રાજકોટમાં 10 વર્ષની બાળાએ ટ્યૂશન ક્લાસથી છુટકારો મેળવવા અપહરણનું નાટક કર્યું
રાજકોટમાં 10 વર્ષની બાળાએ ટ્યૂશન ક્લાસથી છુટકારો મેળવવા અપહરણનું નાટક કર્યું
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: રાજકોટમાં 10 વર્ષની બાળાએ ટ્યુશન ક્લાસથી છુટકારો મેળવવા માટે પોતાનું અને બીજી એક બાળાનું અપહરણ થયું હોવાનું નાટક કરતાં પોલીસમાં દોડધામ મચી ગઇ હતી. જોકે પોલીસ પૂછપરછમાં આખરે આ અપહરણના નાટકનો ભાંડો ફૂટ્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટના પોપટપરા મેઈન રોડ ઉપર એક બાળા તેના પિતા સાથે શહેરના પ્રહરનગર પોલીસ સ્ટેશન ગઇ હતી અને પોલીસને જણાવ્યું હતું કે, તે ટ્યુશન જતી હતી ત્યારે બ્લેક કલરની થાર કારમાં આવેલા ત્રણ લોકોએ તેને ઉપાડી લીધી હતી.
આ પછી આગળ જતાં બીજી પાંચ વર્ષની બાળકીને ઉપાડી લીધી હતી. જે બાદ આગળ રેલવે ગરનાળું છે ત્યાં જઈ શેરી નંબર 6માં ઉતારી દેવામાં આવી હતી અને ગાડી રેલવે સ્ટેશન બાજુ જતી રહી હોવાનું પોલીસને જણાવતા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
પોલીસે શહેરભરમાં તેમજ આજુબાજુના જિલ્લાઓમાં નાકાબંધી પણ કરી દેવાના આદેશ આપી દેવામાં આવ્યા હતા. તેમજ તાત્કાલિક ઘટના સ્થળે એસઓજી અને ક્રાઈમ બ્રાન્ચ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને આગળની તપાસ હાથ ધરી હતી અને તે વિસ્તારના સીસીટીવી જોતા એવું જણાયું હતું કે, કોઈપણ જાતનું બાળકીનું અપહરણ કોઈ દ્વારા કરવામાં આવ્યું નથી. આખરે પોલીસે બાળાની પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી હતી કે, મારે ટ્યુશનમાં નહોતું જવું એટલે આવું નાટક કર્યું હતું. કોઈપણ જાતનું મારું અપહરણ કરવામાં નહોતું આવ્યું. મને ટ્યુશનમાં જવું ગમતું ન હતું. ઉ