આમચી મુંબઈ

મુંબઇનો આ ગણેશ પંડાલ બન્યો આકર્ષણનું કેન્દ્ર

મેટ્રોની થીમ પર બન્યો છે

મુંબઇઃ મહારાષ્ટ્ર રાજ્ય સહિત દેશભરમાં ગણેશ ચતુર્થીની ભારે ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. મુંબઈમાં લોકો ગણેશ પંડાલો અને ઘરોમાં અલગ અલગ ડેકોરેશન કરીને ગણપતિ બાપ્પાની પૂજા કરી રહ્યા છે. ગણપતિની સજાવટમાં આ વખતે અવકાશમાં ચંદ્રયાન જેવા નવા થીમ પર સજાવટ જોવા મળી રહી છે.

મુંબઇના અનેક પંડાલોમાં વિશિષ્ટ થીમ આધારિત ડેકોરેશન જોવા મળી રહ્યા છે. ઘાટકોપર વિસ્તારમાં મુંબઈ આવાજ એક અલગ થીમ પર ગણેશ પંડાલ બનાવવામાં આવ્યો છે, જેની આજકાલ બહુ ચર્ચા થઇ રહી છે. ડેકોરેશનને નવો લુક આપવા માટે ઘાટકોપર વિસ્તારમાં મુંબઈ મેટ્રો ટ્રેનની થીમ પર ગણેશ પંડાલ બનાવવામાં આવ્યો છે.

આ અંગે માહિતી આપતા ઘાટકોપરના રાહુલ ગોકુલ વારિયાએ કહ્યું હતું કે, ‘અમે 3 વર્ષથી મિનિએચર કન્સેપ્ટ પર ગણપતિ બનાવીએ છીએ. આ વર્ષે અમે ઘાટકોપર મેટ્રો સ્ટેશનની પ્રતિકૃતિ બનાવી છે. અગાઉ અમે ડબલ ડેકર બસ અને લોકલ ટ્રેનની પ્રતિકૃતિઓ બનાવી હતી. અમે ઘરે મૂર્તિ બનાવીએ છીએ. તે બનાવવામાં અમને લગભગ એક મહિનાનો સમય લાગે છે.’

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે… Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા…