સ્પોર્ટસ

Champions Trophy 2025: PCBને ઝટકો! ટીમ ઈન્ડિયાની તમામ મેચ આ દેશમાં રમાશે!

નવી દિલ્હી: ICC Champions Trophy 2025 નું આયોજન પાકિસ્તાન(Pakistan)માં થવાનું છે, ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ મોકલેલા ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના શેડ્યૂલને લીલી ઝંડી આપી દીધી હતી. પરંતુ BCCI અને ભારત સરકાર ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન મોકલવા તૈયાર નથી, BCCI ભારતની તમામ મેચ પાકિસ્તાનની બહાર યોજવા માંગ કરી છે. એક મીડિયા રિપોર્ટ મુજબ ટીમ ઈન્ડિયાની મેચો શ્રીલંકામાં યોજાઈ શકે છે.

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ભારતીય ટીમને પાકિસ્તાન મોકલવા અંગે BCCI કે ભારત સરકારે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. પરંતુ આ વર્ષે મે મહિનામાં બીબીસીઆઈના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ કહ્યું હતું કે ટીમ પાકિસ્તાન જવાનો નિર્ણય માત્ર ભારત સરકારના હાથમાં છે. દરમિયાન એવા અહેવાલ છે કે જો ભારત પાકિસ્તાન ન જવાનો નિર્ણય કરશે તો તેની ચેમ્પિયન્સ ટ્રોફીની મેચો શ્રીલંકામાં યોજાશે.

ICC શેડ્યૂલ અનુસાર, ભારતને ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના ગ્રુપ Aમાં સામેલ કરવામાં આવ્યું છે, જેમાં યજમાન પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ પણ સામેલ છે. શેડ્યૂલ મુજબ ટીમ ઈન્ડિયાની તમામ મેચ લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમવાની છે.

આ પહેલા પાકિસ્તાને 2023 એશિયા કપની પણ યજમાની કરી હતી, પરંતુ BCCIએ ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાન મોકલવા ઈન્કાર કરી દીધો હતો. આવી સ્થિતિમાં, ICCએ હાઇબ્રિડ મોડલ રજૂ કર્યું, જેના હેઠળ ભારતીય ટીમની તમામ મેચો શ્રીલંકામાં યોજાઈ હતી. આ કારણોસર, પાકિસ્તાનને એશિયા કપ 2023ની સેમી ફાઈનલ અને ફાઈનલ મેચોની યજમાની ગુમાવવી પડી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button