મનોરંજન

હેપ્પી બર્થ ડેઃ 43મો જન્મદિવસ આ રીતે ઉજવ્યો બોલીવૂડની બેબો-બેગમે


સ્ટાઈલીસ્ટ લૂક, લક્ઝરી લાઈફસ્ટાઈલ અને પાર્ટી અને સોશિયલ મીડિયામાં છવાયેલી રહેતી કપૂર ખાનદાનની દીકરી ને પટૌડી ખાનદાનની વહુ કરીના કપૂરનો આજે 43મો જન્મદિવસ છે.
બોલિવૂડની બેબો એટલે કે અભિનેત્રી કરીના કપૂર આ દિવસોમાં ફિલ્મ ‘જાને જાન’ને લઈને ચર્ચામાં છે. આ તેની પહેલી ઓટીટી ફિલ્મ છે. આજે બહેન કરિશ્મા કપૂરે પોતાના ઈન્સ્ટા હેન્ડલ પર બર્થ ડે સેલિબ્રેશનના ફોટા શેર કર્યા છે. કપૂર ખાનદાનની વહુ દીકરીઓ બોલીવૂડમાં પ્રવેશ ન કરે તેવી પરંપરાને તોડીને બહેન કરિશ્માના પગલે ચાલનારી કરિના ખૂબ જ લેવિશ લાઈફસ્ટાઈલ ફોલો કરે છે.\


સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા બાદ કરીના કપૂર મુંબઈમાં એક આલીશાન ઘરમાં રહે છે. જેની કિંમત કરોડોમાં છે. આ સિવાય સૈફ અને કરીના પાસે પટૌડી હાઉસ પણ છે. જેની કિંમત લગભગ 800 કરોડ રૂપિયા છે. એક રિપોર્ટ અનુસાર કરીના કપૂરની કુલ સંપત્તિ 60 મિલિયન ડોલરની આસપાસ છે. અભિનેત્રી દર વર્ષે લગભગ 10-12 કરોડ રૂપિયાની કમાણી કરે છે.
કરીના કપૂરના કાર કલેક્શનની વાત કરીએ તો અભિનેત્રી પાસે ઘણી મોંઘી કાર છે. તેમના ગેરેજમાં Mercedes-Benz S-Class, Audi-R8, Lexus LX 470, Land Rover Defender અને Range Rover Vogue જેવા વાહનોનો સમાવેશ થાય છે.
કરીના કપૂર તેની એક ફિલ્મ માટે 8 થી 10 કરોડ રૂપિયા લે છે. આ સિવાય અભિનેત્રી ઘણી બ્રાન્ડ્સમાંથી પણ ઘણી કમાણી કરે છે.


આજે તેની ઓટીટી ડેબ્યુ રીલિઝ થવાની છે. કરિના અને સૈફ બન્ને સંતાન તૈમુર અને જહાંગીર સાથે વારંવાર જોવા મળતા હોય છે. કરિના સંતાનો સિવાય પોતાની બહેન કરિશ્મા અને બોલીવૂડની ગર્લ્સ ગેંગ સાથે વધારે સમય વિતાવે છે. તેની છેલ્લી ફિલ્મ લાલસિંહ ચઢ્ઢા પીટાઈ ગઈ હતી. હવે ઓટીટીની નવી ઈનિંગ કેવી રમશે તે સમય બતાવશે.
બોલીવૂડની બેબોને જન્મદિવસની શુભકામના

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button