આમચી મુંબઈનેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

એફડીઆઈના આંકડા પર કૉંગ્રેસે ફડણવીસની નિંદા કરી

મુંબઈ: મહારાષ્ટ્ર વિદેશી પ્રત્યક્ષ રોકાણ (એફડીઆઈ) પ્રાપ્તકર્તાઓની યાદીમાં સતત ટોચ પર છે એમ જણાવતાં કૉંગ્રેસે શનિવારે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની એમવીએ શાસન દરમિયાન રાજ્યનું રેન્કિંગ નીચે ગયું હોવાની ટિપ્પણી બાબતે ટીકા કરી હતી.

કેન્દ્રીય ઉદ્યોગ મંત્રાલયના ડેટાને ટાંકીને રાજ્ય કૉંગ્રેસના પ્રવક્તા સચિન સાવંતે જણાવ્યું હતું કે 2000 અને 2012 વચ્ચે દેશમાં કુલ એફડીઆઈના લગભગ 33 ટકા મહારાષ્ટ્રને મળ્યું હતું.

આ પણ વાંચો: અમારા કાર્યકાળમાં મહારાષ્ટ્ર જીડીપી અને એફડીઆઈમાં નંબર વન બની: એકનાથ શિંદેનો દાવો

ઓક્ટોબર 2019 થી જૂન 2022 સુધી એકંદર એફડીઆઈના સંદર્ભમાં મહાવિકાસ અઘાડી (એમવીએ) સરકારના કાર્યકાળ દરમિયાન પણ મહારાષ્ટ્ર પ્રથમ ક્રમે હતું, એવું સાવંતે કહ્યું હતું.

ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળની મહાવિકાસ આઘાડી સરકાર જૂન 2022 માં પડી ગઈ હતી, જેમાં કૉંગ્રેસ પણ સહભાગી હતી.
એમવીએ શાસન દરમિયાન મહારાષ્ટ્ર એફડીઆઈ આકર્ષવામાં પાછળ પડી ગયું હતું, તે છેલ્લા સતત બે વર્ષમાં ફરીથી ટોચના સ્થાને પહોંચી ગયું છે, એમ ફડણવીસે શુક્રવારે જણાવ્યું હતું.

સાવંતે દાવો કર્યો હતો કે ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર મહારાષ્ટ્રને ધિક્કારે છે જેના કારણે ગુજરાત અને કર્ણાટક તેનાથી આગળ નીકળી ગયા છે.

કોમ્પ્યુટર હાર્ડવેર અને સોફ્ટવેર ઉદ્યોગે સિંગાપોર, યુએસ અને મોરેશિયસમાંથી આ બે નાણાકીય વર્ષમાં સૌથી વધુ એફડીઆઈ મેળવ્યું હતું. 2020-21માં દેશમાં કરાયેલા તમામ વિદેશી સીધા રોકાણમાંથી 78 ટકા ગુજરાતે મેળવ્યું હતું, જ્યારે કર્ણાટકને 2021-22માં તમામ એફડીઆઈના 53 ટકા મળ્યા હતા, એમ તેમણે જણાવ્યું હતું.

આ પણ વાંચો: Union Budget 2024ના મહત્વનાં 75 મુદ્દા ફટાફટ જાણી લો!

તેમણે એવો દાવો કર્યો હતો કે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારને ઈશારે કમ્પ્યુટર હાર્ડવેર અને સોફ્ટવેર ઉદ્યોગના રોકાણ મહારાષ્ટ્રને બદલે આ બંને રાજ્યોમાં સ્થળાંતરિત કરી નાખવામાં આવ્યા હતા.

સાવંતે જણાવ્યું હતું કે દેશમાં તે બે નાણાકીય વર્ષો પછી કમ્પ્યુટર હાર્ડવેર અને સોફ્ટવેર ક્ષેત્રમાં રોકાણમાં નોંધપાત્ર વધારો થયો નથી.

આ બે રાજ્યો (ગુજરાત અને કર્ણાટક) હવે તેમની પ્રારંભિક સ્થિતિ પર પાછા ફર્યા છે એવો દાવો કરતાં તેમણે ઉમેર્યું હતું કે જ્યાં સુધી અવરોધ ન આવે ત્યાં સુધી મહારાષ્ટ્ર દેશમાં રોકાણનું શ્રેષ્ઠ સ્થળ રહેશે. (પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button