમ, કીસમીસ, તરબૂચ, તલ, જરદાલુ, મસૂર, હરીતકી, ગડૂચી, કુમારી, ગુડહલ, શતાવરી, ગોરખ આમલી, કોસિસાભસ્મ, ધાત્રી અવલેહ જેવી ઘણીય ઔષધી છે. આ વનસ્પતિ અને ઔષધીનો ઉપયોગ કરવો હિતાવહ છે.
પાલકમાં સૌથી વધુ આયર્નની માત્રા છે. તેમ જ આયોડીન પોટેશિયમ મેગ્નેશિયમ, કેરાટીન, વિટામિન એ, સી, કે, ઇ છે. પાલક ઘણાં પ્રકારની મળે છે. યામાશિતા પાલક સૌથી મોંઘી પાલક છે. લગભગ બે હજાર રૂપિયે કિલોનો ભાવ છે. જે ટોનીક જેવું કામ કરે છે. બીજી પાલક જેવી કે ખાટી પાલક જેને આંબટચૂકા પણ કહેવાય છે. જેમાં પ્રોટીન, ફાઇબર જેવા હાજર છે. આયર્નને શરીરમાં સફળ રીતે જાળવી રાખે છે. આપણી આસપાસ પાલક બારે મહિના મળે છે. આનો રસ-શાક-ચટણી બનાવી રોજિંદા આહારમાં લેવી જોઇએ. કેરાટીન હોવાને કારણે આંખને લાંબા સમય સુધી તંદુરસ્ત રાખે છે. માલાબાર પાલકમાં બીટા-કેરાટીન અને લ્યૂટીન નામના તત્ત્વ છે. ફણસી (ફ્રેન્ચ બીન્સ) હાડકાનાં આયર્ન મજબૂત રાખે છે. તેમ જ કેલ્શિયમ પણ આપે છે.
ખજૂર અને કિસમિસ એ એક ઉચ્ચતમ ડ્રાયફૂટ છે. તાજી ખારેક અને દ્રાક્ષ પણ આપણી પાસે સારા પ્રમાણમાં ઉપલબ્ધ છે. જે પેટની સમસ્યાઓ દૂર કરે છે. આયર્નની માત્રા ખૂબ જ સારા પ્રમાણમાં છે. ઘરે બનાવેલો દ્રાક્ષાસવ લેવો જોઇએ. બજારૂ દ્રાક્ષાસવમાં કેમિકલની માત્રા અધિક છે. દ્રાક્ષ માય લાડાઇસ્પાલિટક એનિમિયાને સાજા કરે છે.
આમળા આર.બી.સી.ની કમી કે વિનાશને કારણે થતો એનિમિયા દૂર કરે છે.
હરી તકી – જટીલ એનિમિયા અને પેપ્ટિક અલ્સરને કારણે થતો એનિમિયા દૂર કરે છે.
પુનર્નવા-ઓટોહ્યુમન એનિમિયાને સાજો કરે છે.
કુમારી- (એલોવીરા) રક્તસ્ત્રાવને કારણે થતો એનિમિયા દૂર કરે છે.
ગડૂચી- સિક્લસેલ એનિમિયા દૂર કરે છે. સેલને નવસર્જન કરે છે.
ગુડહલ- ઘણા પ્રકારના એનિમિયા માટે ઉપયોગી છે. આનાં ફૂલોનું ગુલકંદ (જે પ્રાકૃતિક રીતે બનેલું હોય) ચટણી કે કાઢો બનાવી લઇ શકાય.
શતાવરી- અસ્થિમજજામાં એપ્લાસ્ટિક એનિમિયા દૂર કરે છે. અને આર.બી. સી. નું ઉત્પાદન વધારે છે.
તલ-આયોડીન અને આયર્ન માટે ઉત્તમ છે. ચટણી, ચીકી કે એમ જ પણ ખાઇ શકાય છે. જે વાળ, હાડકાં, દાંતને મજબૂત બનાવે છે.
આયર્ન (લોહ) માટે કોઇ વિદેશી ઔષધીની જરૂરત નથી. અઠવાડિયા દરમિયાન આ બધી વનસ્પતિ કે ઔષધીનો ઉપયોગ કરી સફળ રીતે આયર્નની ઓછપ દૂર કરી શકાય. આયર્નને ટકાવવા માટે આ બધા ઉચ્ચ સ્ત્રોત છે.
ચહા અને ઘઉંના સેવનથી આયર્ન કમી થાય છે. ચહામાં રહેલ ફરફયૂરાલ કેમિકલ આયર્ન શરીરમાં બનવા દેતો નથી. ઘઉંનો વધુ ઉપયોગ ન કરવો. ઘઉંમાંનો ગ્લાયાકામીક ઇન્ડેક્સ વધુ હોવાને કારણે આયર્ન શરીરમાં બનવો મુશ્કેલ બને છે.