ડોંબિવલીવાસીઓ માટે મહત્ત્વના સમાચાર, જાણો શું છે વાત?
મુંબઈઃ મધ્ય રેલવેમાં આગામી મહિનાથી ટાઈમટેબલમાં ફેરફાર થવાના વર્તારા સાથે વધુ ફેરફાર થવાના સંજોગો છે ત્યારે વધુ વ્યસ્ત રેલવે સ્ટેશનની કનેક્ટિવિટીમાં સુધારો થવાની અપેક્ષા છે ત્યારે રોડ માર્ગે પણ હવે વધુ સારા સમાચાર જાણવા જેવા છે. હાલના તબક્કે ડોમ્બિવલીથી ટિટવાલા પહોંચતા (બાય રોડ) એક કલાક જેટલો સમય લાગે છે. આ સમય ઘટાડવા કલ્યાણ રિંગ રોડનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, જેથી વાહનચાલકો માત્ર ૨૦ મિનિટમાં ડોમ્બિવલીથી ટિટવાલા પહોંચી શકે. આઠમાંથી ચાર તબક્કાનું કામ પૂર્ણ થઈ ગયું છે.
૪૦ રોડ જંકશનનું કામ પૂર્ણ થયા બાદ ખુલ્લો મુકવામાં આવ્યો છે. એમએમઆરડીએની બેઠકમાં કલ્યાણ લોકસભા ક્ષેત્રના સાંસદ ડૉ. શ્રીકાંત શિંદેએ બાકીના તબક્કાનું કામ પૂર્ણ કરવા સૂચના આપી હતી. રીંગ રોડ પ્રોજેક્ટથી કલ્યાણ લોકસભા મતવિસ્તારના શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં ટ્રાફિકમાં સુધારો થવાની અપેક્ષા છે. આ માર્ગ પરથી ભારે વાહનોની અવરજવર પણ થશે જેથી શહેરી માર્ગો પર બોજ નહીં પડે.
પ્રોજેક્ટ પર એક નજર
- ફેઝ-૪ (દુર્ગાડી બ્રિજથી ગાંધાર બ્રિજ), ફેઝ-૫ (ગાંધારી બ્રિજથી માંડા જંકશન), ફેઝ-૬ (માંડા જંકશનથી ટીટવાલા જંકશન) અને ફેઝ-૭ (ટીટવાલા જંકશનથી એસએચ ૩૫-૪૦ રોડ જંકશન)નું કામ ૯૫ ટકા થઈ ગયું છે. બાકીનું કામ ચાલુ છે. આ રસ્તો વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે.
- ફેઝ-૩ (મોથા ગાંવ બ્રિજથી ગોવિંદવાડી રોડ) રોડનું કામ ચાલુ છે, જે ૨૦૨૬ સુધીમાં પૂર્ણ થશે.
- ફેઝ-૧ (હેડુટેનથી શીલ રોડ) અને ફેઝ-૨ (શીલ રોડથી મોગાગાંવ બ્રિજ) માટે જમીન સંપાદન ચાલુ છે. આ કામ પણ ૨૦૨૬ સુધીમાં થઈ જશે.