આમચી મુંબઈ

મુંબઈ લોકલમાં મુસાફરોએ સાથે મળીને ગાવાનું શરૂ કર્યું… પછી જે થયું…..

સોશિયલ મીડિયાની દુનિયા ઘણી અજબ છે. અહીં ઘણી વખત એવા એવા વીડિયો જોવા મળે છે જે આશ્ચર્યજનક હોય છે. કેટલાક વીડિયો વિચિત્ર હોય છે, કેટલાક દુઃખદ હોય છએ તો ક્યારેક એવા પણ કેટલાર વીડિયો આવે છે જે દિલને સ્પર્શી જાય છે. હમણાં આવો જ એક સુંદર વીડિયો સોશિયલ મીડિયા પર આવ્યો છે, જે જોઇને તમે પણ ડાન્સ કરવા મજબૂર થઇ જશો. આ વીડિયો મુંબઇની એક લોકલ ટ્રેનનો છે, જેમાં જોવા મળે છે કે લોકો ચાલતી ટ્રેનમાં સુંદર ગીત ગાઇ રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં જોઇ શકાય છે કે મુંબઇની લોકલ ટ્રેન યાત્રીઓથી ભરેલી છે. લોકો ભીડમા ંજગ્યા કરીને ઊભા છે. દરેક જણ કોઇક ગીત ગાઈ રહ્યા છે. ધ્યાન આપતા જાણવા મળે છે કે લોકો સોનુ નિગમનુ ંગાયેલું યે દિલ દિવાના ગીત ગાઇ રહ્યા છે. એક મુસાફર ટ્રેનના ડબ્બા પર થાપટ મારીને મ્યુઝિક આપી રહ્યો છે. જ્યારે બીજો મુસાફર લોકોને તેના અવાજથી ડાન્સ કરવા પ્રેરી રહ્યો છે. સોનુ નિગમે ગાયેલા આ ગીત પર મુંબઇની લોકલમાં આનંદ માણતા લોકોનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને ખુદ સોનુ નિગમે આ વીડિયો પર પ્રતિક્રિયા આપી છે.

https://twitter.com/desimojito/status/1812487532560429394

લોકલ ટ્રેનો મુંબઇગરાઓની લાઇફલાઇન છે. મુંબઈની લોકલ ટ્રેનમાંથી અવારનવાર આવા વીડિયો સામે આવે છે, જે દિલને સ્પર્શી જાય છે. આ વીડિયો પર લોકો વિવિધ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે આ ગીત ખરેખર દિલને સ્પર્શી જાય તેવું છે. તો વળી બીજા એક યુઝરે લખ્યું હતું કે, જ્યારે મુંબઈ લોકલમાં આવા ગીતો વગાડવામાં આવે છે, ત્યારે હૃદયને આરામ મળે છે અને મુસાફરીનો અનુભવ વધુ સારો બને છે. તો વળી એક યુઝરે લખ્યું હતું કે મુંબઇ જેવા શહેરમાં ઘણા લોકો તણાવનો શિકાર છે અને આવી સ્થિતિમાં ટ્રેનની સફર દરમિયાન તણાવથી છુટકારો મેળવવાનો એક સારો ઈલાજ છે. આ વીડિયો પર ઘણા લોકોએ પ્રતિક્રિયા આપી છે. આ વીડિયો વિશે તમારું શું માનવુ ંછે એ અમને જરૂરથી જણાવજો.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button