Bank Closed: આવતીકાલે આ કારણે રહેશે અમુક રાજ્યમાં બેંકો બંધ, ખાતાધારકોને કરી આ ખાસ અપીલ…
મુંબઈઃ પીએમ નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)ની ડિજીટલ ઈન્ડિયા ઝુંબેશ અંતર્ગત બેંક સંબંધિત કામકાજ માટે બેંકોમાં જવાનું પ્રમાણ ઓછું થઈ ગયું છે, પરંતુ તેમ છતાં દેશનો એક વર્ગ એવો છે કે જેઓ બેંકમાં જઈને પોતાના કામ પૂરા કરવાનું પસંદ કરે છે.
આવતીકાલે એટલે કે 23મી મેના દિવસે બુદ્ધ પૂર્ણિમા (Buddha Purnima)ના દિવસે બેંક સંબંધિત કામ પતાવવાનું વિચારી રહ્યા છો તો પહેલાં આ સમાચાર વાંચી લો નહીં તો તમને બેંકનો નકામો ધક્કો થશે.
બુદ્ધ પૂર્ણિમાના દિવસે બેંક હોલીડે (Bank Holiday) છે જેને કારણે બેંકો બંધ રહેશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા આખા વર્ષ દરમિયાન આવતી રજાની યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદી અનુસાર બુદ્ધ પૂર્ણિમાના દિવસે રજા રહેશે, પણ ગ્રાહકો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરીને પોતાના કામ પૂરા કરી શકશે.
આ પણ વાંચો: Axis Bank સાથે 22 કરોડ રૂપિયાની લોન છેતરપિંડી! જાણો કેવી રીતે બે લોકોએ બેંકને લગાવ્યો ચૂનો
બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે ત્રિપુરા (Tripura), મહારાષ્ટ્ર (Maharashtra), મધ્ય પ્રદેશ (Madhya Pradesh), ચંડીગઢ (Chandigadh), ઉત્તર પ્રદેશ (Uttar Pradesh), અરુણાચલ પ્રદેશ (Arunachal Pradesh), જમ્મુ (Jammu), બંગાળ (Bengal), નવી દિલ્હી (New Delhi), છત્તીસગઢ (Chattisgadh), ઝારખંડ (Jharkhand), હિમાચલ પ્રદેશ (Himachal Pradesh) અને શ્રીનગર (Shrinagar) ખાતે બેંકો બંધ રહેશે.
આ સિવાય ત્રિપુરા, ઓરિસ્સામાં નઝરુલ જયંતિ અને લોકસભાની ચૂંટણી-2024 તેમ જ ચોથા શનિવારને કારણે બેંકો બંધ રહેશે. આ સિવાય ચોથા શનિવારને કારણે મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યમાં પણ બેંકો બંધ રહેશે અને 26 તારીખે રવિવાર નિમિત્તે બેંકો બંધ રહેશે જેને કારણે નાગરિકોએ બેંકના કામકાજ ઓનલાઈન જ પતાવવાની અપીલ બેંકો દ્વારા કરવામાં આવી છે.