ઇન્ટરનેશનલસ્પોર્ટસ

ઓલિમ્પિકમાં પાકિસ્તાનની હાલત કફોડી, જાણો શા માટે?

નવી દિલ્હી: આગામી 26 જુલાઇથી પેરિસમાં શરૂ થનાર ઓલિમ્પિક્સ 2024ને ગણતરીના જ દિવસો બાકી છે અને તેના માટે ભારત તરફથી જનાર ખેલાડીઓની ટુકડી પણ હવે જુસ્સા સાથે તૈયાર છે. 26 જુલાઇથી શરૂ થનાર ઓલિમ્પિક 11 ઓગષ્ટ સુધી ચાલશે. રમતની સૌથી મોટી ટૂર્નામેન્ટમાં આ વખતે 111 ભારતીય ખેલાડીઓ ભાગ લેશે. સામાન્ય રીતે લોકો રમતના મેદાનમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે થનારી સ્પર્ધાને વધુ જોવાનું પસંદ કરે છે પણ જ્યારે ઓલિમ્પિકની વાત આવે છે, ત્યારે પાકિસ્તાનની ભારત સાથે સરખામણી જ રહેતી નથી. ઓલિમ્પિકમાં ભારત પાકિસ્તાન કરતાં ઘણું આગળ છે.

સૌપ્રથમ 1900 ની સાલમાં ભારતે ઓલિમ્પિકમાં ભાગ લીધો હતો અને ત્યારે નોર્મન પ્રિચાર્ડે 200 મીટર સ્પ્રિન્ટ અને 200 મીટર હર્ડલ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો. ભારતે અત્યાર સુધીમાં ઓલિમ્પિકમાં 35 મેડલ જીત્યા છે. જેમાં 10 ગોલ્ડ, નવ સિલ્વર અને 16 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. આ મેડલોમાં સૌથી વધુ મેડલો ભારતીય હોકી ટીમે અપાવ્યા છે. હોકી ટીમના નામે આઠ મેડલો છે. ભારતે અત્યાર સુધી 25 ઓલિમ્પિકમાં ભાગ લીધો છે. જેમાંથી ભારતને 1920, 1924, 1976, 1984, 1988 અને 1992માં એમ કુલ નવ વખત એકપણ મેડલ નહોતો મળ્યો.

ટોક્યો ખાતે યોજાયેલી ઓલિમ્પિક 202માં ભારતીય ખેલાડીઓએ ઇતિહાસ રાંચી દિધો હતો. તે વર્ષે ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરીને 7 મેડલો ભારતને નામ કર્યા હતા. ઓલિમ્પિક ગેમ્સના ઇતિહાસમાં ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું હતું. પરંતુ આ વખતે ભારતીય ખેલાડીઓની નજર પોતાના જ રેકોર્ડને તોડવા પર અને દેશ માટે વધુને વધુ મેડલ જીતીને લાવવા પર રહેવાની છે.

આ પણ વાંચો : ડેવિડ વોર્નરને ઝટકો: ચેમ્પિયન્સ ટ્રોફીમાં પસંદગી થવા મુદ્દે લટકતી તલવાર

ઓલિમ્પિકના પાકિસ્તાનના શું છે હાલ?
બીજી તરફ ઓલિમ્પિકમાં પાકિસ્તાનની હાલત તેની અર્થવ્યવસ્થાની જેમ કંગાળ છે. પાકિસ્તાન તેની આઝાદી બાદ 1948થી ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યું છે. પરંતુ પાકિસ્તાનના નામે પ્રથમ ઓલિમ્પિક મેડલ 1956 ઓલિમ્પિકમાં નોંધાયો હતો. અત્યાર સુધીમાં ઓલિમ્પિકમાં પાકિસ્તાને માત્ર 10 જ મેડલ જીત્યા છે. જેમાં 3 ગોલ્ડ, 3 સિલ્વર અને 4 બ્રોન્ઝનો સમાવેશ થાય છે. પાકિસ્તાનમાં પણ હોકી ટીમનું પ્રદર્શન ઓલિમ્પિકમાં સારું રહ્યું છે અને પાકિસ્તાને જીતેલા 10 મેડલમાંથી માત્ર 8 મેડલ તો હોકી ટીમના નામે નોંધાયેલા છે. પાકિસ્તાને પોતાનો છેલ્લો મેડલ 29 વર્ષ પહેલા એટલે કે 1992ની ઓલિમ્પિકમાં જીત્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button