આપણું ગુજરાતરાજકોટસૌરાષ્ટ્ર

પીપળીયાની નક્લી સ્કૂલની બીજી આઠ સ્કૂલ સાથે સાંઠગાઠ?

રાજકોટ: થોડા સમય પહેલા જ રાજકોટના માલીયાસણ નજીક આવેલા પીપળીયા ગામે ચાર દુકાનોની અંદર કોઈપણ શૈક્ષણિક માન્યતા વગર ઘણા લાંબા સમયથી ચાલી રહેલી નકલી શાળા ગૌરી ઇંગ્લિશ મીડિયમની સામે શિક્ષણાધિકારીની ટીમ દ્વારા ઘટનાસ્થળે તપાસ કરી છે. તપાસના આધારે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની ટીમે તપાસ કરી માહિતી મેળવતા વાલીઓ પાસેથી ફી ઉઘરાવી અહીં નકલી શાળા ચલાવાતી હોવાનો પર્દાફાશ થયો હતો. જો કે આ મામલે કાર્યવાહી માટે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.

રાજકોટના પીપળીયાની નુતનનગરમાં આવેલી નકલી શાળાની સામે કરવામાં આવેલી તપાસમાં અન્ય 6 શાળાઓની પણ મિલિભગત હોવાનું પણ બહાર આવ્યું છે. શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું છે કે પીપળીયાની આ નકલી શાળામાં ધોરણ 1 થી માંડીને ધોરણ 10 ના 43 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આ સાથે જ ગૌરી સ્કૂલમાં રાજકોટની અન્ય 6 ખાનગી સ્કૂલોના લિવિંગ સર્ટિફિકેટ અને માર્કશીટ મળી આવી છે. જેને લઈને એવું પણ માનવામાં આવી રહ્યું છે કે ગૌરી શાળાની અન્ય શાળાઓ સાથે મિલીભગત હોઇ શકે છે.

તપાસ નકલી શાળાના અસલી ડોક્યુમેન્ટ અને વિદ્યાર્થીઓએ આપેલ ફીની પંહોચ પણ મળી છે. અને આ બાબતનો પર્દાફાશ થયો. મળી આવેલ ડોક્યુમેન્ટ મુજબ કાત્યાયનીબેન અને સંદિપ તિવારી આ શાળાનું સંચાલન કરી રહ્યા છે. શાળા સંચાલક તરીકેના હોદ્દાનીરૂએ તેઓ શાળામાં વિદ્યાર્થીઓ પાસેથી રૂ. 400, રૂ. 500 અને રૂ. 800 એમ અલગ અલગ ફી ઉઘરાવવામાં આવતા હતા.

શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવેલી તપાસમાં આ નકલી તપાસ શાળાના અસલી ડોક્યુમેન્ટ અને વિદ્યાર્થીઓએ આપેલ ફીની પંહોચ પણ મળી છે. હાલ મળી આવેલા ડોક્યુમેન્ટ મુજબ કાત્યાયનીબેન અને સંદિપ તિવારી દ્વારા આ શાળાનું સંચાલન કરવામાં આવી રહ્યું હતું. શાળા સંચાલકો દ્વારા શાળામાં વિદ્યાર્થીઓ પાસેથી રૂ. 400, રૂ. 500 અને રૂ. 800 એમ અલગ અલગ ફી ઉઘરાવવામાં આવતા હતા.

હાલ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સ્કૂલમાં પ્રાથમિકથી લઈને માધ્યમિક ધોરણ સુધી વિદ્યાર્થીઓને ભણાવવામાં આવતા હતા. આ સ્કૂલમાંથી એક વિદ્યાર્થીએ લિવિંગ સર્ટિફિકેટ ન આપતા નકલી સ્કૂલનો ભાંડો ફૂટ્યો હતો. જો કે શિક્ષણ વિભાગના અધિકારીઓને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે શાખ બચાવવા માટે તાત્કાલિક દોડી ગયા હતા અને સ્કૂલને સીલ કરી દીધી હતી. આ મામલે પોલીસને પણ જાણ કરવામાં આવી છે.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button