ટોપ ન્યૂઝશેર બજાર

Share Market Crash Live Updates: રોકાણકારોના પાંચ લાખ કરોડનું ધોવાણ

નિલેશ વાધેલા
મુંબઇ: શેરબજારમાં ત્રણ સત્રના સપ્તાહના પહેલા જ દિવસે જબરો કડાકો નોંધાયો છે અને સેન્સેકસમાં આ લખાઈ રહ્યું છે ત્યારે લગભગ ૧૦૦૦ પોઈન્ટનો ધબડકો જોવા મળ્યો છે. આજ સાથે રોકાણકારોની સંપત્તિમાંથી પાંચ લાખ કરોડનું ધોવાણ થઇ ગયું છે. નોંધવુ રહ્યું કે સવારે ખુલતા સત્રના ઉછાળા સાથે ભારતીય શેરબજાર હોંગકોંગને પાછળ મૂકી માર્કેટ કેપિટલની દ્રષ્ટીએ વિશ્વનું સૌથી મોટું બજાર બન્યું હતું.


શેરબજારે સત્રની શરૂઆત જોરદાર થઈ હતી પરંતુ એચડીએફસી અને ઝી એન્ટ.ની આગેવાની હેઠળ જોરદાર વેચવાલી શરૂ થતાં સેન્સેકસ સત્રની ઊંચી સપાટી સામે ૧૬૦૦ પોઇન્ટ નીચે પટકાઈ ગયો હતો અને નિફ્ટી પણ ૨૧,૩૦૦ની નીચે સરકી ગયો હતો.


આ લખાઈ રહ્યું છે ત્યારે સેન્સેકસમાં લગભગ ૧૦૦૦ પોઈન્ટનો કડાકો પડ્યો છે અને તે ૭૦,૫૦૦ની સપાટી ગુમાવી ચુક્યો છે. એચડીએફસીમાં તેના પરિણામની જાહેરાતથી ગબડી રહ્યો છે, જ્યારે ઝીલમાં સોનીએ છેડો ફાડી નાખ્યો હોવાથી ૨૭ ટકા સુધીનો કડાકો હતો.


આ ઓછું હોય તેમ ઇન્ડેક્સ હેવીવેઇટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીમાં પણ ધોવાણ થતાં સેન્સેકસને વધુ ઝટકો લાગ્યો હતો. ઇન્દેક્સને સૌથી વધુ નુકસાન એચડએફસી અને રિલાયન્સને કારણે થયું છે. સેન્સેકસ ખુલતા સત્રમાં ૬૦૦ પોઇન્ટના ઉછાળા સાથે ૭૨,૦૦૦ની સપાટી પાર કરી ગયો હતો.


દરમિયાન ખુલતા સત્રમાં એક નવો વિક્રમ પણ સર્જાયો હતો. ભારતીય શેરબજારે હોંગકોંગને પાછળ છોડીને વિશ્વનું ચોથું સૌથી મોટા સ્ટોક માર્કેટનું સ્થાન મેળવી લીધું હતું. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, મંગળવારના રોજ ભારતીય સ્ટોકનું માર્કેટ કેપિટલ હોંગકોંગના 4.29 ટ્રિલિયન ડોલરના સામે 4.33 ડોલર હતું.


ભારતીય શેરબજારનું માર્કેટ કેપિટલ પાંચમી ડિસેમ્બરના રોજ પ્રથમ વખત ચાર ટ્રિલિયન ડોલરને પાર કરી ગયું હતું, જેમાં લગભગ અડધું છેલ્લા ચાર વર્ષમાં આવ્યું હતું.


નોંધવુ રહ્યું કે ભારતમાં ઈક્વિટીઝ ઝડપથી વધવાનું કારણ ઝડપથી વધી રહેલા રિટેલ રોકાણકારોના આધાર અને મજબૂત કોર્પોરેટ કમાણી છે.


ભારતે ચીનના ઓપ્શન તરીકે પોતાની જાતને સ્થાપિત કર્યો છે. ભારતીય માર્કેટ હવે ગ્લોબલ રોકાણકારો અને કંપનીઓ તરફથી નવી મૂડી આકર્ષિત કરી રહ્યું છે.


હાલના સમયમાં અમેરિકા વિશ્વનું સૌથી મોટું સ્ટોક માર્કેટ છે. હાલ હોંગકોંગમાં નવી લિસ્ટિંગ થઈ રહી નથી. આ આઈપીઓ હબ વિશ્વના સૌથી વ્યસ્ત સ્થળોમાંથી તેનું સ્થાન ગુમાવી રહ્યું છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Avoid the Fridge for These Fruits! Keep Them Fresh the Right Way Unblock Your Entryway: Essential Items to Avoid at Your Front Door Catches Win Matches: Top Indian Cricket Fielders Through the Decades IPL: Sixes Galore! Delhi vs Mumbai Turns into a Hitting Extravaganza