આમચી મુંબઈમહારાષ્ટ્ર

એનસીપી (એસપી)ની ભાજપ પર ટીકા, કહ્યું દેશમાં ઘણી ‘ઇમરજન્સી પરિસ્થિતિઓ’ છે

મુંબઈ: શરદ પવારની આગેવાની હેઠળની એનસીપી (એસપી) એ મંગળવારે ભાજપની ટીકા કરતાં કહ્યું હતું કે ભાજપે ભૂતકાળ ઉખેળવા પહેલાં વર્તમાન સ્થિતિઓનો જવાબ આપવાની આવશ્યકતા છે કેમ કે દેશમાં હાલમાં ઘણી ‘કટોકટીની પરિસ્થિતિઓ’ છે.

શાસક ભારતીય જનતા પાર્ટીએ મંગળવારે ઇમરજન્સીની 49મી વર્ષગાંઠ પર કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે.
ભાજપે 1975ની કટોકટી પર કોંગ્રેસની ‘સરમુખત્યારશાહી’ અને બંધારણ પ્રત્યેની તેની અવગણનાને ‘યાદ’ કરવા માટે રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમની જાહેરાત કરી હતી.

આ પણ વાંચો: Maharashtra ભાજપ પર ભડકયા એનસીપી નેતા, કહ્યું ટાર્ગેટ ના કરો નહિતર અલગ સ્ટેન્ડ લઇશું

એક્સ પરની એક પોસ્ટમાં એનસીપી (એસપી)ના પ્રવક્તા ક્લાઈડ ક્રાસ્ટોએ મણિપુર હિંસા અને કથિત નીટ પેપર લીકને મુદ્દે ભાજપ પર નિશાન સાધ્યું હતું.

ભાજપ મણિપુરમાં કટોકટીની સ્થિતિ વિશે ક્યારે વાત કરશે જ્યાં લોકો એક વર્ષથી વધુ સમયથી પીડાઈ રહ્યા છે. ભાજપ ક્યારે અમારી શિક્ષણ પ્રણાલીમાં કટોકટીની સ્થિતિ અને નીટ પેપર લીકને નિયંત્રિત કરવામાં તેમની નિષ્ફળતા વિશે વાત કરશે એવા સવાલો તેમણે કર્યા હતા.

આ પણ વાંચો: શરદ પવાર જૂથના સાંસદની પૂણેના હિસ્ટ્રી-શીટરના ઘરે જઈને મુલાકાત લેવા પર એનસીપીની ટીકા

ભાજપ ભારતમાં કૃષિ મોરચે કટોકટીની સ્થિતિ વિશે ક્યારે વાત કરશે, એમ પણ તેમણે પૂછ્યું હતું.
તેમણે દાવો કર્યો હતો કે દેશમાં ખેડૂતોની મૂળભૂત માંગણીઓ સંતોષાઈ નથી.

આપણા દેશમાં વર્તમાનમાં આવી ઘણી કટોકટીની પરિસ્થિતિઓ છે અને ભાજપે ભૂતકાળને ખોદવા પહેલાં તેનો જવાબ આપવાની જરૂર છે, એમ તેમણે કહ્યું.

25 જૂન, 1975 ના રોજ કોંગ્રેસના અગ્રણી તત્કાલીન વડા પ્રધાન ઇન્દિરા ગાંધીએ દેશમાં કટોકટી લાદીને નાગરિક સ્વતંત્રતાઓને સ્થગિત કરી હતી. કટોકટી દરમિયાન વિપક્ષી નેતાઓ અને અસંતુષ્ટોને જેલમાં ધકેલી દીધા હતા અને પ્રેસ સેન્સરશીપ કાર્યરત કરી હતી. 21 મહિના પછી 1977માં ઈમરજન્સી હટાવવામાં આવી હતી. (પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button