લોકસભા ચૂંટણીના મેદાનમાં ઊતરેલ ત્રણે ટ્રાન્સજેન્ડરની ડિપોઝિટ જપ્ત
નવી દિલ્હી : દેશમાં લોકસભા ચૂંટણીના પરિણામો આવી ચૂક્યા છે. એનડીએને 292, જ્યારે ઇન્ડી ગઠબંધનને 234 અને 17 બેઠકો અન્યને ફાળે ગઈ છે. જો કે આ ચૂંટણીમાં મેદાનમાં ઉતરેલા ત્રણ ટ્રાન્સજેન્ડર ઉમેદવારોની (transgender candidates in Lok Sabha) ડિપોઝિટ પણ જપ્ત થઈ ચૂકી છે. ભારતમાં આ સમુદાયે પોતાના રાજકીય પ્રતિનિધિત્વ મેળવવા માટે કરવા પડતાં સંઘર્ષને દર્શાવે છે.
ભારતમાં આજ સુધી કોઈ ટ્રાન્સજેન્ડર લોકસભા ચૂંટણી જીતીને સાંસદ બન્યા નથી. ત્યારે 2024ની લોકસભા ચૂંટણીમાં ત્રણ ટ્રાન્સજેન્ડર ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. ત્રણે ઉમેદવારોએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. જો કે ત્રણે ઉમેદવારોની ડિપોઝિટ પણ જપ્ત થઈ ચૂકી છે.
ચૂંટણી પંચના નિયમો અનુસાર, જે ઉમેદવારો કુલ માન્ય મતોના ઓછામાં ઓછા છઠ્ઠા ભાગના મત મેળવવામાં નિષ્ફળ જાય છે તેમની ડિપોઝિટ જપ્ત થાય છે. મધ્યપ્રદેશથી દમોહ બેઠક પર ચૂંટણી લડનાર દુર્ગા આંટીને 1,124 મતો મળ્યા છે. જો કે આ ટ્રાન્સજેન્ડર ઉમેદવારોમાંથી કોઈ પણ જીતની નજીક તો નથી પહોંચ્યું પરંતુ તમામની ડિપોઝિટ પણ જપ્ત થઈ ચૂકી છે.