Gujarat ના જેતપુરમાંથી ઝડપાયો નકલી Panner નો જથ્થો
રાજકોટ : ગુજરાતના(Gujarat)મોટા શહેરોમાં બિન આરોગ્યપ્રદ ખોરાક અને દૂધની બનાવટની વસ્તુઓમાં ભેળસેળના અનેક કેસો સામે આવી રહ્યા છે. જેમાં નકલી ધી, નકલી માવો, નકલી ચીઝ અને નકલી માખણ મળી આવવું સામાન્ય બાબત બની રહી છે. તેવા સમયે રાજકોટ જિલ્લાના જેતપુરમાં ગાંધીનગર ફૂડ વિભાગે નકલી પનીર (Panner)તેમજ અખાદ્ય દૂધનો જથ્થો ઝડપી પાડ્યો છે. જેમાં 633 કિલો અખાદ્ય પનીરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. જેતપુરમાં નકલી પનીર બનાવટી ફેક્ટરી ઝડપાતા વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
રજવાડી ડેરી પ્રોડક્ટના નામથી ધંધો
જેમાં 633 કિલો અખાદ્ય પનીરનો જથ્થો તેમજ અખાદ્ય 2000 લીટર દૂધનો નાશ કરવામાં આવ્યો હતો. જેતપુરના ચંદ્રમોલેશ્વર મંદિર પાસે મોઢવાડી વિસ્તારમાં ચાલતી ફેક્ટરીમાંથી બાતમીના આધારે ફૂડ વિભાગ દ્વારા પકડી પાડવામાં આવ્યો હતો. તેને સીઝ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. જ્યારે આ પનીરનો નમૂના લઇને તપાસ લેબોરેટરી ખાતે પણ મોકલવામાં આવ્યો છે. ગાંધીનગર ફુડ વિભાગના અધિકારી જી.બી. રાઠોડના જણાવ્યા પ્રમાણે ઘણા સમયથી આ ફેક્ટરી ધમધમતી હતી. જેમનો માલિક મયુર મોહનભાઈ કોયાણી પોતાની માલિકીની જગ્યા પર રજવાડી ડેરી પ્રોડક્ટના નામથી વેચાણ કરતો હતો
આ રીતે બનાવાતુ હતું નકલી પનીર ?
જેમાં નકલી પનીર બનાવવા, વનસ્પતિ ઘી અને અખાધ દૂધના ઉપયોગ કરીને ભેળસેળયુક્ત પનીર બનાવાતુ હતું. ગાંધીનગર ફુડ વિભાગ વિભાગે સેમ્પલ લઈને આગળની તપાસ હાથ ધરી છે.