મનોરંજન

ક્યુટ બેબી દેઓલને મમ્મી-પપ્પા સાથે જોયો કે!

ફિલ્મ અભિનેતા- અભિનેત્રીઓના ફોટાઅવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહેતા હોય છે અને લોકોને આવા ફોટા જોવા અને કલાકારોની અંગત જિંદગી વિશે જાણવામાં પણ ઘણો રસ હોય છે. હવે આવોજ એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ ફોટો દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રના પરિવારનો છે. ધર્મેન્દ્રના પુત્ર બોબી દેઓલનો એક જૂનો ફોટો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. આમાં તે પિતા અને માતા સાથે પોઝ આપતો જોવા મળે છે.

આ ફોટોમાં બેબી બોબી દેઓલ તેના માતા-પિતા ધર્મેન્દ્ર અને પ્રકાશ કૌર સાથે જોવા મળી રહ્યો છે ધર્મેન્દ્રનો યંગ ચાર્મિંગ લુક ફેન્સના દિલ જીતી રહ્યો છે. તો કેઝ્યુઅલ લુકમાં ક્યુટ બેબી બોબી દેઓલ અને પ્રકાશ કૌરનો લુક પણ લોકોને પસંદ આવી રહ્યો છે. ખુલ્લા વાળ, ગ્રે સાડી, માથે મોટી બિંદીમાં પ્રકાશ કૌર પણ ખૂબ જ સુંદર લાગી રહ્યા છે. ફેન્સ આ પારિવારિક ફોટો જોઇને પ્રશંસા કરી રહ્યા છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો બોબી દેઓલની કિટ્ટી ફૂલ છે. તેની પાસે યશ રાજ ફિલ્મ્સનો પ્રોજેક્ટ છે, જેમાં તેની સાથે આલિયા ભટ્ટ પણ છે. હાલમાં તેઓ હાઉસફુલ-5 અને સાઉથની ફિલ્મ કંગુઆમાં કામ કરી રહ્યા છે. ધર્મેન્દ્ર હાલમાં એક ફિલ્મ પર કામ કરી રહ્યા છે. સની દેઓલની વાત કરીએ તો તે પ્રીતિ ઝિન્ટા સાથે ‘લાહોર 1947’માં જોવા મળવાનો છે. આ ફિલ્મનું શૂટિંગ હાલમાં પૂરજોશમાં ચાલી રહ્યું છે.

Also Read –

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button