આમચી મુંબઈનેશનલસ્પેશિયલ ફિચર્સ

શું આવતીકાલથી સળંગ ત્રણ દિવસ Bank Holiday રહેશે? RBIએ આ સ્પષ્ટતા…

નવી દિલ્હીઃ હાલમાં જ્યાં જુઓ ત્યાં Loksabha Electionની જ વાતો થઈ રહી છે. અત્યાર સુધી ચાર તબક્કાનું મતદાન પૂરું થઈ ચૂક્યું છે અને પાંચમા તબક્કાનું મતદાન સોમવારે એટલે કે 20મી મેના થના જઈ રહ્યું છે. પાંચમા તબક્કાનું મતદાર સોમવારે થવા જઈ રહ્યું છે ત્યારે કેટલાક લોકોને એ સવાલ મૂંઝવી રહ્યો છે શું મતદાનના દિવસે એટલે કે 20મી મેના દિવસે અમુક શહેરમાં એક દિવસ માટે કે સળંગ ત્રણ દિવસ માટે બેન્કો બંધ (Bank Holiday On 20th May)રહેશે? ચાલો તમને જણાવીએ…

18મી મેના મે મહિનાનો ત્રીજો શનિવાર છે એટલે એ દિવસે બેંક બંધ નહીં રહે. 19મી મેના રવિવાર છે એટલે બેન્કોમાં બંધ રહેશે અને 20મી મેના દિવસે એટલે કે સોમવારના દેશના અનેક શહેરોમાં પાંચમા તબક્કાનું મતદાન થવા જઈ રહ્યું છે, જેને કારણે અમુક શહેરોમાં બેન્કો બંધ રહેશે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (Reserve Bank Of India-RBI) દ્વારા આ અંગેની અધિસૂચના આપીને માહિતી આપવામાં આવી હતી લોકસભાની ચૂંટણી દરમિયાન જે શહેરોમાં મતદાન હશે એ શહેરોમાં બેન્કો બંધ રહેશે.

આ પણ વાંચો: Kotak Bank પર RBIની એક્શન, બજાર ખૂલતાંની સાથે જ શેર 10% તૂટ્યો

લોકસભા ચૂંટણી-2024નું પાંચમા તબક્કાનું મતદાન 20મી મેના છ રાજ્યા અને બે કેન્દ્ર શાસિત પ્રદેશના કેટલાક શહેરોમાં થશે. બિહાર (Bihar), મહારાષ્ટ્ર (Maharashtra), પશ્ચિમ બંગાળ (West Bangal), (Ladakh), ઝારખંડ (Jharkhand), ઉત્તર પ્રદેશ (Uttarpradesh), ઓરિસ્સા (Orrisa), જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir)ના કેટલાક શહેરોમાં ચૂંટણી યોજાશે. આ કારણે સળંગ ત્રણ દિવસ નહીં પણ બે દિવસ માટે બેન્કો બંધ રહેશે.

મે મહિનામાં આવી રહેલાં બેન્ક હોલિડે (May-2024 Bank Holiday)-

20મી મેના લોકસભાની ચૂંટણીના પાંચમા તબક્કાના મતદાનને કારએ કેટલાક શહેરોમાં બેન્કો બંધ રહેશે

23મી મેના બુદ્ધ પૌર્ણિમાને કારણે બેન્કમાં રજા રહેશે

25મી મેના લોકસભાના છઠ્ઠા તબક્કાના મતદાન અને અને મહિનાના ચોથા શનિવાર હોવાને કારણે બેન્કો બંધ રહેશે

26મી મેના રવિવારે પણ બેન્કો બંધ રહેશે

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે…