ટોપ ન્યૂઝનેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

543માંથી 251 સાંસદો ગુનેગાર, 51 કરોડપતિ અને બે સાંસદો સૌથી યુવા : ADRનો રિપોર્ટ

નવી દિલ્હી: એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)એ 2024ની લોકસભા ચૂંટણીમાં જીતેલા તમામ 543 ઉમેદવારોના એફિડેવિટ પર રિપોર્ટ જાહેર કર્યો છે. તેના વિશ્લેષણ મુજબ, 543 વિજેતા ઉમેદવારોમાંથી 251 તેમની સામે ફોજદારી કેસ નોંધાયેલા છે. આ ચૂંટણીમાં માત્ર 74 એટલે કે 14% મહિલાઓ જીતી છે.

2024 લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ ચૂક્યું છે. 18મી લોકસભાની ચૂંટણીના પરિણામોમાં કેન્દ્રની સત્તારૂઢ ભાજપને આ ચૂંટણીમાં 240 બેઠકો મળી છે. જ્યારે 99 સાંસદો સાથે બીજા સ્થાને કોંગ્રેસ છે. જો કે NDA 293 બેઠકો સાથે સતત ત્રીજી વખત સરકાર બનાવવા જઈ રહી છે. NDA પોતાની સરકારની રચના માટે બેઠકો કરી રહી છે. આ રાજકીય માહોલ વચ્ચે, એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)એ લોકસભા ચૂંટણી જીતેલા તમામ 543 વિજેતા ઉમેદવારોના એફિડેવિટ્સનું વિશ્લેષણ કર્યું છે.

માત્ર 25 વર્ષના બે સાંસદો :

આ લોકસભા ચૂંટણીમાં જો કોઈ સૌથી યુવા ચૂંટાયેલ ઉમેદવારો હોય તો પુષ્પેન્દ્ર સરોજ અને પ્રિયા સરોજ છે. સપાની ટિકિટ પરથી જીતેલા આ બંને સાંસદો 25 વર્ષના જ છે. સૌથી વયોવૃદ્ધ ચૂંટાયેલા સાંસદ ડીએમકેના ટીઆર બાલુ છે, જેઓ 82 વર્ષના છે.

આટલા ચૂંટાયેલ સાંસદો પોતે જ ગુનેગાર :

ADR દ્વારા શેર કરવામાં આવેલા ડેટાના વિશ્લેષણ મુજબ, 2024ની લોકસભા ચૂંટણીમાં 543 વિજેતા ઉમેદવારોમાંથી 251 તેમની વિરુદ્ધ ફોજદારી કેસ નોંધાયેલા છે. આ વિજેતા ઉમેદવારોમાંથી 170 સામે ગંભીર ફોજદારી કેસ નોંધાયેલા છે, જેમાં હત્યા, હત્યાનો પ્રયાસ, મહિલાઓ વિરુદ્ધ અપરાધો અને દ્વેષપૂર્ણ ભાષણ (Hate Speech) સંબંધિત આરોપોનો સમાવેશ થાય છે.

543 માંથી 251 (46%) વિજેતા ઉમેદવારોએ પોતાની સામે ફોજદારી કેસ જાહેર કર્યા છે. 170 (14%) વિજેતા ઉમેદવારોએ પોતાની સામે ગંભીર ફોજદારી કેસ જાહેર કર્યા છે. 27 વિજેતા ઉમેદવારોએ તેમની સામે દોષિત કેસો જાહેર કર્યા છે. ચાર વિજેતા સાંસદોએ પોતાની વિરુદ્ધ હત્યાના કેસ (IPC-302) જાહેર કર્યા છે, જ્યારે 27 વિજેતા સાંસદોએ પોતાની વિરુદ્ધ હત્યાના પ્રયાસના કેસ (IPC-307) જાહેર કર્યા છે. જે વિજેતા સાંસદોએ જેમણે મહિલાઓ પર અત્યાચાર સંબંધિત કેસ જાહેર કર્યા છે તેમની સંખ્યા 15 છે. આમાંથી બે વિજેતા ઉમેદવારો સામે બળાત્કાર (IPC-376) સંબંધિત કેસ નોંધવામાં આવ્યો છે.

પક્ષ મુજબના આંકડા શું છે?

ADR એ ચૂંટણીમાં વિજેતા ઉમેદવારો દ્વારા જાહેર કરાયેલા ફોજદારી કેસોના પક્ષવાર ડેટા જાહેર કર્યા છે. ભાજપને 240 માંથી 94 (39%), કોંગ્રેસને 99 માંથી 49 (49%), SPને 37 માંથી 21 (57%), TMC 29 માંથી 13 (45%), DMKને 22 માંથી 13 (59%) , TDPના 16માંથી આઠ (50%) ઉમેદવારો અને શિવસેનાના સાતમાંથી પાંચ વિજેતા ઉમેદવારોએ પોતાની સામે ફોજદારી કેસ જાહેર કર્યા છે.

આ પણ વાંચો: લોકસભા ચૂંટણીના મેદાનમાં ઊતરેલ ત્રણે ટ્રાન્સજેન્ડરની ડિપોઝિટ જપ્ત

પાર્ટી જીતેલા સાંસદો ગંભીર ગુનાઓ ધરાવતા સાંસદો ટકાવારી

ભાજપ 240 63 26%
કોંગ્રેસ 99 32 32%
સપા 37 17 46%
ટીએમસી 29 7 24%
ડીએમકે 22 6 27%
ટીડીપી 16 5 31%
શિવસેના 7 4 57%

આટલી સંપતિ છે સાંસદો પાસે :

543માંથી 93% એટલે કે 504 વિજેતા ઉમેદવારો કરોડપતિ છે. ભાજપના સૌથી વધુ 227 વિજેતા ઉમેદવારો કરોડપતિ છે. બીજા ક્રમે કોંગ્રેસ છે જેના 92 વિજેતા ઉમેદવારો કરોડપતિ છે. ચૂંટણી એફિડેવિટમાં આ ઉમેદવારોએ એક કરોડથી વધુની સંપત્તિ જાહેર કરી છે. લોકસભા ચૂંટણી 2024ના દરેક વિજેતા ઉમેદવારની સરેરાશ 46.34 કરોડની સંપત્તિ છે. જો આપણે પક્ષ મુજબના આંકડાઓ પર નજર કરીએ તો ભાજપના 240 વિજેતા ઉમેદવારોની સરેરાશ સંપત્તિ 50.04 કરોડ રૂપિયા છે.

આ ચૂંટણીમાં સૌથી વધુ સંપત્તિ આંધ્રપ્રદેશના ગુંટુરથી ટીડીપીના ઉમેદવાર ડૉ. ચંદ્રશેખર પેમ્માસાની હતી. તેમની કુલ સંપતિ 5705 કરોડ રૂપિયાની છે. આ બાબતે ભાજપના કોંડા વિશ્વેશ્વર રેડ્ડી બીજા સ્થાને છે. તેલંગાણાની ચેવેલ્લા સીટ પરથી ચૂંટણી જીતેલા રેડ્ડીએ પોતાના એફિડેવિટમાં 4568 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી છે. કુરુક્ષેત્ર, હરિયાણાથી ભાજપના ઉમેદવાર ત્રીજા સૌથી અમીર ચૂંટણી જીતેલા સાંસદ ભાજપના નવીન જિંદાલ છે. જિંદાલે કુલ 1241 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી છે. જ્યારે કોંગ્રેસના નકુલ નાથ પાંચમા સ્થાને છે.

માત્ર 74 જ મહિલા સાંસદો :

ADRના રિપોર્ટ અનુસાર, 543 વિજેતા ઉમેદવારોમાંથી માત્ર 74 મહિલાઓ છે, જો કે કુલ સાંસદોના માત્ર 14% જ છે. 2019ની લોકસભા ચૂંટણીમાં 77 મહિલાઓ સાંસદો બની હતી. જ્યારે 2014ની ચૂંટણીમાં કુલ 62 મહિલાઓ સાંસદ બની હતી અને તેની અગાઉની ચૂંટણી 2009માં 59 મહિલાઓ હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button