શું ટ્રમ્પની ટેરિફ નીતિથી રશિયા-યુક્રેન યુદ્ધ રોકાશે? અમેરિકાએ પુતિનને આપી ચેતવણી

રશિયા અને યુક્રેન વચ્ચે પાછલા ઘણા સમયથી યુદ્ધ ચાલી રહ્યું. આ યુદ્ધ રોકવા માટે ડોનાલ્ડ ટ્રમ્પ પણ પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે હવે અમેરિકાએ આ યુદ્ધ રોકવા માટે નવી રણનીતિ અપનાવી છે. તેમણે રશિયા પર ભારે ટેરિફ લગાવવાની ચેતવણી આપી છે. યુદ્ધ રોકવા માટે દબાણ બનાવવામાટે ટ્રમ્પે આ નિર્ણય કર્યો છે.
ટ્રમ્પનો 50 દિવસનો અલ્ટીમેટમ
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે રશિયાને 50 દિવસની અંદર યુક્રેન યુદ્ધ રોકવા માટે સંમતી આપવાની ચેતવણી આપી હતી. એક અહેવાલ મુજબ, ટ્રમ્પે નાટો મહાસચિવ માર્ક રૂટ સાથે ઓવલ ઓફિસમાં બેઠક દરમિયાન જણાવ્યું કે જો રશિયા આ સમયગાળામાં સહમત નહીં થાઈ, તો તેના પર ભારે ટેરિફ લાદવામાં આવશે. આ ટેરિફ રશિયા અને તેના વેપારી ભાગીદારોને લક્ષ્ય બનાવશે, જેથી રશિયા આર્થિક દબાણ બને.
ટેરિફની શક્યતા અને રણનીતિ
વ્હાઈટ હાઉસના એક અધિકારીએ જણાવ્યું કે ટ્રમ્પ 100% સુધી ટેરિફ લગાવવાની યોજના ધરાવે છે. 50 દિવસમાં રશિયા યુદ્ધ નહીં રોકે તો આ નિર્ણય લાગુ કરવામાં આવશે. આ ટેરિફ રશિયાથી તેલ ખરીદતા દેશો પર પણ લાગુ થઈ શકે છે. ટ્રમ્પે આ પહેલાં 25 દેશો પર ટેરિફ લગાવ્યા છે, જેમાં બ્રાઝિલ (50%), બાંગ્લાદેશ-કેનેડા (35%), અને જાપાન-દક્ષિણ કોરિયા (25%)નો સમાવેશ થાય છે. આ ટેરિફ 1 ઓગસ્ટથી લાગુ થશે, પરંતુ રશિયાને હજુ આ યાદીમાં સામેલ કરાયું નથી.
ટ્રમ્પની પહેલ અને નાટોનો પ્રતિસાદ
ટ્રમ્પે રશિયા-યુક્રેન યુદ્ધ રોકવા અગાઉ પણ પ્રયાસો કર્યા હતા, પરંતુ તે નિષ્ફળ રહ્યા. હવે તેમની આ આક્રમક ટેરિફ નીતિ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પર દબાણ લાવવાનો પ્રયાસ છે. નાટો મહાસચિવ માર્ક રૂટે જણાવ્યું કે આ નવી વ્યવસ્થા પુતિનને શાંતિ વાટાઘાટો પર વિચાર કરવા મજબૂર કરી શકે છે. આ નિર્ણય વૈશ્વિક વેપાર અને રાજનીતિ પર મોટી અસર કરી શકે છે.
આ પણ વાંચો….અમેરિકા, જાપાન અને દ.કોરિયાએ કર્યો સંયુક્ત યુદ્ધ અભ્યાસ, રશિયાએ આપી ચેતવણી, જાણો શું કહ્યું?