વેપાર
ટીન અને નિકલની આગેવાની હેઠળ ધાતુમાં આગેકૂચ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ધાતુનાં વૈશ્ર્વિક અગ્રણી વપરાશકાર દેશ ચીન તેની પ્રોપર્ટી માર્કેટ માટે સ્ટિમ્યુલસ પેકેજની જાહેરાત કરે તેવા આશાવાદ સાથે લંડન ખાતે કોપર સહિતની ધાતુઓના ભાવમાં સુધારો આગળ ધપ્યાના અહેવાલ સાથે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં પણ ખાસ કરીને ટીન અને નિકલની આગેવાની હેઠળ અન્ય ધાતુઓનાં ભાવમાં કિલોદીઠ રૂ. એકથી ૮૯ની આગેકૂચ જોવા મળી હતી. જોકે, આજે માત્ર એલ્યુમિનિયમમાં ટકેલું વલણ રહ્યું હતું, જ્યારે ઝિન્ક સ્લેબમાં નિરસ માગે ભાવમાં કિલોદીઠ રૂ. એકનો ઘટાડો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મુખ્યત્વે નિકલ, ટીન અને કોપર વાયરબારમાં સ્ટોકિસ્ટોની આક્રમક લેવાલી ઉપરાંત સાર્વત્રિક સ્તરેથી માગને ટેકે ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. ૮૯ વધીને રૂ. ૧૭૪૭, રૂ. ૩૨ વધીને રૂ. ૩૧૩૮ અને રૂ. નવ વધીને રૂ. ૯૩૬ના મથાળે રહ્યા હતા.