ICC Test Rankings: આ બેટ્સમેન નંબર 1 સ્થાન પર પહોંચ્યો, વગર રમ્યે રોહિત શર્માની રેન્કિંગ સુધરી
ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાયેલી ટેસ્ટ સેરીસ (ENG vs WI test series) બાદ ICCએ નવી ટેસ્ટ રેન્કિંગ જાહેર (Test Rankings) કરી છે. ઈંગ્લેન્ડનો જો રૂટે (Joe Root) આ સીરીઝ દરમિયાન સારા રન બનાવ્યા હતા, જેથી રેન્કિંગમાં રૂટને ફાયદો થયો છે. રેકિંગમાં જો રૂટ હવે પહેલા ક્રમે પહોંચી ગયો છે, લાંબા સમય સુધી નંબર વનનું સ્થાન જાળવી રાખ્યા બાદ કેન વિલિયમસન હવે બીજા સ્થાને સરકી ગયો છે. ખાસ વાત એ છે કે ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને પાકિસ્તાનના બાબર આઝમને રમ્યા વિના રેન્કિંગમાં ફાયદો થયો છે.
ICC દ્વારા જાહેર કરવામાં આવેલી નવી ટેસ્ટ રેન્કિંગમાં ઈંગ્લેન્ડનો બેટ્સમેન જો રૂટ નંબર વન બની ગયો છે. તેનું રેટિંગ હવે વધીને 872 થઈ ગયું છે, તેણે એક સ્થાનની છલાંગ લગાવી છે. હવે ન્યુઝીલેન્ડનો કેન વિલિયમસન બીજા સ્થાને સરકી ગયો છે, તેનું રેટિંગ 859 છે. આ દરમિયાન પાકિસ્તાનનો બાબર આઝમ ફરી ત્રીજા સ્થાને આવી ગયો છે, તેનું રેટિંગ 768 છે. ન્યુઝીલેન્ડનો ડેરીલ મિશેલ પણ એક સ્થાનના ફાયદા સાથે ત્રીજા નંબર પર છે, તેનું રેટિંગ પણ 768 છે.
ઓસ્ટ્રેલિયાનો સ્ટીવ સ્મિથ હવે ICC ટેસ્ટ રેન્કિંગમાં એક સ્થાન આગળ વધીને ચોથા નંબર પર પહોંચી ગયો છે. તેનું રેટિંગ 757 છે. ભારતીય કેપ્ટન રોહિત શર્માને પણ એક સ્થાનનો ફાયદો થયો છે, તે હવે 751 રેટિંગ સાથે 6ઠ્ઠા નંબર પર આવી ગયો છે.
આ દરમિયાન ઈંગ્લેન્ડના હેરી બ્રુકને મોટો ફટકો પડ્યો, તેને ચાર સ્થાનનું નુકશાન થયું. તે હવે 7મા નંબર પર આવી ગયો છે, તેનું રેટિંગ 749 છે. જેની ફાયદો રોહિત શર્મા, બાબર આઝમ, સ્ટીવ સ્મિથ અને ડેરીલ મિશેલને મળ્યો છે.
ભારતનો યશસ્વી જયસ્વાલ 740ના રેટિંગ સાથે 8મા નંબરે છે, શ્રીલંકાના દામુથ કરુણારત્ને 739ના રેટિંગ સાથે 9મા ક્રમે છે અને વિરાટ કોહલી 737ના રેટિંગ સાથે 10મા ક્રમે છે. તેમના રેટિંગમાં કોઈ ફેરફાર થયો નથી.