ભારતમાં લોકસભા ચૂંટણી સંપન્ન થતાં America એ આપી પ્રતિક્રિયા, કહી આ વાત
વોશિંગ્ટનઃ અમેરિકાએ(America) લોકસભાની ચૂંટણી(Lok Sabha Election) સફળતાપૂર્વક પૂર્ણ કરાવવા બદલ ભારત સરકાર અને દેશના લોકોના વખાણ કર્યા છે. નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)એ સરકાર રચવા માટે બહુમતીનો આંકડો પાર કરી લીધો છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi) સતત ત્રીજી વખત સરકાર બનાવવા જઈ રહ્યા છે. જો કે, ત્રણ હિન્દી ભાષી રાજ્યોમાં ભાજપે(BJP) મોટી સંખ્યામાં બેઠકો ગુમાવી છે. ચૂંટણી પંચે લોકસભાની તમામ 543 બેઠકોના અંતિમ પરિણામો જાહેર કર્યા છે. જેમાં ભારતીય જનતા પાર્ટીને 240 બેઠકો પર અને કોંગ્રેસને 99 બેઠકો પર વિજયી જાહેર કરવામાં આવ્યા છે.
ભારતની જનતાને અભિનંદન
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યુ મિલરે મંગળવારે નિયમિત પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, “યુનાઇટેડ સ્ટેટ્સ વતી, અમે ભારત સરકાર અને મતદારોને સફળતાપૂર્વક આયોજન કરવા અને તેનો હિસ્સો બનવા બદલ અભિનંદન આપીએ છીએ.” આખી દુનિયાની જેમ ચૂંટણી કોણ જીત્યું અને કોણ હાર્યું તેના પર ટિપ્પણી નહીં કરીએ. અમારા માટે મહત્વની બાબત એ છે કે છેલ્લા છ અઠવાડિયામાં આપણે લોકશાહીની સૌથી મોટી કવાયત જોઈ છે, જ્યાં ભારતના લોકો મતદાન કરવા માટે તેમના ઘરથી બહાર આવ્યા હતા.
દખલ કરવાનો ઇનકાર કર્યો
મેથ્યુ મિલરે અમેરિકા સહિત પશ્ચિમી દેશો દ્વારા ભારતીય ચૂંટણીમાં હસ્તક્ષેપ અંગેના તમામ અહેવાલોને પણ નકારી કાઢ્યા હતા. જ્યારે અમેરિકામાં ભારત-કેન્દ્રિત વેપાર અને વ્યાપાર જૂથ ‘ધ બોર્ડ ઓફ અમેરિકા-ઈન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમ’ (યુએસઆઈએસપીએફ) એ જણાવ્યું કે, અમારી સંસ્થા નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ને ઐતિહાસિક જીત બદલ અભિનંદન પાઠવે છે. USISPF બોર્ડે દેશના “ગૌરવપૂર્ણ લોકશાહી ઇતિહાસ”માં વધુ એક નવો અધ્યાય ઉમેરવા બદલ મતદારોને પણ અભિનંદન પાઠવ્યા હતા