શેર બજાર

યુટિલિટીઝ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં સારી લેવાલી, ટેલિકોમ અને રિયલ્ટી શેર ગબડ્યા

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઇ: શેરબજારમાં સપ્તાહના પહેલા દિવસે વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું. યુટિલિટીઝ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં સારી લેવાલી રહી હોવાથી સેક્ટરલ ઈન્ડાયસીસમાં યુટિલિટીઝ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સર્વાધિક વધ્યા હતા, જ્યારે ટેલિકોમ્યુનિકેશન અને રિયલ્ટી સેગમેન્ટના શેરોમાં વેચવાલી અને પીછેહઠને કારણે તેના સંબંઘિત શેરઆંકો સર્વાધિક ઘટ્યા હતા.


સોમવારે સેન્સેક્સની ૧૫ કંપનીઓ વધી અને ૧૫ કંપનીઓ ઘટી હતી. માર્કેટ કેપ રૂ. ૩૨૩.૦૧ લાખ કરોડ રહ્યું હતું. બ્રોડ બેઝ્ડ ઈન્ડાયસીસમાં બીએસઈ સેન્સેક્સ ૫૦ ઈન્ડેક્સ ૦.૩૩ ટકા, બીએસઈ ૧૦૦ ઈન્ડેક્સ ૦.૩૧ ટકા, બીએસઈ મીડ કેપ ૦.૨૭ ટકા, બીએસઈ સ્મોલ કેપ ૦.૬૦ ટકા, બીએસઈ ૨૦૦ ઈન્ડેક્સ ૦.૩૦ ટકા, બીએસઈ ૫૦૦ ઈન્ડેક્સ ૦.૩૨ ટકા, બીએસઈ ઓલ કેપ ૦.૩૪ ટકા અને બીએસઈ લાર્જ કેપ ૦.૨૯ ટકા ઘટ્યા હતા.


સેક્ટરલ ઈન્ડાયસીસમાં કંઝ્યુમર ડિસ્ક્રીશનરી ૦.૨૧ ટકા, એફએમસીજી ૦.૪૫ ટકા, યુટિલિટીઝ ૧.૧૩ ટકા, ઓટો ૦.૮૪ ટકા, કેપિટલ ગુડ્સ ૦.૧૧ ટકા, કંઝ્યુમર ડ્યુરેબલ્સ ૧.૦૦ ટકા, ઓઈલ એન્ડ ગેસ ૦.૧૦ ટકા અને પાવર ૦.૮૭ ટકા વધ્યા હતા, જ્યારે કોમોડિટીઝ ૦.૯૬ ટકા, એનર્જી ૦.૦૩ ટકા, ફાઈનાન્શિયલ સર્વિસીસ ૦.૪૫ ટકા, હેલ્થકેર ૦.૬૧ ટકા, ઈન્ડસ્ટ્રીયલ્સ ૦.૧૯ ટકા, આઈટી ૦.૭૮ ટકા, ટેલિકોમ્યુનિકેશન ૧.૮૬ ટકા, બેન્કેક્સ ૦.૪૫ ટકા, મેટલ ૦.૮૯ ટકા, રિયલ્ટી ૧.૨૭ ટકા, ટેક ૦.૯૨ ટકા અને સર્વિસીસ ૦.૭૪ ટકા ઘટ્યા હતા. બી ગ્રુપની બી કંપનીઓને ઉપલી અને એક કંપનીને નીચલી સહિત બધા ગ્રુપની કુલ ૨૦ કંપનીઓમાંથી ૧૩ કંપનીઓને ઉપલી અને સાત કંપનીઓને નીચલી સર્કીટ લાગી હતી.


બીએસઈના ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં સોમવારે કુલ રૂ. ૪૩,૮૪૦.૬૯ કરોડનું ટર્નઓવર થયું હતું. કુલ ૨,૮૦,૬૭૦ સોદામાં ૬,૪૪,૫૨૦ કોન્ટ્રેક્ટનું કામકાજ થયું હતું. કુલ ૬૨,૪૧,૧૪૦ કોન્ટ્રેક્ટ્સના ઓપન ઈન્ટરેસ્ટ રહ્યા હતા. ઈન્ડેક્સ ફ્યુચર ઓપ્શનના ટ્રેડ થયેલા ૧૨૨ સોદામાં ૧૫૫ કોન્ટ્રેક્ટ સાથે રૂ. ૧૦.૫૧ કરોડનું કામકાજ થયું હતું.


ઈન્ડેક્સ કોલ ઓપ્શનના ટ્રેડ થયેલા ૧,૫૭,૫૭૨ સોદામાં ૩,૬૦,૩૧૫ કોન્ટ્રેક્ટ સાથે રૂ. ૨૪,૬૫૭.૧૮ કરોડનું કામકાજ થયું હતું. ઈન્ડેક્સ પુટ ઓપ્શનના ટ્રેડ થયેલા ૧,૨૨,૯૭૬ સોદામાં ૨,૮૪,૦૫૦ કોન્ટ્રેક્ટ સાથે રૂ. ૧૯,૧૮૩.૫૧ કરોડનું કામકાજ થયું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Indian Cricket Stars Heating Up for the World Cup! Post Office Scheme: Earn Rs 1,11,000 Yearly with This Government Scheme Astrology marriage dates warning “Discover the Magic of Morning Chews”