ટોપ ન્યૂઝ

Western Railwayની ઐતિહાસિક પહેલઃ ‘આ’ કામગીરી માટે મહિલાઓને સોંપ્યું સુકાન

મુંબઈઃ આજે દરેક ક્ષેત્રમાં મહિલાઓ પ્રવેશી રહી છે અને પોતાને સાબિત કરી રહી છે. આજે એવું કોઈ ક્ષેત્ર નથી જ્યાં મહિલાઓ પ્રવેશી ના હોય. હવે લૈંગિક સમાનતા અને મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવાના ભાગરુપે પશ્ચિમ રેલવેએ ઐતિહાસિક પહેલ કરી છે. મુંબઈ ડિવિઝનના સબર્બન સેક્શનમાં ખાસ કરીને ટીઆરડી (ટ્રેક્શન ડિસ્ટ્રિબ્યુશન) વિભાગે એક મહિલાઓની ટીમ તૈયાર કરી છે.

એસી ટ્રેક્શન સિસ્ટમના પાવર સપ્લાય ઇન્સ્ટોલેશનની જાળવણી કરી મુંબઈ રેલવેના ટ્રેન નેટવર્ક માટે અવિરત વીજ પુરવઠો સુનિશ્ચિત કરવાનું કામ આ મહિલાઓ કરશે. ખાસ કરીને પશ્ચિમ રેલ્વે નેટવર્કની દૈનિક કામગીરીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા મહાલક્ષ્મી ટ્રેક્શન સબ સ્ટેશન પર 25kV અને 110kV સાધનોના સંચાલન અને જાળવણીમાં તેમની ભૂમિકા મહત્વપૂર્ણ હશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

આપણ વાંચો: મહિલા સશક્તિકરણનું સપનું સાકાર કરશું: મુખ્યમંત્રી એકનાથ શિંદે

છેલ્લા એક મહિનાથી ટીમને ઉચ્ચ-વોલ્ટેજ વિદ્યુત ઉપકરણોના સંચાલન અને જાળવણી માટે વ્યાપક તાલીમ આપવામાં આવી રહી છે. આ મહિલાઓને ગઈકાલથી કડક સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરી સ્વતંત્ર રીતે કામ કરવા માટે તહેનાત કરવામાં આવી છે.

આ પહેલ એક શક્તિશાળી સંદેશ આપે છે કે,જો તક અને સમર્થન આપવામાં આવે તો મહિલાઓ કોઈપણ ક્ષેત્રમાં શ્રેષ્ઠ બની શકે છે. મહિલાઓને તકનીકી અને ઓપરેશનલ ક્ષેત્રોમાં ભૂમિકાઓ સોંપીને પશ્ચિમ રેલવે મહિલાઓને વધુ શક્તિશાળી બનાવવાની કામગીરી પાર પાડી છે.

આ મુદ્દે અન્ય અધિકારીએ જણાવ્યું હતું હતું કે પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝન દ્વારા એક અનુકરણીય દાખલો બેસાડ્યો છે, જે નવીનતા અને ઓપરેશનલ શ્રેષ્ઠતાને પ્રોત્સાહન આપે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button