ટી-20ના રૅન્કિંગમાં યશસ્વી અને ગિલની ઊંચી છલાંગ
દુબઈ: અહીં હેડ-ક્વૉર્ટર ધરાવતી ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)એ લેટેસ્ટ પ્લેયર્સ રૅન્કિંગ જાહેર કર્યા છે જેમાં સૌથી વધુ ફાયદો યશસ્વી જયસ્વાલ અને શુભમન ગિલને થયો થયો છે.
બન્ને ભારતીય ઓપનરે ઝિમ્બાબ્વે સામેની ટી-20 સિરીઝમાં ધમાકેદાર પર્ફોર્મ કર્યું હતું.
ભારત ટી-20 સિરીઝ 4-1થી જીત્યું હતું અને એમાં યશસ્વીનું કુલ 141 રનનું મોટું યોગદાન હતું જેને કારણે તે નવા રેન્કિંગમાં ચાર ક્રમ આગળ આવીને છઠ્ઠા નંબર પર ગોઠવાયો છે. નંબર-વનના સ્થાને ઑસ્ટ્રેલિયાનો ટ્રેવિસ હેડ અને નંબર-ટૂના સ્થાને સૂર્યકુમાર યાદવ છે.
આ પણ વાંચો: ‘તમારી આંખો ભરાઈ આવે છે ત્યારે હું પણ આંસુને રોકી નથી શક્તો’ આવું ગૌતમ ગંભીરે કોને માટે કહ્યું?
ઝિમ્બાબ્વે સામેની શ્રેણીમાં સૌથી વધુ 170 રન બનાવનાર ગિલ 36 નંબર આગળ આવ્યો છે અને 73મા ક્રમેથી હવે 37મા ક્રમે આવી ગયો છે.
ટી-20માં સૌથી ઊંચા નંબર્સમાં આવી ગયેલા ભારતીયોમાં ગિલ ચોથો ખેલાડી છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી ટી-20 ઇન્ટરનૅશનલમાંથી રિટાયર થઈ ગયા છે અને તેમણે અનુક્રમે 42 તથા 51મા નંબરે રહીને ટી-20ને ગુડબાય કરી છે. ઋતુરાજ ગાયકવાડ રેન્કિંગમાં આઠમા સ્થાને છે.
ભારત ટી-20 તથા વન-ડેમાં નંબર-વન અને ટેસ્ટમાં નંબર-ટૂ છે.