નવી દિલ્હી: દેશના ઘણાં રાજ્યોમાં હજી ઠંડીની રાહ જોવાઇ રહી છે. હવામાન ખાતાની આગાહી મુજબ દેશના કેટલાંક વિસ્તારોમાં આગામી 4 થી 5 દિવસ હળવાથી ભારે વરસાદની શક્યતાઓ છે. કેરલ, માહે, તામિલનાડૂ, પુડુચેરી, કરાઇકલ અને લક્ષદ્વીપમાં વિજળીના કડાકા સાથે વરસાદની શક્યતાઓ છે. આજે કેરલ, તામિલનાડૂ અને લક્ષદ્વીપમાં મૂશળધાર વરસાદની આગાહી કરવામાં આવી છે. 12મી ડિસેમ્બર સુધી સિક્કીમ અને બંગાલમાં હિમવર્ષાની શક્યતાઓ છે.
આગામી 24 કલાકમાં નાગાલેન્ડ, મણિપૂર, મિઝોરમ, ત્રિપુરા, મેઘાલય અને આસામ તથા ઝારખંડ, બિહાર, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં વરસાદની શક્યકાઓ છે. આ અઠવાડિયાની શરુઆતમાં મિચોન્ગ વાવાઝોડાને કારણે ચેન્નઇમાં જનજીવન હજી ખોરવાયેલું છે. 4 અને 5 ડિસેમ્બરના રોજ વાવાઝોડાને કારણે મૂશળધાર વરસાદ થયો હતો. જેને કારણે શહેરમાં પૂર આવ્યું અને ઘણું બધુ નુકસાન પણ થયું છે.
પર્વતીય વિસ્તારોમાં હિમ વર્ષા થવાને કારણે ઉત્તર ભારતમાં ઠંડી વધી ગઇ છે. લોકોએ માળીએ ચઢાવેલા સ્વેટર, શોલ, મફલર કાઢી લીધા છે. રાજધાની દિલ્હીના તાપમાનમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણામાં જોરદાર પવન ફૂંકાઇ રહ્યું છે જેને કારણે વાતાવરણ ઠંડુ થયું છે. હવામાન ખાતા દ્વારા ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડમાં હળવા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે.
Taboola Feed