આપણું ગુજરાત

પાલનપુર-અમદાવાદ હાઈવે પર ત્રિપલ અકસ્માતમાં ચારના મોત

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતોનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. જિલ્લામાં પાલનપુરઅમદાવાદ હાઇવે ઉપર ભરકાવાડાના પાટિયા પાસે ત્રિપલ અકસ્માત સર્જાયો છે. જેમાં ટ્રેલર, ટ્રક અને ગાડી વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા બાળકી અને મહિલા સહિત ચાર લોકોના મોત થયા છે જ્યારે બે લોકોને ઈજા પહોંચી હતી. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. બનાવના પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. ઉપરાંત અન્ય એક અકસ્માત અમીરગઢમાં વિરમપુર ડાભેલી અજાપુર પાટીયા પાસે બન્યો છે જેમાં છોટાહાથી-સ્કુટર વચ્ચે ચક્કર થતા એકનું મોત થયુ છે.

આજે પાલનપુર-અમદાવાદ હાઈવે ઉપર ભડકાવાડા પાટીયા પાસે ટેલર, ટ્રક અને ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ત્રિપલ અકસ્માતમાં બાળકી અને મહિલા સહિત ચાર લોકોના મોત નિપજયા છે. જેમાં શુભાંગદેવી ભોપારામ ચૌધરી (ઉ.વ.33 રહે. સાંચોર), સંજુબેન ભોપારામ ચૌધરી (ઉ.વ.5 રહે. સાંચોર), સલીમખાન મીરુ ખાન (ઉ.વ.42 રહે. બાડમેર) ત્રણના તો ઘટના સ્થળે જ મોત થઈ ગયા હતા. જ્યારે એકનું હોસ્પિટલમાં મોત થયું છે. ભરકાવાડા પાટીયા પાસે ટેલર, ટ્રક અને ગાડી વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. બે ઘાયલોને સ્થાનિક લોકોની મદદથી સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. અકસ્માત એટલો ભયંકર હતો કે, કારના આગળના ભાગનો ફૂરચો બોલી ગયો હતો. જ્યારે સામાન ભરેલું ટ્રેલર પર રોડ પર પલટી ગયું હતું. જેથી ટ્રેલરમાં ભરેલો સામાન રોડ પર વિખેરાયો હતો. અકસ્માતને પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. સ્થાનિકોએ પોલીસને જાણ કરતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી મૃતદેહોને પોસ્ટ મોર્ટ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : પુણેમાં પોર્શે કાર અકસ્માત: ટીનેજરનાં માતા-પિતા, અન્ય આરોપીઓની પોલીસ કસ્ટડી 14 જૂન સુધી લંબાવાઇ

આ ઉપરાંત અમીરગઢના વિરમપુર ડાભેલી અજાપુર પાટીયા પાસે છોટા હાથી અને સ્કુટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું. જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતાં સ્થાનિક લોકો દ્વારા ઘાયલ વ્યક્તિને સારવાર માટે પાલનપુરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. બનાવના પગલે અમીરગઢ પોલીસે તત્કાલીક ઘટના સ્થળ પર પહોંચી આગળની તપાસ હાથ ધરી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button